________________
વિશાલ-લોચન-દલે" સૂત્ર-વિવેચન
૨૧ સામાન્યથી તીર્થંકર પરમાત્માના જન્મ પ્રસંગે મેરુપર્વત ઉપર પંકવનમાં અભિષેક શિલા પર થતો સ્નાત્ર મહોત્સવ આપણને આ “અભિષેકક્રિયા' શબ્દ કાને પડતા યાદ આવે, પણ જ્યારે તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે તેપૂર્વે પણ તેમની નગરીમાં (રાજમહેલમાં) આવો જ વિશિષ્ટ અભિષેક કરાતો હોય છે. તેથી આવા કોઈપણ પ્રસંગે પરમાત્માનો થતો દિવ્ય સ્નાન વિધિ તે “અભિષેક ક્રિયા' કહેવામાં આવે છે.
૦ કૃત્વા - આવા અભિષેક કર્મ કે ક્રિયા કરીને.
મત્તા ઈ-મરાતું સુi સુરેન્દ્રીઃ હર્ષના સમૂહથી ઉન્મત્ત થયેલા એવા દેવેન્દ્રો.
૦ મત્તા - મત્ત થયેલા ઉન્મત્ત થયેલા. જિનેશ્વર પરમાત્માનું સ્નાત્ર કાર્ય કરવાથી રોમાંચિત થઈ ગયેલા. ૦ હર્ષ એટલે હાસ્ય, આનંદ, ખુશી
૦ પર એટલે સમૂહ. ૦ સુરેન્દ્રા. જેમાં સુર એટલે દેવ, રૂદ્ર એટલે સ્વામી. દેવોના ઇન્દ્રો અથવા દેવેન્દ્ર.
અહીં “સુર” શબ્દથી “જે સારી રીતે પ્રકાશે તે સુર એવી વ્યુત્પત્તિ સ્વીકારી છે. પણ અર્થથી તેને “દેવો” કહે છે.
જ્યારે “ઇન્દ્ર" શબ્દના બે અર્થો થાય છે. (૧) સ્વામી અને (૨) શ્રેષ્ઠતા સૂચવવી તે. જો પહેલો અર્થ સ્વીકારીએ તો સુરેન્દ્રનો અર્થ દેવોના ઇન્દ્ર અર્થાત્ દેવેન્દ્ર થાય છે અને જો બીજો અર્થ સ્વીકારીએ તો “શ્રેષ્ઠ દેવતાઓ' અર્થ થાય છે.
અહીં શ્રેષ્ઠ એવા દેવતાઓ અર્થ ગ્રહણ કરીએ તો પણ સાર્થક છે. કેમકે અભિષેક કરવા વિશાળ દેવસમૂહ આવે છે અને તે દેવો અભિષેક કર્યા પછી અત્યંત હર્ષિત, પુલકિત, રોમાંચિત, આનંદિત થઈ જતાં હોય છે.
જો દેવેન્દ્ર' એવો અર્થ સ્વીકારીએ તો પણ યોગ્ય જ છે. કેમકે ભગવંતના જન્મ-દીક્ષા આદિ કલ્યાણકોમાં ચોસઠ ઇન્દ્રો આવતા હોય છે. આ ચોસઠ ઇન્દ્રોના મુખ્ય ભેદ ચાર પ્રકારે છે. (૧) વૈમાનિકના ઇન્દ્રો, (૨) ભવનપતિના ઇન્દ્રો, (૩) વ્યંતરોના ઇન્દ્રો અને (૪) જ્યોતિષ્કના ઇન્દ્રો.
(૧) વૈમાનિકના દશ ઇન્દ્રો અભિષેક અર્થે આવે છે. જેમાં પહેલા સૌધર્મ કલ્પથી આઠમાં સહસ્ત્રારકલ્પ સુધીના એક-એક ઇન્દ્ર હોય છે, નવમા આનત અને દશમાં પ્રાણત કલ્પનો સ્વામી એક જ ઇન્દ્ર હોવાથી તેમજ અગિયારમાં આરણ અને બારમાં અગ્રુત કલ્પનો સ્વામી એક જ ઇન્દ્ર હોવાથી તે એક-એક ઇન્દ્ર મળીને બાર દેવલોકના દશ ઇન્દ્રો થાય છે.
(૨) ભવનપતિના વીશ ઇન્દ્રો અભિષેક અર્થે આવે છે. જેમાં દશ ભવનોના ઉત્તરાર્ધના સ્વામી એવા દશ ઇન્દ્રો અને દક્ષિણાર્ધના સ્વામી એવા દશ ઇન્દ્રો મળીને ભવનપતિના કુલ વીશ ઇન્દ્રો થાય છે, જેને માટે સામાન્યથી “અસુરકુમારેન્દ્ર આદિ ભવનપતીન્દ્રો એવા શબ્દો વપરાય છે.