________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૬, ૭
૨૦૭
- સાયિક ભાવલોકની દૃષ્ટિએ - તે સર્વકર્મ પ્રવૃત્તિથી રહિત છે, ક્ષાયિક ભાવના ધારક છે માટે તેમને લોકમાં ઉત્તમ કહ્યા છે.
(૩) સાધુઓ :- દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ ભાવલોકમાં તેઓ ઉત્તમ અથવા પ્રધાન હોવાથી સાધુઓને લોકોત્તમ કહ્યા છે.
(૪) કેવલિ પ્રરૂપિત ધર્મ :- વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, લાયોપથમિક, ઔપથમિક અને સાયિક ભાવલોકમાં ઉત્તમ હોવાથી આ ધર્મના લોકોત્તમ કહેલો છે.
– શ્રત અને ચારિત્રરૂપ બંને ધર્મો લોકમાં ઉત્તમ જાણવા.
– જે કારણથી - અરિહંતાદિ ચારે લોકમાં ઉત્તમ કહ્યા છે તે કારણથી જ તે ચારેને શરણ યોગ્ય કહ્યા છે.
વૃત્તરિ સર૦ ઇત્યાદિ.. હું આ ચારનું શરણ સ્વીકારું છું – (૧) હું અરિહંતોનું શરણ સ્વીકારું છું,
હું સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) હું સાધુઓનું શરણ સ્વીકારું છું, (૪) હું કેવલિ ભગવંત ભાખેલા ધર્મનું શરણ સ્વીકાર કરું છું.
– સંસારના ભયથી બચવા માટે હું આ ચારેના શરણો સ્વીકારું છું. – વૃત્તિકાર મહર્ષિ આવશ્યક-સૂત્ર-૧૪ની વૃત્તિમાં જણાવે છે કે
– અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ એ ચારે સંસારના ભયથી (ઉદ્વિગ્ન જીવો માટે) ત્રાણ-રક્ષણરૂપ છે. તેથી તેનું શરણ અંગીકાર કરું છું અર્થાત્ તેમના આશ્રયે હું જાઉં છું - આશ્રયને સ્વીકારું છું.
– સાંસારિક દુઃખમાંથી મુક્ત થવા માટે નિર્જીવ-એટલે જs, જીવ કે મિશ્રભૂત એ સર્વેનું શરણ, ચક્રવર્તી-વાસુદેવ આદિ મહારથીઓનું શરણ જ્યારે મરણ આવે અથવા અતિ કષ્ટ આવે ત્યારે કંઈ જ ઉપયોગી થતું નથી. તે વખતે પરમ ગુરુ અર્થાત્ અરિહંત, સિદ્ધ અને સાધુઓનું તથા દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રણ રત્નમય ધર્મ એ જ સાચું શરણ છે. (એ પ્રમાણે શ્રી અમિતગતિ આચાર્ય જણાવે
૦ સર વિજ્ઞાન એટલે શરણું અંગીકાર કરું છું અર્થાત આ ચારના આશ્રયે જઉં . આવશ્યક વૃત્તિકાર તેનો અર્થ કરે છે – હું આ ચારેની ભક્તિ કરું છું.
૦ હવે ગાથા-૮, ૯, ૧૦ દ્વારા અઢાર વાપસ્થાનકોના ત્યાગનું કથન કરે છે.
– ગાથા આઠ અને નવમાં અઢાર પાપસ્થાનકોના નામો જણાવેલા છે.
– ગાથા દસમાં આ અઢાર પાપસ્થાનકોના ત્યાગનો સંકલ્પ કરેલ છે, તેમજ આ પાપસ્થાનકો શા માટે ત્યાજ્ય છે, તેના કારણો દર્શાવ્યા છે.
– આ અઢારે પાપસ્થાનકોના નામો અને તેમાંનું કોઈ પણ પાપનું સ્વયં સેવન કર્યું હોય - કરાવ્યું હોય કે કરનારની અનુમોદના કરી તેનું “મિચ્છા મિ દુક્કડં” આપવા સંબંધી વર્ણન સૂત્ર-૩૨ “અઢાર પાપસ્થાનકમાં કરાયેલું જ છે. આ અઢારે પાપસ્થાનકના નામો, તેની વ્યાખ્યા, તે પાપસ્થાનકોનું વિવેચન વિસ્તારથી