________________
૨૦૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ “લોગસ્સ”માં પણ કરાયેલ છે. ત્યાં જોવા.
- આવા સિદ્ધોને મંગલરૂપ કહેલાં છે. ૦ સાદું - સાધુઓ. જે નિર્વાણ સાધક યોગોને સાધે છે તે.
- આ પદનું વિવેચન અને વ્યાખ્યા સૂત્ર-૧ “નવકાર મંત્ર', સૂત્ર-૨ “પંચિંદિય'', સૂત્ર-૧૫ “જાવત'', સૂત્ર-૪૫ “અડ્ડાઇજેસુ'' સૂત્ર-૫૧ “સકલતીર્થમાં જોવું.
- આવા સાધુઓ મંગલરૂપ છે. ૦ વનિ પન્નત્તો થપ્પો - કેવલિ પ્રરૂપિત ધર્મ. – આવશ્યક સૂત્ર-૧૨ની વૃત્તિમાં આ પદોની વ્યાખ્યા કરતા જણાવે છે કે
૦ વત્ત - જેમનામાં કેવળજ્ઞાન, કેવળદર્શન વિદ્યમાન છે તે કેવલિ કહેવાય છે, “સર્વજ્ઞ શબ્દ આ “કેવલિ'નો પર્યાય છે.
૦ પન્નત્તો એટલે પ્રરૂપિત, પ્રજ્ઞપ્ત, કહેલો, ફરમાવેલો. ૦ થપ્પો - એટલે ધર્મ, મૃતધર્મ અને ચારિત્રધર્મ રૂપ ધર્મ. - આવો કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ મંગલરૂપ છે.
– આ ચારે મંગલરૂપ હોવાથી તેમના તરફથી જ સુખની પ્રાપ્તિ થવાની છે. તેના મંગલપણાને કારણે તેનું “લોકોત્તમપણું” કહ્યું છે. તે આ પ્રમાણે
• વારિ નમુના, ઇત્યાદિ..
– આ ચાર લોકોત્તમ છે – (૧) અરિહંતો લોકોત્તમ છે, (૨) સિદ્ધો લોકોત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે, (૪) કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ લોકોત્તમ છે.
– આ ગાથામાં “લોગુત્તમ” શબ્દ સિવાયના બાકી બધાં પદોની વ્યાખ્યા ગાથા-૫ “વત્તારિ ’ અનુસાર જાણવી..
– “લોગુત્તમ” એટલે લોકમાં ઉત્તમ, જગમાં શ્રેષ્ઠ, લોકમાં પ્રધાન – આવશ્યક સૂત્ર-૧૩ની વૃત્તિમાં વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કેઅહીં લોક શબ્દથી “ભાવલોક' અર્થ ગ્રહણ કરવો. ભાવલોકમાં ઉત્તમ.
(૧) અરિહંતો - જેની સર્વ કર્મ પ્રકૃત્તિ પ્રશસ્ત કહી છે, વેદનીય - આયુ - નામ અને ગોત્ર એ ચારેનો અનુભાવ પણ તેમને નિયમથી ઉત્તમ હોય છે, ઉત્તર પ્રકૃત્તિની દૃષ્ટિએ-શાતા વેદનીય, મનુષ્ય આયુ, પ્રશસ્ત નામ પ્રકૃત્તિ, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઉદાર એવા અંગ-ઉપાંગ, સમચતુરસ્મસંસ્થાન, વજsષભ નારાજ સંઘયણ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પ્રશસ્ત વિહાયોગતિ, સુસ્વર નામકર્મ, આદેય નામકર્મ, યશકીર્તિ, નિર્માણ નામકર્મ, તીર્થંકર નામકર્મ, ઉચ્ચ ગોત્ર ઇત્યાદિ-ઇત્યાદિ સર્વે ઉત્તમ, પ્રધાન, અતુલ્ય હોય છે. આવા-આવા કારણે તેમને ભાવલોકમાં ઉત્તમ કહેલા છે.
(૨) સિદ્ધો - વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, ક્ષેત્રલોકમાં અથવા ક્ષાયિક ભાવલોકમાં તેઓ ઉત્તમ અથવા પ્રધાન આત્મા હોવાથી સિદ્ધોને ઉત્તમ કહ્યા છે.
- ક્ષેત્રલોકની દૃષ્ટિએ સિદ્ધો ત્રણ લોકના મસ્તકે સ્થિત હોઈ ઉત્તમ છે.