________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન ગાથા-૪, ૫
૨૦૫
સમાધિ મરણ ઇચ્છનારે વોસિરાવી દેવી જોઈએ. તેથી આ ગાથામાં કહ્યું છે કે, જો મારું આ રાત્રિએ મરણ થાય તો મેં આહાર, ઉપાધિ અને દેહને મનથી, વચનથી અને કાયાથી વોસિરાવ્યા છે, ત્યાગ કર્યો છે.
- સાધુ કે પૌષધવ્રતધારી શ્રાવકે રાત્રિભોજન ત્યાગરૂપ પ્રત્યાખ્યાન કર્યું જ હોય છે, તો પણ, સર્વથા “અનશન' વિના રહી ન જવાય તે માટે આ ગાથા દ્વારા આગાર સહિતનું અનશન ગ્રહણ કરેલ છે. અહીં આગારનો અર્થ અપવાદ થાય છે, જો નિદ્રામાં મારું શરીર પ્રમાદને પામે અર્થાત્ મારું મૃત્યુ થાય તો મારે આહારઉપધિ અને દેહનો ત્યાગ છે, અન્યથા નહીં, એમ સમજવું.
૦ હવે ગાથા-૫, ૬, ૭ એ ત્રણે પરસ્પર સંબંધવાળી હોવાથી તેનું વિવેચન એક સાથે કરીએ છીએ
- ગાથા ચાર માં સાગારી અને અનશનનું કથન કર્યું. કેમકે “સંથારો' શબ્દ બે અર્થમાં પ્રચલિત છે. (૧) જીવન પર્યન્તનો સંથારો એટલે અનશન અને (૨) રાત્રિ સંથારો એટલે માત્ર શયન-સુવું તે. આ રીતે આરાધક આત્મા રોજ રાત્રિ સંથારો કરે ત્યારે છેલ્લા સંથારાની અનુવૃત્તિ કરતો ભાવ ધારણ કરે છે–
- આવો ભાવ ધારણ કરનાર સર્વ પ્રથમ ચાર શરણાં સ્વીકારે છે. જેમનું શરણ સ્વીકારવાનું છે તે ચારે મંગલરૂપ છે અને લોકમાં પણ ઉત્તમ છે, માટે જ તે ચારેનું શરણ સ્વીકાર્ય છે, તે જણાવવા આ ત્રણ ગાથા રજૂ કરી છે.
( આવશ્યક સૂત્ર નામક આગમમાં ચોથા અધ્યયનમાં શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર અંતર્ગત્ સૂત્ર-૧૨, ૧૩, ૧૪ રૂપે આ ત્રણ ગાથાઓનું કથન છે–)
આ ત્રણે ગાથામાં વત્તારિ શબ્દ આવે છે જે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ એ ચાર માટે વપરાયેલ સંખ્યાવાચી શબ્દ છે. ફર્ક માત્ર એટલો જ છે કે, પહેલી ગાથામાં આ ચારેને મંગલ રૂ૫ ગણાવ્યા છે, બીજી ગાથામાં આ ચારેને લોકોત્તમ કહ્યા છે અને ત્રીજી ગાથામાં ચારેનું શરણું સ્વીકારેલ છે.
• ચત્તર માd. ઇત્યાદિ. ચાર મંગલ છે - (૧) અરિહંતો મંગલ છે, (૨) સિદ્ધો મંગલ છે, (૩) સાધુ મંગલ છે, (૪) કેવલિ પ્રરૂપિત ધર્મ મંગલ છે.
૦ વત્તારિ એટલે ચાર - આ સંખ્યાવાચી શબ્દ છે. જે અરિહંત આદિ ચારે માટે ગાથા-૫, ૬ અને ૭માં વપરાયેલ છે.
૦ માને - મંગલ - આ શબ્દનું વિવેચન સૂત્ર-૧ “નવકારમંત્ર'માં જોવું. ૦ રિહંત - અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજાને યોગ્ય તે “અરહંત'. (અરિહંત).
- આ પદનું વિવેચન અને વ્યાખ્યા સૂત્ર-૧ “નવકાર મંત્ર' તથા સૂત્ર-૧૩ નમુત્થણ”માં કરાયેલું છે. ત્યાં જોવા.
- આવા અરિહંતોને “મંગલરૂપ' કહેલા છે. ૦ સિદ્ધ - આઠ કર્મોરપી કર્મબીજ જેમણે સમૂળગુ બાળી નાંખેલ છે તે. - આ પદનું વિવેચન અને વ્યાખ્યા સૂત્ર-૧ “નવકાર મંત્ર' અને સૂત્ર-૮