________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૩
૨૦૩
કરવી જોઈએ, જેથી જયણાનું પાલન થાય.
૦ ગાથા-૩ પૂર્વાર્ધનો સાર :
પગને સંકોચે ત્યારે ઉરુ અને ઢીંચણના સાંધાનું અને પડખું ફેરવે ત્યારે શરીરનું પ્રતિલેખન કરે.
– આ જ વાત ધર્મસંગ્રહના કર્તાએ પણ “સાધુ-ધર્મ'નું વિવેચન કરતી વખતે નોંધી છે. વધારામાં તેઓ જણાવે છે કે, “આ શયનવિધિ જાણવી.
* હવે ગાથા-૩ના ઉત્તરાર્ધમાં - “જો જાગવું પડે તો શું કરવું ?” તે અંગેની શાસ્ત્રીય વિધિનો નિર્દેશ કરતા સૂત્રકાર લખે છે કે
• દ્વા િડવડો તાસ નિરંમણાની - (જો કાયચિંતા આદિ કારણે ઉઠવું - જાગવું પડે તો) દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે અને શ્વાસનું રોધન કરે પછી સ્વસ્થ થાય ત્યારે પ્રકાશવાળા ભાગ - દરવાજા તરફ જુએ.
૦ યુવ્વાડું ડવો - દ્રવ્યાદિનો ઉપયોગ, દ્રવ્યાદિનો વિચાર કરવો. - દ્રવ્યાદિ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. – ઉવઓગ એટલે ઉપયોગ, વિચારણા કરવી તે.
– જો કાયચિંતા માટે ઉઠવું પડે તો નિદ્રાના નિવારણને માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મનોમન ચિંતવના કરે.
– આ સંબંધમાં “ઓઘનિર્યુક્તિ" નામક મૂળ આગમ સૂત્રની વૃત્તિમાં વૃત્તિકાર મહર્ષિ શ્રી દ્રોણાચાર્યજીએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે–
જો લઘુનીતિ, વડી નીતિ અર્થાત્ મળ-મૂત્ર વિસર્જન આદિ કારણે રાત્રે જાગવું પડે - ઉઠવું પડે તો તે આ પ્રમાણે વિધિ કરે–
(૧) દ્રવ્યથી તે વિચાર કરે કે હું કોણ છું ? (૨) ક્ષેત્રથી એમ વિચાર કરે કે હું ક્યાં છું ? ઉપર કે નીચે ? (૩) કાળથી એમ વિચાર કરે કે હાલ કયો સમય છે ?
(૪) ભાવથી એમ વિચાર કરે કે મારી અવસ્થા શું છે ? શું હું કાયચિંતાથી પીડિત છું કે કેમ ? એટલે કે મારે અંડિલ-માત્રાને માટે અર્થાત્ મળ-મૂત્ર વિસર્જનને માટે જવાની જરૂર છે કે કેમ ?
– આ પ્રમાણેની જે વિચારણા તેને દ્રવ્યાદિ ઉપયોગ કહે છે. ૦ સાલ નિવૃંમM - ઉચ્છવાસનો રોધ કરવો કે રોકવો.
– જો કે અહીં પાઠ ભેદ છે. ઝસાસ ને બદલે નિસાસ એવો પાઠ પણ ઓઘનિર્યક્તિની વૃત્તિમાં નોંધાયેલ છે.
-- અર્થની દૃષ્ટિએ અને ક્રિયાની દૃષ્ટિએ આ બંને શબ્દો જુદા છે. - સાસ એટલે ઉચ્છવાસ અને નિસાસ એટલે નિ:શ્વાસ. - ઉચ્છવાસનો અર્થ છે ઊંચો શ્વાસ એટલે કે શ્વાસ લેવો તે. - નિઃશ્વાસનો અર્થ છે નીચો શ્વાસ એટલે કે શ્વાસ મૂકવો તે. - બંને પદને બદલે આપણે માત્ર “શ્વાસ" શબ્દ ગ્રહણ કરીને જ અર્થ