________________
૨૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
અધ્યાય-૮, પાદ-૪ના સૂત્ર-૮૬ મુજબ ‘શ' નો ‘તર' એવો આદેશ થયો છે. તેથી ‘અતરત'નો અર્થ “અશક્ત’ કે ‘અસમર્થ' થયો છે.
૦ ગાથાસાર - હે ભગવન્! મને સંથારાની - સૂવાની અનુજ્ઞા આપો.
આ સૂવાની વિધિ માટે ત્રણ બાબતો કહી છે – (૧) હાથનું ઓશીકું કરવું, (૨) ડાબે પડખે સૂવું, (૩) પગને કૂકડીની માફક રાખીને સૂવું.
માત્ર આ ત્રીજા નિયમમાં એક અપવાદ રાખ્યો કે જો કૂકડીની માફક પગ રાખીને સૂવામાં અશક્ત હોય તો ભૂમિને (સંથારાને) પ્રમાર્જીને પછી પગ લાંબા કરવા. (એ વિધિ હું જાણું છું). પ્રમાર્જનાનું મહત્ત્વ સૂત્રમાં એટલા માટે નોંધ્યું છે કે “જયણા' એ ધર્મની માતા સમાન છે. કોઈ સૂક્ષ્માદિ જીવ ત્યાં હોય તો પહેલા ચક્ષુ અને રજોહરણ વડે ભૂમિને પ્રમાર્જવી, પછી સંથારાનું પ્રમાર્જન કરી સંથારો લંબાવીને પગને પણ લંબાવવા, જેથી જીવવિરાધનાદિ દોષ લાગે નહીં.
યતિદિન ચર્યામાં આ અંગેનો વિધિ આ પ્રમાણે કહ્યો છે–
સંથારામાં સ્થિર થઈને મુહપત્તિનું પ્રતિલેખન કરે પછી ત્રણ વખત નવકાર મંત્ર તથા સામાયિક સૂત્ર “કરેમિ ભંતે" ઉચ્ચરે (બોલે), ત્યાર પછી ડાબે પડખે હાથનું ઓશીકું કરીને બે પગો કૂકડીની જેમ સંકોચીને સૂએ. જો આ રીતે પગ સંકોચીને સૂવામાં અસમર્થ હોય તો વધારાની ભૂમિનું સારી રીતે પ્રમાર્જન કરીને ભૂમિ પર (સંથારો લંબાવી) વિધિપૂર્વક પગ લાંબા કરે.
૦ ગાથા ત્રણ બે વિભાગમાં વહેંચાએલી છે - તેના પૂર્વાર્ધમાં તો માત્ર શયનની વિધિ જ જણાવી છે, પણ ઉત્તરાર્ધમાં જો જાગવું પડે તો “કઈ રીતે જાગવું જોઈએ ?' તે અંગેનો વિધિ દર્શાવેલો છે. તે આ પ્રમાણે
• સંવફઝ સંડાસ, ઉવેજો ય પરિહા - (જો પગ લાંબા કરેલા હોય તો) પછી સંકોચવા પડે તો સાંધા (ઢીંચણ, સાથળ આદિ)ને પૂજીને સંકોચવાનો વિધિ છે. તેમજ જો પડખું ફેરવવું પડે તો પણ શરીરનું પ્રમાર્જનપ્રતિલેખન કરવું ઉપલક્ષણથી જે તરફ પડખું ફેરવે તે સંથારાનું પણ પ્રમાર્જનપડિલેહણ કરવું.
» ‘સંકોઇઅ - સંકોચીને, ટૂંકાવીને. (જો પગ લાંબા હોય તો...) ૦ “સંડાસા' - સાંધા - ઉરુ અને ઢીંચણને ૦ “ઉધ્વટ્ટત' ઉદ્વર્તન કરતાં, પડખું ફેરવતા.
- ઉદ્ + વૃત એટલે ફેરવવું થાય છે, તેના પરથી શબ્દ બન્યો - “ઉદ્વર્તન' (૩ળ્યુઝંત) એટલે કે ફેરવતો, બદલતો.
- ધર્મસંગ્રહમાં તેની વ્યાખ્યા કરતા ગાથા-૩૦માં જણાવેલ છે કે“ઉદ્વર્તન એટલે એક પડખેથી બીજા પડખે થવું તે. ૦ છાયડિસ્નેહા - કાયાની-શરીરની પડિલેહણા કરવી તે.
- જ્યારે પડખું ફેરવે ત્યારે પહેલા શરીરનું પ્રમાર્જન કરવું જોઈએ તેમજ ઉપલક્ષણથી જે તરફ પડખું ફેરવે, તે તરફના સંથારા-પચ્યાની પણ પ્રતિલેખના