________________
૨૦૧
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૨ રાખવો અને ક્યા પડખે સૂવું તેનો વિધિ કહ્યો છે–
૦ વાહવાઇ - ‘બહુ’ એટલે હાથ - અને – ‘ઉવહાણ' એટલે ઉપધાન જેનો સામાન્ય અર્થ “ઓશીકું' થાય છે.
– તેનો અર્થ એવો છે કે, 'હાથનું ઓશીકું કરવું તેવો થાય છે, ધર્મસંગ્રહમાં અહીં ડાબા હાથનું ઓશીકું કરવું તે પ્રમાણે અર્થ કર્યો છે.
- સાધુસાધ્વીજી કે પૌષધ વ્રતધારીએ સૂતી વખતે માત્ર સંથારીયુ અને ઉત્તરપટ્ટો જ વાપરવાની વર્તમાન સામાચારી છે. (શીતાદિ કારણે ધાબળો વગેરે વપરાય છે, તે અપવાદ નિમિત્ત છૂટ જાણવી). તેઓએ શયન વખતે ઓશીકું કે તેવી કોઈ ઉપાધિ લેવાની હોતી નથી. (આ વાતની સાક્ષી પાક્ષિક અતિચાર સૂત્રમાં પણ મળે છે - “સુતા સંથારીયુ-ઉત્તર પટ્ટો ટલતો અધિક ઉપકરણ વાપર્યો" શબ્દો થકી સૂતી વખતે સંથારીયા અને ઉત્તરપટ્ટ સિવાયની બીજી કોઈ ઉપધિ સૂવા માટે લેવાનો નિષેધ છે)
આ સ્થિતિમાં હાથનું (કે ડાબા હાથનું) ઓશીકું બનાવવું અર્થાત્ હાથ ઉપર મસ્તક રાખીને સૂવું એ પ્રમાણે વિધિ છે - તેમ અહીં જણાવે છે.
૦ વામપાસે - ડાબે પડખે સૂતી વખતે ડાબે પડખે ફરીને સૂવું - તે પ્રમાણેનો વિધિ બતાવેલો છે. (વર્તમાનમાં આયુર્વેદ પણ ડાબા પડખે સૂવાની વાતને સમર્થન આપે છે - જો કે તેમાં શારીરિક કારણની મુખ્યતા છે, અહીં વિધિરૂપે આ કથન છે.)
• યુરિ-પાથ-તારા - કૂકડીની જેમ પગ રાખવામાં, કુક્કડી એટલે કે ટીંટોડીની જેમ પગ ઊંચા-અદ્ધર રાખવા તે.
- શયનની વિધિમાં પગ કઈ રીતે રાખવા, તેનો આ પદો દ્વારા નિર્દેશ કર્યો છે. આ પદોનો ભાવાર્થ એવો છે કે પગને સંકોચીને રાખવા. કેમકે
(૧) પૂર્વના પદમાં કહ્યું છે કે, 'ડાબે પડખે સુવું' તેના અર્થ એ છે કે ચત્તા કે ઉલટા સૂવાનું નથી. હવે જો ડાબા પડખે સૂવામાં આવે તો પગ ઊંચા રાખવાથી પગને સંકોચવા એવા અર્થ સિદ્ધ થશે, કેમકે ચત્તા સૂવાથી પગ આકાશ તરફ ઊંચા-અદ્ધર રહી શકે, પણ પડખે સૂવાથી પગ અદ્ધર કરતા સંકોચન - (ટૂંટીયા વાળવા) જ થઈ શકે.
(૨) હવે પછીનું જે પદ છે, તેમાં પગ લંબાવવાનો વિધિ જણાવેલ છે, તેથી અહીં પગ સંકોચવા અર્થ જ સિદ્ધ થાય (જો કે કોઈ પગ અદ્ધર રાખવા તેવો અર્થ જ કરે છે.)
• મતાંત પનg ભૂમિ - અસમર્થ થતાં ભૂમિનું પ્રમાર્જન કરે.
– પગને સંકોચીને રાખવામાં અથવા આકાશ તરફ પગ અદ્ધર રાખવા માટે અશક્ત કે અસમર્થ હોય તો જયણાપૂર્વક ભૂમિને એટલે કે સંથારાની પ્રમાર્જના કરે, ઉપલક્ષણથી શરીરની પણ પ્રમાર્જના કરે.
અહીં “અતરંત” શબ્દમાં મૂળ શ ક્રિયાપદ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનના