________________
૨૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
જણાવે છે.
આ જ પ્રમાણે પરિસિના સમય, સ્થળ, કાળ મુજબ બદલાય છે. • રાય-સંથારતામિ - રાત્રિ સંથારાને વિશે હું સ્થિર થવા ઇચ્છું છું.
– રાત્રિ સંબંધી જે સંથારો તે રાત્રિ સંથારો કહેવાય. અહીં “સંથારો' શબ્દથી રાત્રે સૂવા માટેની પથારી એવો અર્થ સમજવો. (પથારી એટલે સંથારીયુ અને ઉતરપટ્ટો રૂ૫ ઉપકરણ જાણવા, ગાદલુ-રજાઈ વગેરે નહીં)
૦ મ - સ્થિર થાઉ છું - વિશેષ અર્થ માટે સૂત્ર-૧૯ “અરિહંત ચેઇયાણ” જુઓ.
૦ ગાથા સાર :- ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા પરમગુરુઓ પાસે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની અર્થાત્ સુવા જવા માટેની અનુજ્ઞા માંગવામાં આવી છે. તેનું કારણ પણ જણાવ્યું કે, પ્રથમ પોરિસિ પ્રતિપૂર્ણ થવા આવી છે.
આ વિષયમાં ઓઘનિર્યુક્તિના વૃત્તિકાર શ્રી દ્રોણાચાર્યજીએ એક આગમનો સાક્ષીપાઠ ઉદ્ધત કરીને મૂકેલો છે, તેમાં આ પ્રમાણે જણાવે છે કે
“પહેલી પોરિસિ કરીને અર્થાત્ પહેલી પોરિસિ સારી રીતે પૂર્ણ થયા બાદ શિષ્ય (કે શ્રાવક) ગુરુ મહારાજ પાસે જઈને આ પ્રમાણે કહે–
હે ક્ષમાશ્રમણ ! આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું, હું મસ્તક વડે કરીને વાંદુ છું.”
જ “હે ક્ષમાશ્રમણો ! પહેલી પરિસિ બરાબર પૂરી થઈ છે, તેથી રાત્રિ સંથારા માટે સૂવા માટેની મને અનુજ્ઞા આપો.
સંથાર - શબ્દનો અર્થ અહીં સંતારવ એટલે કે સૂવા માટેની ઉપધિ અને શયન-સુવું તે એ અર્થમાં સમજવાનો છે કેમકે
સંથારો' કાયમી પણ હોય છે, તે સંથારો ભક્તપરિજ્ઞા આદિ અનશન રૂપ કે સાગારી સંથારો હોય છે, જ્યારે આ સૂત્રમાં મૂકાયેલ “સંથારો' શબ્દ સૂવા માટેની ઉપધિ જેવી કે, પ્રાચીનકાળમાં તૃણ, ઘાસ આદિના અર્થમાં અને વર્તમાનકાળે સંથારિયુ-ઉનનું વસ્ત્ર-પટ્ટ અને ઉત્તરપટ્ટોના અર્થમાં પ્રયોજાયેલ છે અને સામાન્ય અર્થમાં “સંથારો' એટલે સૂવા જવા માટેની રજા માંગવી તેમ સમજવું. તેથી જ અહીં “રાત્રિ' એવું વિશેષણ ‘સંથારય' શબ્દની પૂર્વે મૂક્યું છે.
૦ હવે બીજી ગાથામાં અને ત્રીજી ગાથાના પૂર્વાદ્ધમાં સૂત્રકાર મહર્ષિ સંથારાનો વિધિ જણાવે છે - જેમાં અનુજ્ઞા લેવા પૂર્વક કઈ રીતે સૂવું અને સૂતા પછી પગ લાંબાટૂંકા કરવા કે પગ સંકોચવા અને પડખું બદલવાની વિધિ જણાવે છે.
• જુનાગર સંથાર - હે ભગવન્! સંથારાની અનુજ્ઞા આપો. – આ બંને પદોની વ્યાખ્યા પહેલી ગાથામાં કરાયેલી છે. • વાહવાળ વામપાતi - હાથરૂપી ઓશીકા વડે અને ડાબા પડખે - શયન માટેનો વિધિ જણાવતા આ બંને પદો છે. તેમાં હાથ કઈ રીતે