________________
સંથારા-પોરિસિં-સૂત્ર-વિવેચન ગાથા-૧
૧૯૯
તેના કારણે તે જાતનું માપ અર્થાત્ કાલમાન ‘પૌરૂષી'ના નામથી ઓળખાય છે.
– દિવસના અથવા રાત્રિના કુલ સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે તો તેનો પ્રત્યેક ભાગ એક પોરિસિ' અથવા પ્રડર કહેવાય છે.
જેમકે સૂર્યોદય સમય ૬.૩૦નો છે અને સૂર્યાસ્તનો સમય ૫.૩૦નો છે. તો પહેલા દિનમાન કાઢો. તો તે દિને દિવસ ૧૧.૦૦ કલાકનો થયો. આ ૧૧.૦૦ કલાકના ચાર સરખા ભાગ કરો, તો પ્રત્યેક ભાગ ૨ કલાક અને ૪૫ મિનિટનો થયો. તેથી પ્રત્યેક પોરિસિ કે પ્રહર ૨ કલાક ૪૫ મિનિટનો ગણાય.
આ રીતે ગણતા પહેલી પરિસિ ૬.૩૦થી શરૂ થઈને ૯.૧૫ કલાકે પુરી થશે, બીજી પોરિસિ ૧૨.૦૦ કલાકે પુરી થશે.. એ પ્રમાણે આગળ ગણવું.
એ જ દિવસે જો રાત્રિની પરિસિ કે પ્રહર ગણવાના હોય તો રાત્રિમાન ૧૩.૦૦ કલાકનું થયું. તેનો ચોથો ભાગ કરીએ તો એક પોરિસિનો કાળ ૩ કલાક ને ૧૫ મિનિટનો થયો. તેથી રાત્રિનો પહેલો પ્રહર-પોરિસિ સાંજે ૫.૩૦ થી શરૂ થઈ ૮.૪૫ કલાકે પુરી થશે. બીજી પોરિસિ ૧૨.૦૦ કલાકે મધ્ય રાત્રિએ પુરી થશે. એ રીતે ગણવું.
– આ રીતે એક અહોરાત્રમાં આઠ પરિસિ હોય છે.
– પૂર્વે જે દૃષ્ટાંત લઈને પોરિસિનો કાળ સમજાવ્યો, તે તો માત્ર ઉદાહરણ રૂપ હતો, પરંતુ વાસ્તવમાં પ્રત્યેક સ્થળ (શહેર કે દેશ)ના રોજેરોજના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય બદલાતા હોય છે. તેથી મુખ્ય શહેરને અનુસરીને અને રોજના દિવસને અનુસરીને પોરિસિનું કાળપ્રમાણ બદલાયા કરે છે. શાસ્ત્રીય રીતે પણ ઋતુને આશ્રીને પોરિટિના સંબંધમાં આવી કાળ ભિન્નતાનો ઉલ્લેખ મળે છે.
- જેમકે ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમાં અધ્યયનમાં કહ્યું છે કે(૧) અષાઢ માસમાં પોરિસિ (પૌરુષી) બે પગલાંની હોય છે. (૨) પોષ માસમાં પોરિસિ (પૌરૂષી) ચાર પગલાંની હોય છે. (૩) ચૈત્ર અને આસો માસમાં પોરિસિ ત્રણ પગલાંની હોય છે.
– આપણા રોજિંદા અનુભવમાં માત્ર નવકારસી સમયનો દાખલો લઈએ તો પણ સ્થળ અને ઋતુ બદલાતા સમય કેટલાં જુદા જુદા આવે છે તે ખ્યાલ આવશે.
જેમકે - પહેલાં સ્થળને આશ્રીને વિચારીએ તો
પહેલી ફેબ્રુઆરીના દિવસે - અમદાવાદનો નવકારશી સમય ૮.૦૯ કલાકનો બતાવે છે, તે જ દિવસે મુંબઈનો નવકાશી સમય ૮.૦૨ કલાકનો છે અને મદ્રાસનો નવકારસી સમય ૭.૨૪ કલાકનો છે - આ થયો સ્થળ ફેરફારથી સમય ફેરફાર.
હવે એક જ સ્થળ લઈને ઋતુ (માસ)ના ફેરફારથી થતા સમય ફેરફારને નવકારશીના જ દૃષ્ટાંતથી તપાસીએ - તો અમદાવાદમાં–
પહેલી ફેબ્રુઆરીએ નવકારસી સમય છે ૮.૦૯ કલાક, પહેલી જુને નવકારશી સમય છે ૬.૪૩ કલાક અને પહેલી ઓક્ટોબરે નવકારસી સમય છે ૭.૨૧ કલાક. આ એક જ સ્થળે બદલાતી ઋતુ મુજબનો સમય ફેરફાર