________________
૧૯૮
અથવા
“જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે ‘આર્ય’ ‘આર' એટલે દૂર. પાપકર્મથી જે દૂર થયા છે તે ‘આર્ય’. વડીલ સાધુ, વૃદ્ધ સાધુ, જ્ઞાન સ્થવિર સાધુ, ગુણથી રત્નાધિક એવા મહાગુણવાનૢ સાધુઓ આદિને આર્ય કહેવામાં આવે છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
અહીં જ્યેષ્ઠ આર્યથી વડીલ સાધુ એવો અર્થ સ્વીકારીને, તેની સાથે ‘અણુજાહ' શબ્દ એટલા માટે પ્રયોજેલ છે કે, સંથારા પર (શયન અર્થે) જતાં પહેલા તેઓની આજ્ઞા-અનુજ્ઞા પ્રાપ્ત કરવી તે ભાવ અભિપ્રેત છે.
ઓઘનિર્યુક્તિની દ્રોણાચાર્ય કૃત્ વૃત્તિમાં આગમનો સાક્ષી પાઠ ટાંકીને નોંધ કરી છે કે, “પછી સંથારે ચડતાં સંથારામાં જતાં પહેલાં ત્યાં રહેલા વડીલ સાધુઓને કહે છે કે, “આપ મને અનુજ્ઞા આપો.'
અનુબાળદ પરમગુરૂ ! ગુરુ-મુળ-ચળેન્નિ મંડિય-સરીરા ! ગુરુ મહાન્ ગુણરત્નો વડે શોભિત-અલંકૃત્ શરીરવાળા હે શ્રેષ્ઠ ધર્મગુરુઓ ! મને અનુજ્ઞા આપો અનુમતિ આપો.
૦ અનુજ્ઞાબહ - અનુજ્ઞા આપો. (આ પદ ઉપર કહેવાઈ ગયું છે) ० परमगुरू પરમ ગુરુઓ !, શ્રેષ્ઠ ધર્મગુરુઓ ! મુળરવîર્દિ - ગુરુ ગુણ રૂપી રત્નો વડે, ગુરુના ગુણરૂપી રત્નો વડે, ઉત્તમ ગુણ રૂપ રત્નો વડે. અહીં ગુરુ શબ્દથી ગુરુ, મહાનુ, મોટા, ઉત્તમ આદિ અર્થો લેવા.
૭
-
-
-
મુળવળ એટલે ગુણોરૂપી રત્ન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ઇત્યાદિ વિશિષ્ટ એવા ગુણ રૂપી રત્નો વડે. (આ શબ્દ ‘શરીર'ના વિશેષણરૂપે મૂકાયેલ છે.)
૦ મંડિય રીરા ! અલંકૃત્ શરીરવાળા. (આ પદ ‘ગુરુ'ના વિશેષણરૂપ છે)
‘મંડિય' એટલે મંડિત, અલંકૃત, શણગારેલ, શોભાવેલ.
જેમનું શરીર ઉત્તમગુણરૂપી રત્નો વડે અલંકૃત્ છે તેવા ‘‘પરમગુરુ''
તેમને સંબોધન કરીને અનુજ્ઞા માગવામાં આવેલ છે.
હવે અનુજ્ઞા શા માટે અર્થાત્ ક્યા હેતુથી અને શું કરવા માંગવામાં આવી
છે ? તે જણાવવા બે વાક્યો સૂત્રકારે અહીં પ્રયોજેલ છે—
અહીં પ્રયોજન છે
“રાઇય-સંથારએ ઠામિ.'' – પ્રયોજનનું કારણ છે - ‘બહુપડિપુત્રા પોરિસિ.''
૦ વદુપરિપુન્ના પોરિસી - પોરિસિ સંપૂર્ણ થઈ છે - ઘણી પ્રતિપૂર્ણ થઈ છે.
-
૦
‘વર્તુ’ એટલે ઘણી ૦ ‘‘હિપુન્ના’’ એટલે પ્રતિપૂર્ણ, સંપૂર્ણ
૦ ‘પોરિસિ’ પૌરુષિ દિવસ કે રાત્રિનો ચોથો ભાગ, જેને પ્રહર કહે છે.
· ‘પુરુષ પ્રમાણ છાયા જેમાં પ્રમાણ છે તે પૌરુષી.'
દિવસ કેટલો વ્યતીત થયો છે, તેનું માપ, કાળમાન, પહેલાના યુગમાં પુરુષની છાયા કેટલી લાંબી કે ટૂંકી પડે છે, તેના પરથી કાઢવામાં આવતું હતું -