________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૧
(૫) દશવૈકાલિકસૂત્ર રચયિતા, પ્રભાવક શŻભવસૂરિને નમસ્કાર હો. (૬) યુદ્ધ ભૂમિમાં મુટ્ઠી ઉગામી પંચમુષ્ટી લોચ કરનાર બાહુબલિને નમસ્કાર હો.
(૭) અરિસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર ભરત ચક્રીને નમસ્કાર હો. (૮) ચૌદ હજાર સાધુમાં ઉગ્ર તપસ્વી ધન્ય અણગારને નમસ્કાર હો. (૯) બ્રહ્મચર્યની મિશાલ એવા સ્થૂલભદ્રને નમસ્કાર થાઓ.
૧૯૭
(૧૦) ભાવવિશુદ્ધિના બળે કેવળજ્ઞાન પામનાર પ્રસન્નચંદ્રને નમસ્કાર હો. ઇત્યાદિ રૂપે સર્વે મહામુનિઓને ‘આદિ' પદથી ગ્રહણ કરવા.
O
મહામુનિળ - મહામુનિઓને.
આ પદનો સંબંધ ‘ગોયમાઈશં’ સાથે જણાવેલો છે. ‘મુનિ' શબ્દનો અર્થ અભિધાન ચિંતામણીમાં આ રીતે કર્યો છે— “જે મનન કરે તે મુનિ'' તેના પર્યાય શબ્દો રૂપે - મહર્ષિ, યતિ, સંયત, વાચંયમ, તપસ્વી, મૌની, મનનશીલ આદિને જણાવ્યા છે.
૦ ‘નમો ખમસમણાણું ‘ઇત્યાદિ પદમાં ‘ક્ષમાશ્રમણ’ શબ્દ વડે સર્વ સાધુઓને સામાન્ય નમસ્કાર કર્યો છે, તેવો અર્થ પણ થઈ શકે છે અને આ પદ ‘‘ગૌતમાદિ મહામુનિના'' વિશેષણરૂપ પણ ગણી શકાય છે.
આરંભ વાયરૂપ - ‘‘નિસીહિ’’ પદથી ‘‘મહામુણિણં'' પદ પર્યન્તનો પાઠ નમસ્કાર રૂપ પાઠ કહ્યો છે. આવા પ્રકારના નમસ્કારથી ઉપાસક આત્માને મહામુનિના જીવનની યાદ અપાવીને, સ્વીકારેલા નિયમમાં વિશેષ-વિશેષ દૃઢ રહેવા માટેની પ્રેરણા મળે છે.
-
૦ હવે પહેલી ગાથા દ્વારા સૂત્રકાર મહર્ષિ સંથારાની-શયનની આજ્ઞા યાચના સંબંધી કથન કરે છે. તેમાં પણ જેની પાસે આજ્ઞા લેવાની છે તે ગુરુવર્યને સન્માનનીય રીતે સંબોધન કરીને પછી પોતાના શયન ઇચ્છાનું કારણ કહ્યું છે— • ગળુબાળદ નિન્ના! હે જ્યેષ્ઠ આર્યો ! મને અનુજ્ઞા આપો. ૦ ‘અણુજાહ' અનુજ્ઞા આપો, અનુમતિ આપો.
આ પદ પૂર્વે સૂત્ર-૨૯ ‘વાંદણા સૂત્ર'માં આવી ગયેલ છે. તેથી તેની વિશેષ વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૨૯માં જોવું.
૦ નિર્દેગ્રા - જ્યેષ્ઠ આર્યો !, વડીલ સાધુ વર્યો.
-
આ પદમાં નિકિન્ના એવું પાઠાંતર પણ જોવા મળે છે. પણ ધર્મસંગ્રહમાં ‘નિકા' પાઠ હોવાથી તેમજ સંસ્કૃત રૂપાંતર ચૈદાર્થ:” થતું હોવાથી અમને ‘જિöજ્જા' પાઠ વધારે યોગ્ય લાગવાથી તેને સ્વીકારેલ છે.
‘‘જ્યેષ્ઠ’’ એટલે વડીલ કે મોટા-પર્યાયાદિ જ્યેષ્ઠ હોય તે.
- ‘‘આર્ય'' શબ્દ ‘સાધુ'ના પર્યાય રૂપે આગમોમાં જોવા મળે જ છે. જેમકે આર્ય-રક્ષિત, આર્ય-સુહસ્તિ, આર્ય-મહાગિરિ ઇત્યાદિ.
· અભિધાન ચિંતામણિમાં હેમચંદ્રાચાર્યજી ‘આર્ય’નો અર્થ કરે છે—