________________
૧૯૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
અહીં ‘નિસીડિ' શબ્દ ત્રણ વખત કેમ મૂક્યો ?
ધર્મસંગ્રહમાં જણાવે છે કે સાવદ્ય પ્રવૃત્તિ હોય કે નિરવદ્ય આરાધના હોય એ બંને-શુભાશુભ પ્રવૃત્તિમાં મન, વચન, કાયા એ ત્રણે યોગો જોડાયેલા જ રહેલા છે, તેથી મનના, વચનના અને કાયાના એ ત્રણેના પૂર્વ વ્યાપારોને રોકવા કે અટકાવવાનો નિર્દેશ કરવા માટે અહીં ત્રણ વખત “નિસીડી' એવા શબ્દનો પ્રયોગ સૂત્રના આરંભે કરવામાં આવેલ છે.
- હવે પછી કરાનાર નમસ્કાર પ્રવૃત્તિ વખતે નમસ્કારમાં આત્માનો ત્રણે યોગે પૂર્ણ ઉપયોગ રહે તે માટે આ ‘નિસીડિ' શબ્દ આવશ્યક છે.
• નમો નાતમાં જોવા મદમુળિvi - ક્ષમાશ્રમણ એવા ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર થાઓ.
૦ નમો - નમસ્કાર થાઓ, નમસ્કાર હો.
– “નમો' પદની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર-૧ “નવકારમંત્ર” અને સૂત્ર-૧૩ “નમુત્થણ” એ બંને સૂત્રનું “વિવેચન” ખાસ જોવું.
૦ વમાસમા - ક્ષમાશ્રમણોને, ક્ષમાદિ ગુણયુક્ત શ્રમણોને.
- “ખમાસમણ' પદની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર-૩ “ખમાસમણ સૂત્ર" અને સૂત્ર-૨૯ “વાંદણા સૂત્ર"નું વિવેચન જોવું.
૦ યમi - ગૌતમ આદિ, ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ.
– અહીં “ગોયમાઈણ' પદનો અર્થ વિચારણીય છે. ગૌતમ-આદિ એમ એટલા માટે કહ્યું છે કે, પછી જે “મહામુણિણ' શબ્દ મૂક્યો છે તે બહુવચનમાં છે. તેથી અહીં માત્ર “ગૌતમ' એવું નામોચ્ચારણ ન કરતા આદિ શબ્દથી અન્ય પણ મહામુનિઓનું ગ્રહણ કરવાનું છે.
– ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવંત મહાવીરના પ્રથમ શિષ્ય હતા તેથી તેનું નામ મૂકીને “આદિ' શબ્દ દ્વારા ત્યારપછી થયેલા સર્વે ગુણવાન્ મુનિઓને આ પદ દ્વારા નમસ્કાર કરવાનો છે.
– જેમ રાત્રિ પ્રતિક્રમણમાં આરંભે સક્ઝાયમાં “ભરફેસર સઝાય” દ્વારા અનેક મહામુનિનું નામ સ્મરણ કરાય છે, તેમ રાત્રે સંથારા પોરિસિમાં પણ આ પદ દ્વારા અનેક મહામુનિઓનું સ્મરણ-પટ પર લાવવાનો હેતુ છે.
– આવા મહામુનિઓના સ્મરણ થકી તેમના ગુણોનો અનુવાદ થાય છે, તેમના સુકૃતની અનુમોદના થાય છે, આપણો આત્મા પણ આવા ઉત્તમ ગુણોથી વાસિત થાય તેવી શુભ ભાવના કરવામાં આવે છે જેમકે–
(૧) અત્યંત વિનયી, નમ્ર, લબ્ધિવંત એવા ગૌતમસ્વામીને નમસ્કાર હો. (૨) પાટ પરંપરાના ધારક, આદ્ય ગુરુવર્ય સુધર્મા સ્વામીને નમસ્કાર હો. (3) તરુણવયે શીલ અને સમ્યક્ત્વના ધારક જંબૂસ્વામીને નમસ્કાર હો.
(૪) ચૌર્ય કર્મ ત્યાગીને દર્શનાદિ ત્રણ રત્નો ચોરનારા પ્રભવસ્વામીને નમસ્કાર હો.