________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન
૧૯૫
(૫) ગાથા-૧૦ આરાણા પડાગામાં થોડો ફેરફાર સાથે જોવા મળે છે.
(૬) ગાથા-૧૧ ચંદાઝય, આઉર પચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ આદિ પયન્ના સૂત્ર આગમોમાં આ જ સ્વરૂપે જોવા મળે છે.
(૭) ગાથા-૧૨ ચંદાઝય, આઉર પચ્ચક્ખાણ-૧, આઉરપચ્ચક્ખાણ૨, મહાપચ્ચક્ખાણ આદિ આગમોમાં આ જ સ્વરૂપે જોવા મળે છે.
(૮) ગાથા-૧૩ આઉર પચ્ચક્ ખાણ-૧, આઉરપચ્ચક્ખાણ-૨, મહાપચ્ચક્ખાણ આદિ આગમોમાં આ જ સ્વરૂપે જોવા મળે છે.
(૯) ગાથા-૧૪ સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે બોલાય છે
આ રીતે પયન્ના સૂત્ર રૂપ આગમો, યતિદિન ચર્યા, આવશ્યક સૂત્ર-આગમ ઇત્યાદિ શાસ્ત્રો અને ગ્રંથોમાંથી ઉદ્ધત થયેલી આ ગાથાઓનું સંકલન કરીને “સંથારા પોરિસિ' સૂત્રની રચના થઈ હોવાનું જણાય છે.
ઉક્ત આગમો, યતિદિન ચર્યા, ધર્મસંગ્રહ ઇત્યાદિ વિવિધ ગ્રંથોને આધારે આ સૂત્રનું વિવેચન અત્રે રજૂ કરેલ છે–
૦ આરંભે – નિવૃત્તિ જાહેર કરીને મહામુનિઓને નમસ્કાર કરાયો છે– • નિહિ, નિદિ, નિસદ, એટલે ઔષધિકી,
– સામાન્યથી નિહિ એટલે પાપવ્યાપાર તથા અન્ય સર્વ પ્રવૃત્તિનો નિષેધ કરીને - અટકાવીને - રોકીને એવો અર્થ થાય છે.
- વિશેષ અર્થમાં સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિઓનો નિષેધ કરીને અર્થાત્ તે પ્રવૃત્તિ બંધ કરીને એવો અર્થ અહીં ગૃહિત છે.
– નિલદ શબ્દનો સામાન્ય અર્થ પૂર્વે સૂત્ર-૩ “ખમાસમણ સૂત્ર" અને સૂત્ર-૨૯ “વાંદણા સૂત્રમાં અપાયેલો છે, તે તેના વિવેચનમાં જોવો.
– અહીં “વિશેષ અર્થ" ગ્રાહ્ય છે એમ એટલા માટે કહ્યું કે, આ સૂત્ર સાધુ ભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવકો નિયત વિધિ અનુસાર બોલે છે. આ બંનેને સાવદ્ય વ્યાપાર કે પાપપ્રવૃત્તિઓનો તો ત્યાગ હોય જ છે. તેથી તેઓએ નિત્ય સ્વાધ્યાય આદિથી જ નિવર્તવાનું રહે છે.
– વળી ઉત્તરાધ્યયન સૂત્ર-૨૬માં જણાવ્યા મુજબ તથા યતિદિનચર્યા અને પૌષધવતની સામાચારી મુજબ પણ કહ્યું છે કે
“રાત્રિના પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરે, બીજીમાં ધ્યાન કરે, ત્રીજામાં નિદ્રા લે અને ચોથીમાં નિદ્રા મુક્ત થઈને સ્વાધ્યાય કરે.”
તેથી સાધુ ભગવંતો કે પૌષધ વ્રતધારી શ્રાવકો રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરે તે વાત નિયત છે.
બીજી પોરિસિમાં મૂળ માર્ગે ધ્યાન કરવાનું હતું, પણ વર્તમાન સામાચારી મુજબ પ્રથમ પ્રહરને અંતે સંથારા પોરિસિની તૈયારી કરે છે. તે વખતે ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર કરવા માટે પૂર્વની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે, તેથી અહીં 'નિશીડિ' શબ્દ દ્વારા સ્વાધ્યાય પ્રવૃત્તિનો નિષેધ સૂચવેલ છે.