________________
૧૯૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ સિદ્ધહ - સિદ્ધ ભગવંતોની
સાખ - સાક્ષીપૂર્વક, સાખે આલોયણહ - આલોચના કરું છું મુક્ઝ હ - મને વાર-ન - વૈર-નથી
ભાવ - ભાવ, લાગણી સવ્વ જીવા - બધાં જીવો
કમ્મવસ - કર્મને લીધે ચઉદ રાજ - ચૌદ રાજલોકમાં ભમંત - ભમતા તે-મે - તે-મારા વડે
સવ્વ - સર્વેને, બધાંને ખમાવિઆ - ખમાવેલા છે
મુજૂઝ-વિ - મને-પણ તેહ - તે, તેઓ
ખમંત - ખમે, ક્ષમા કરે જે જે - જે-જે (કંઈ)
મeણ - મન વડે બદ્ધ - બંધાયુ હોય
વાયાએ - વાણી વડે ભાસિએ - બોલાયુ હોય
પાવે - પાપને કાએણ - કાયા વડે
કર્યા - કર્યું હોય મિચ્છા - મિથ્યા થાઓ
મિ - મારું દુક્કડ - દુષ્કત, પાપ
તસ્સ - તે - વિવેચન :
સંથારા પોરિસી :- આ સૂત્રનું નામ “સંથારા પોરિસી' છે. (કેમકે-)
દિવસના અને રાત્રિના જુદા જુદા પ્રહરને જુદા જુદા નામથી શાસ્ત્રીય રીતે ઓળખવામાં આવે છે. તે આ પ્રમાણે :
(૧) સૂત્ર પોરિસિ - જેમકે દિવસના પહેલા પ્રહરને સૂત્ર પરિસિ કહે છે. (૨) અર્થ પોરિસિ - દિવસના બીજા પ્રહરને અર્થ પોરિસિ કહે છે.
(૩) સંથારા પોરિસ - રાત્રિના બીજા પ્રહરને “સંથારા પોરિસિ” કે સંસ્તાર પૌરૂષી” કહેવામાં આવે છે.
આ “સંથારા પોરિસિ” પરથી તે સમયે બોલાતા સૂત્રને પણ “સંથારા પોરિસિ” સૂત્ર નામે ઓળખવામાં આવે છે.
– આ સૂત્રમાં વિવિધ પ્રાચીન ગાથાઓનું સુસંકલન થયેલું છે. તેમજ સંથારા અર્થાત્ શયનની વિધિ પણ જણાવવામાં આવેલી છે.
(૧) આરંભ વાક્ય અને પહેલી ત્રણ ગાથામાં સંથારા વિધિ જણાવી છે. જેમાં ગાથા-૧ યતિદિન ચર્યામાં જોવા મળે છે, બીજી અને ત્રીજી ગાથા ઓઘનિર્યુક્તિમાં મળે છે.
(૨) ગાથા-૪ આઉર પચ્ચક્ખાણ પયત્રામાં જોવા મળે છે.
(૩) ગાથા-૫, ૬, ૭ એ ત્રણે આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં સૂત્ર૧૨, ૧૩, ૧૪ રૂપે આ જ પ્રમાણે નોંધાયેલ છે.
(૪) ગાથા-૮, ૯ એ બંને આરાણાપડાગા, પર્યન્ત આરાધના આદિ પ્રકિર્ણકો-પન્ના સૂત્રોમાં જોવા મળે છે.