________________
સંથારા-પોરિસિ-સૂત્ર-અર્થ
૧૯૧
(૧૦) આ અઢાર પાપસ્થાનકો મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિઘ્નભૂત અને દુર્ગતિના કારણરૂપ હોવાથી હું (આ અઢારે પાપસ્થાનકોને) વોસિરાવું છું અર્થાત્ ત્યાજ્ય એવા આ પાપસ્થાનકોનો હું ત્યાગ કરું છું.
(૧૧) “હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી.'' આ પ્રમાણે અદીન મનથી (ગ્લાનિ રહિતપણે) વિચારતો પોતાના આત્માને અનુશાસિત કરે અર્થાત્ સમજાવે.
(૧૨) (આત્માને અનુશાસિત કરવા તે આગળ આમ વિચારે−)
જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એવા મારો આ એક આત્મા જ શાશ્વત છે. – (જ્યારે) બીજા બધા (તો) સંયોગ-લક્ષણ રૂપ ઉત્પન્ન થયેલા એવા (આત્મા સિવાયના સર્વે) બહિર્ભાવો છે.
-
(૧૩) મારા જીવે દુઃખની પરંપરા (કર્મ કે સંબોધરૂપ) સંયોગથી જ પ્રાપ્ત કરેલી છે. તેથી એ સર્વે (કર્મ) સંયોગથી ઉત્પન્ન થયેલા સર્વ સંબંધોને (રાગને) હું ત્રિવિધ અર્થાત્ મન, વચન, કાયાથી વોસિરાવું છે. (મેં સંયોગ જન્ય એવા સર્વ સંબંધોને ત્રિવિધ વોસિરાવ્યા છે - ત્યજેલ છે.)
(૧૪) જીવનપર્યન્ત હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી ‘અરિહંત (પરમાત્મા)એ જ મારા દેવ છે, સુસાધુ (મહારાજો) એ જ મારા ગુરુ છે. જિનોએ (જિનેશ્વર ભગવંતોએ) કહેલ તત્ત્વ અર્થાત્ સિદ્ધાંતો એ જ મારો ધર્મ છે.''
આ પ્રમાણેનું સમ્યક્ત્વ મેં ગ્રહણ કરેલ છે.
-
(૧૫) હું બીજા જીવોને ખમીને (ક્ષમા કરીને) - તેમની પણ ક્ષમા માંગુ છું એટલે કે ખમાવું છું, તે સર્વે જીવો પણ મને ક્ષમા કરો. (અહીં ત્રણ વાત કહી છે–) (૧) હું બીજા જીવોને ક્ષમા કરું છું - ખમું છું (૨) તેઓની પાસે મારા અપરાધોની ક્ષમા માંગુ છું (૩) સર્વે (છ કાયના જીવો) પણ મને ક્ષમા કરો.
ખમાવું છું
હું સિદ્ધ ભગવંતોની સાક્ષીએ આલોચના કરું છું - જાહેર કરું છું કે મારે કોઈપણ જીવ સાથે વૈરભાવ નથી.
(૧૬) સર્વે જીવો કર્મવશ હોવાથી ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે. તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો.
(૧૭) મેં જે કોઈ પાપ મનથી બાંધ્યુ હોય, (જે કોઈ પાપ) વચનથી ભાખ્યું હોય, (જે કોઈ પાપ) કાયાથી કર્યુ હોય, તે મારું સર્વ પાપ મિથ્યા થાઓ. અર્થાત્ મારા મન, વચન, કાયા સંબંધી સર્વે પાપનું મિચ્છા મિ દુક્કડં.
– શબ્દજ્ઞાન :
નિસીહિ - સ્વાઘ્યાયાદિ સર્વે પ્રવૃત્તિ કે સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરીને નમો - નસ્કાર થાઓ
ગોયમાઈણું - ગૌતમ આદિને અણુજાણહ
ખમાસમણાણું - ક્ષમાશ્રમણોને મહામુણીણં - મહામુનિઓને જિöજ્જા - જ્યેષ્ઠ આર્યો
અનુજ્ઞા આપો