________________
૧૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
સંકોચીને રાખવા વડે (હું શયન કરવા ઇચ્છું છું)
પણ જો તે રીતે પગ રાખી ન શકું તો હું ભૂમિનું પ્રમાર્જન કરીને પછી પગને લાંબા કરીશ (તે અંગેની આપ મને અનુજ્ઞા આપો.)
(૩) સંકોઇઅ૰ (પદોથી સંથારાનો વિધિ આગળ કહે છે—)
જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીંચણ પૂંજીને સંકોચવા. – જો પડખું ફેરવવું હોય તો શરીરનું-ભૂમિનું પ્રમાર્જન કરી ફેરવવું. – જો કાય ચિંતાદિ માટે ઉઠવું પડે તો–
નિદ્રાનું નિવારણ કરવા માટે પહેલા દ્રવ્યાદિનો ઉપયોગ મૂકવો અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિચારણા કરવી.
તેમ છતાં જો નિદ્રા ન ઉડે તો - હાથ વડે નાકને પકડીને ઉચ્છવાસને રોકવો અને તેવી રીતે જ્યારે બરાબર નિદ્રા ઉડી જાય ત્યારે પ્રકાશવાળા અર્થાત્ કિંચિત્ ઉજાસવાળા દ્વાર સામે જોવું. (૪) જો મારા દેહનું આ રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, ઉપધિઉપકરણ અને દેહને-શરીરને મનથી, વચનથી અને કાયાથી અત્યારે વોસિરાવ્યા છે અર્થાત્ તેનો ત્યાગ કરેલ છે.
(૫) ચાર (પદાર્થો) મંગલ(રૂપ) છે (૧) અરિહંતો મંગલ (રૂપ) છે, (૩) સાધુઓ મંગલ (રૂપ) છે. (૬) ચાર (પદાર્થો) લોકમાં ઉત્તમ છે. (૧) અરિહંતો લોકોત્તમ છે. (૩) સાધુ લોકોત્તમ છે (૭) હું ચારના શરણને સ્વીકારું છું – (૧) હું અરિહંતોના શરણનો સ્વીકાર કરું છું. (૨) હું સિદ્ધોના શરણનો સ્વીકાર કરું છું. (૩) હું સાધુઓના શરણનો સ્વીકાર કરું છું.
(૪) હું કેવલિ ભગવંતે ભાખેલા ધર્મના શરણનો સ્વીકાર કરું છું. (* હવે અઢાર પાપસ્થાનકના નામ જણાવે છે—)
(૮,૯) (૧) પ્રાણાતિપાત - હિંસા, (૨) મૃષાવાદ-જૂઠ, (૩) અદત્તાદાન. ચોરી, (૪) મૈથુન - અબ્રહ્મ, (૫) પરિગ્રહ, (ધન વગેરેનો સંચય કરવો) (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (એ ચાર કષાયો) (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલા, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) પરપરિવાદ, (૧૭) માયા મૃષાવાદ, (૧૮) મિથ્યાત્વશલ્ય.
(* આ પાપસ્થાનકોનો ત્યાગ કરવાનું કારણ જણાવે છે–)
(તે આ પ્રમાણે~)
(૨) સિદ્ધો મંગલ (રૂપ) છે. (૪) કેવલિ પ્રરૂપિત ધર્મ મંગલ છે.
(૨) સિદ્ધો લોકોત્તમ છે (૪) કેવલિ પ્રરૂપિત ધર્મ લોકોત્તમ છે.