________________
સંથારા-પોરિસિ-સૂત્ર
૧૪
કલહં અભખાણ, પેસન્ન રઇ-અરઇ-સમાઉત્ત; પર-પરિવાય માયા-મોસ મિચ્છત્ત-સદ્ધ ચ. વોસિરિઝુ ઇમાઇ મુકુખ મગ્ન-સંસર્ગી-વિગ્ધભૂઆઇ; દુશ્મઈ-નિબંધણાઇ, અઠારસ પાવ-ઠાણાઇ. એગો હં નલ્થિ મે કોઈ, નાહમત્રસ્સ કસ્સઇ; એવું અદમણ-મણસો અખાણમણુ સાસઇ. એગો મે સાસઓ અપ્પા, નાણ-દંસણ-સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ-લકુખણા. સંજોગ-મૂલા જીવેણ, પત્તા દુઃખ-પરંપરા; તષ્ઠા સંજોગ-સંબંઘં, સવ્વ તિવિહેણ વોસિરિ.
અરિહંતો મહ દેવો, જાવજીવે સુસાહુણો ગુણો જિણ પન્નાં તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિય.
( આ ગાથા-૧૪મી ત્રણ વખત બોલવાની પરંપરા છે, ત્યારપછી શ્રાવકો સાત નવકાર ગણે – શ્રમણ માટે ત્રણ નવકાર ગણવાની સામાચારી પ્રવર્તે છે, ત્યારપછી નીચેની ત્રણ ગાથાઓ બોલે.)
ખમિઆ ખમાવિઆ મયિ ખમણ, સવ્વ જીવ-નિકાય; સિદ્ધહ સાખ આલોયણ, મુઝક વાર ન ભાવ. સવ્વ જીવા કમ્પ-વસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુઝ વિ તેહ ખમંત. જે જે મહેણ બદ્ધ, જે જે વાયાએ ભાસિકં પાવે; જે જે કાએ કર્ય, મિચ્છા મિ દુક્કડે તસ્સ. v સૂત્ર-અર્થ :
- (નિસીહિ) - સ્વાધ્યાય આદિ સર્વે પ્રવૃત્તિઓનો હવે હું નિષેધ કરું છું - નિષેધ કરું છું – નિષેધ કરું છું (અર્થાત્ બંધ કરું છું.)
– ક્ષમાશ્રમણ-ગૌતમ આદિ મહામુનિઓને મારા નમસ્કાર થાઓ. – હે જ્યેષ્ઠ આર્યો ! મને અનુજ્ઞા આપો.
(હવે સંથારા પોરિસના પદ્યનો અનુવાદ શરૂ થાય છે. તેથી ગાથા ક્રમાંક હવેના ‘સૂત્રાર્થથી આપેલો છે–).
(૧) ઉત્તમ એવા ગુણરૂપી રત્નોથી મંડિત-વિભૂષિત દેહવાળા હે પરમગુરુઓ ! (અર્થાત્ શ્રેષ્ઠ ધર્મગુરુઓ !) પ્રથમ પોરિસી સારી રીતે પરિપૂર્ણ થઈ છે. માટે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની (સંથારો કરવા માટેની-સૂવાની) મને અનુજ્ઞા આપો.
(૨) હે ભગવન્! મને સંથારાની અનુજ્ઞા આપો. (આ ગાથામાં સંથારો કઈ રીતે કરવો તેની વિધિ કહે છે–) હાથનું ઓશીકું કરવા વડે, ડાબે પડખે સૂઈને તથા કૂકડીની જેમ પગને