________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
તે જિનેન્દ્રો પ્રાતઃકાળમાં અમને શિવસુખ-મોક્ષને માટે થાઓ.
૨. જે કલંકથી રહિત છે, જેની પૂર્ણતા મૂકાતી નથી અર્થાત્ જે સંપૂર્ણ છે, કુતર્કવાદી અર્થાત્ અન્યદર્શનીરૂપ રાહુને ગળી જાય છે - ભક્ષણ કરી જાય છે, સદા ઉદય પામેલો રહે છે, જિનેશ્વર રૂપી ચંદ્રની વાણી સુધાથી બનેલો છે અને પંડિતો વડે નમસ્કાર કરાયેલો છે એવા આગમરૂપી અપૂર્વચંદ્રને હું પ્રાત:કાળે અર્થાત્ પ્રભાત સમયે નમસ્કાર કરું છું (નમસ્કાર કરવા વડે આગમની સ્તુતિ કરું છું.) 3.
શબ્દજ્ઞાન :વિશાલ - વિશાળ
લોચન - નેત્રરૂપી દલ - પત્રોવાળું
પ્રોદ્યમ્ - ઝળહળતું દંત - દાંત
અંશ - કિરણરૂપ કેસર - ડેસરા
પ્રાત: - પ્રાતકાળ-પ્રભાતમાં વીર - ભગવંત મહાવીર
જિનેન્દ્રસ્ય - જિનેશ્વરનું મુખપદ્મ - મુખરૂપી કમળ
પુનાતુ વ: - તમને પવિત્ર કરો ચેષાં - જે જિનેશ્વરનું
અભિષેકકર્મ - ખાત્ર ક્રિયા કૃત્વા - કરીને
મત્તા - ઉન્મત્ત થયેલા હર્ષભરાતુ - હર્ષના સમૂહથી
સુખ - સુખને સુરેન્દ્રા: - દેવોના ઇન્દ્રો
તુણમપિ - તૃણમાત્ર પણ ગણયક્તિ - ગણતા (ગણે છે)
ન એવ - નથી જ નાકં - સ્વર્ગસંબંધી
પ્રાતઃ - પ્રાતઃકાલે સવારે સંતુ - થાઓ
શિવાય - મોક્ષને માટે તે - તેઓ, તે
જિનેન્દ્રા - જિનેન્દ્રો, તીર્થકરો કલકનિર્મુકત - કલંકરહિત
અમુકૃત - ન મૂકનારને પૂર્ણત - પૂર્ણતાને
કુતર્કરાહુ - કુતર્કરૂપી રાહુને ગ્રસન - ગળી જનાર
સદોદય - સદા ઉદય પામેલા અપૂર્વચંદ્ર - અપૂર્વચંદ્રરૂપ
જિનચંદ્ર - જિનોમાં ચંદ્ર સમાન ભાષિત - આગમને, પ્રવચનને
દિનાગમે - પ્રભાતકાળે નૌમિ - નમું છું, આવું છું
બુધે: - પંડિતો વડે નમસ્કૃત - નમસ્કાર કરાયેલા (એવા)
1 વિવેચન :
આ સૂત્ર તેના આદ્યપદોથી “વિશાલ-લોચન” કે “વિશાલલોચન-દલ" નામથી ઓળખાય છે. તે પ્રભાત સમયે રાત્રિપ્રતિક્રમણમાં બોલવામાં આવે છે. છ આવશ્યક પુરા થયાના હર્ષોલ્લાસને વ્યક્ત કરવા માટે બોલાતી સ્તુતિ છે. તેમાં પ્રથમ સ્તુતિ ભગવંત મહાવીરની હોવાથી અને સ્તુતિમાં “વીર' એવું ભગવંતનું નામ હોવાથી તે “વીરસ્તુતિ' કહેવાય છે. વળી તે પ્રભાતકાળે બોલાતી હોવાથી "પ્રાભાતિક વીરસ્તુતિ" પણ કહેવાય છે.