________________
૧૮૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
– પોસહ સંબંધી પાઠ અને સામાયિક સંબંધી પાઠ - (સૂત્ર-૧૦ સામાઇય વયજુરો) બંનેની તુલના કરો. સામાયિક પારવા માટે બોલાતો વિધિપાઠ અને પોસહ પારવા માટે બોલાતો વિધિપાઠ બંને સંપૂર્ણ સામ્યતા ધરાવે છે. માત્ર અહીં “સામાયિક" શબ્દને સ્થાને “પોસઠ” શબ્દ પ્રયોજાયેલ છે, તે સિવાય કોઈ જ ફેરફાર આ પાઠોમાં જણાતો નથી.
(વિવેચન માટે સૂત્ર-૧૦ “સામાઇય વયજુરો” સામાયિક પારણ સૂત્ર ખાસ જોવું, પોસહ સંબંધી વિશેષ વિવેચન અહીં કરેલ છે)
૦ પોસહ વિધિએ લીધો, ઇત્યાદિ...
આ વાક્યોમાં “મિચ્છા મિ દુક્કડં'' એ મહત્ત્વનું પદ છે. (આ પદની વિસ્તૃત વ્યાખ્યા સૂત્ર-૫ ‘ઇરિયાવહી”ના વિવેચનમાં કરાયેલી જ છે. તે ખાસ જોવી. તદુપરાંત “
મિચ્છા મિ દુક્કડ' પદ સૂત્ર-૧૦, સૂત્ર-૨૬, સૂત્ર-૨૭, સૂત્ર-૩૦ થી ૩૪, સૂત્ર-૩૬ વગેરેમાં આવેલું જ છે. તેથી અહીં માત્ર આ પદનો સંબધ જ વિચારવાનો છે.).
– અહીં “મિચ્છા મિ દુક્કડં' પદ થકી પોસહવિધિ સંબંધી સ્કૂલનાની માફી માંગવામાં આવી છે. આ માફી ત્રિકરણ યોગે માંગેલ છે તેથી “મન, વચન, કાયાએ કરી' એવા શબ્દો મૂક્યા છે. અર્થાત્ સ્કૂલનાઓ માટે હું મનથી, વચનથી અને કાયાથી એ ત્રણે પ્રકારે માફી માંગુ છું.
– “પોસ' સાથે ત્રણ વાક્યો સૂત્રમાં મૂકાયા છે – (૧) વિધિએ લીધો, વિધિએ પાર્યો અને (૩) વિધિ કરતા જે કાંઈ અવિધિ હઓ હોય.
અહીં જે મન, વચન, કાયાથી પોતાના દુષ્કતો મિથ્યા થાઓ તેવો જે ભાવ રજૂ કયો છે, તે આ પૌષધ સંબંધી થયેલ અવિધિના સંદર્ભમાં છે. ભલે પૌષધ લીધો પણ વિધિપૂર્વક હોય અને પાર્યો પણ વિધિપૂર્વક હોય, છતાં લેતા-પારતા કે પાલન કરતા કંઈ અવિધિ થઈ હોય તેનું “
મિચ્છા મિ દુક્કડં' છે. ૦ વિધિએ લીધો અને વિધિએ પાર્યો એટલે શું ?
– પૌષધ લેવા માટે ઇરિયાવહીથી આરંભીને કરાતી પૌષધ પ્રતિજ્ઞા તથા સામાયિક ગ્રહણ આદિ સર્વે વિધિની પરિપાલના કરવી.
– પૌષધ દરમ્યાન પડિલેહણ, દેવવંદન, સક્ઝાય, ગુરુવંદન, જિનદર્શન, ગમણાગમણે આલોચના, પચ્ચક્ખાણ પારવું, પછીનું ચૈત્યવંદન ઇત્યાદિ જે કોઈ વિધિઓ પૌષધ વ્રતમાં કરવાની હોય તે સર્વેની યથા વિધિ, યથા સૂત્ર, બહુમાનપૂર્વક પરિપાલના કરવી જોઈએ.
– પૌષધ પારતી વખતે પણ પુનઃ આ પૌષધ વ્રત ગ્રહણ કરવાના ભાવપૂર્વક પારવાની નિયત વિધિનું પાલન કરવું જોઈએ.
એ રીતે “પોસડ વિધિએ લીધો, વિધિએ પાર્યો” વાક્યથી લેવા અને પારવાની સાથે સાથે પૌષધવ્રત દરમિયાનની સર્વે વિધિ પણ સૂત્રાનુસાર અને નિયત કરાયેલ વિધિપૂર્વક, સબહુમાન સર્વે ક્રિયાઓ અંતર્ભત જાણવી.