________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
૧૮૫ ૦ પોસહના અઢાર દોષમાંહિ :
જેમ સામાયિક પારતી વખતે સામાયિકના બત્રીશ દોષ સંબંધી “મિચ્છા મિ દુક્કડ” દેવામાં આવે છે. તેમ અહીં પોસહ સંબંધી અઢાર દોષોનું “મિચ્છા મિ દુક્કડં” આપવાનું કથન છે. તો આ અઢાર દોષ કયા કયા ?
(૧) પૌષધ ન કર્યો હોય તેમનું કે તેમણે લાવેલું પાણી વાપરે :
- પૌષધમાં દેશથી આહાર પૌષધ કર્યો હોય ત્યારે જેઓ પૌષધવત રૂપ વિરતિથી રહિત છે, તેવા બીજા શ્રાવક કે ગૃહસ્થના લાવેલા આહાર કે પાણી વાપરવા - ગ્રહણ કરવા તે પહેલો દોષ કહ્યો છે.
(૨) સ્વાદિષ્ટ આહાર જમવો :
- પૌષધમાં દેશથી આહાર પૌષધ કર્યો હોય તો એકાસણામાં સ-રસ એટલે કે પ્રણિત રસ પૂર્વકનો કે સ્વાદ પોષક એવો આહાર વાપરવો.
(૩) પારણાની ચિંતા કરવી :
પૌષધ કદાચ સર્વથી પણ કર્યો હોય એટલે ચોવીહારો ઉપવાસ પણ હોય કે દેશથી પણ કર્યો હોય પણ પૌષધ પૂર્ણ થયે પારણું ક્યારે કરીશ ? કેવું કરીશ? કઈ કઈ સામગ્રીઓ વાપરીશ ઇત્યાદિ ચિંતા પૌષધ વ્રત દરમિયાન કરે.
ઉપલક્ષણથી પૌષધના પૂર્વના દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી અને ઉત્તર પારણું અથવા અંતરવારણું કરવું તેનો પણ આ દોષમાં જ સમાવેશ થાય છે.
(૪) શરીર શોભા વધારવી :
પૌષધવ્રત અંગીકાર કર્યા પછી શરીર સત્કારનો સર્વથા ત્યાગ છે, પૂર્વે તો શરીર સત્કાર ત્યાગ નથીને એમ વિચારીને ઘેરથી શરીર શોભા કરીને જ પૌષધ લેવા આવે તેને પૌષધનો ચોથો દોષ કહ્યો છે.
(૫) વસ્ત્રો ધોવડાવવા :
પૌષધ વ્રત દરમિયાન તો વસ્ત્રો ધોઈ કે ધોવડાવી શકાતા નથી. તેથી હું પહેલાં જ ધોવડાવી દઉં, એમ વિચારી પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવે.
(૬) ઘરેણાં પહેરવા :
પૌષધ નિમિત્તે આભૂષણ-અલંકાર ઘડાવવો તેમજ પૌષધ વખતે અલંકારોને ધારણ કરવા, તે શરીર સત્કારાદિ દોષ રૂપ જ છે.
(૭) વસ્ત્રો રંગાવવા :પૌષધમાં વસ્ત્રો મેલા ન થાય કે નવા લાગે માટે રંગાવી તૈયાર કરવા. (૮) શરીરનો મેલ ઉતારવો :
પૌષધમાં શરીર સત્કારનો અને સ્નાનાદિકનો ત્યાગ હોય છે. ચોસઠ પહોરી પૌષધ કર્યા હોય, આઠ-આઠ દિવસમાં તો ઘણો મેલનો થર જામી જવાનો. તેથી બેઠા બેઠા શરીરનો મેલ ઉતારે તે પૌષધનો આઠમો દોષ કહ્યો છે.
(૯) કસમયે સુવું :પૌષધ દરમિયાન દિવસના સૂઈ રહે કે નિદ્રા લે, રાત્રે પણ સંથારાપોરિસિ