________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
નિર્ભય અને ધર્મધ્યાનમાં સ્થિર જોઈને તેમજ તેને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષુભિત અને વિપરિણામિત ન કરી શકવાથી ઉત્તમ દિવ્ય દેવ રૂપ પ્રગટ કર્યું, કામદેવ શ્રાવકની વ્રતની દૃઢતાની પ્રશંસા કરી, ક્ષમાયાચના કરી અને પાછો ગયો, ત્યાર પછી કામદેવે પ્રતિમા પારી.
તે કાળે શ્રમણ ભગવંત મહાવીર ચંપા નગરી બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં જ વિચરતા હતા. તેથી કામદેવ તેમની પર્યાપાસના કરવા ગયો. પછી ભગવંતે સ્વમુખે કામદેવને થયેલા ભયંકર ઉપસર્ગ અને કામદેવની વ્રત દૃઢતાની પ્રશંસા કરી. શ્રમણશ્રમણીઓને પણ સંબોધન કરતા કહ્યું કે, જો શ્રમણોપાસક ગૃહસ્થ પણ ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે છે, ખમે છે, તિતિક્ષા સહિત અધ્યાસિત કરે છે. તો હે આર્યો ! શ્રમણ નિર્રન્થોએ તો અવશ્ય આવા ઉપસર્ગોને ખમવા અને સહન કરવા જોઈએ.
जास पसंसइ भयवं दढव्वयत्तं महावीरो જેમના ઢવ્રતપણાની પ્રશંસા સ્વયં ભગવંત મહાવીરે કરેલી છે.
-
જેમનાં, આ પદનો સંબંધ ‘દઢન્વયનં' સાથે છે.
૧૮૩
૦ નાસ
૦ વસંતરૂ - પ્રશંસે છે, પ્રશંસા કરે છે.
દર્શનાચારના આઠ ભેદો કહ્યા છે તેમાંનો પાંચમો આચાર છે ‘ઉપબૃહણા’ ઉપબૃહણાનો અર્થ છે “ધર્મપ્રશંસા''. કોઈએ જૈનશાસનને વિશે મોટો ઉદ્યોત્ કર્યો હોય કે સ્વયં દૃઢતા અને નિશ્ચલતાપૂર્વક ધર્મારાધના કરી હોય, સમ્યક્ત્વને શોભાવ્યું હોય ઇત્યાદિ તેમના વિશિષ્ટ ગુણોની ગુરુજનો દ્વારા થતી ‘‘પ્રશંસા’' તે આત્માના ભાવોની વૃદ્ધિ કરે છે તેમજ અન્યજનોને પણ પ્રેરણાદાયી બને છે.
અહીં ભગવંત મહાવીરે સમોસરણમાં કામદેવ આદિની જે પ્રશંસા કરી તેને આશ્રીને સૂત્રકારશ્રીએ શબ્દ મૂક્યો છે – ‘પસંસદૃ’’ પ્રશંસે છે. ૦ મવું - ભગવંત. આ પદનો સંબંધ ‘મહાવીર’ સાથે છે. ० महावी શ્રમણ ભગવંત મહાવીર, આપણા આ ભરતક્ષેત્રની આ ચોવીસીના છેલ્લા તીર્થંકર પરમાત્મા.
આ રીતે બે ગાથાનું વિવેચન કર્યુ - જેમાં પહેલી ગાથામાં ‘પૌષધ પ્રતિમાનું પાલન'' એ મુખ્ય વાત હતી અને બીજી ગાથામાં ભગવંતે જેમના ‘દૃઢ વ્રતપણાની પ્રશંસા'' કરી એ મુખ્ય વાત હતી. પૌષધ પારતી વખતે પ્રથમ ગાથાના સ્મરણ દ્વારા ‘પૌષધ કેવી દૃઢતાથી કરવો જોઈએ ?'' તેની પ્રેરણા મળે છે અને બીજી ગાથા દ્વારા “વ્રતપાલનની દૃઢતા ગુરુજનો પણ પ્રશંસે છે' તે કથનથી ધર્મ ભાવોની વૃદ્ધિ માટેનું ચાલકબળ જણાવ્યું છે.
૦ હવે સૂત્રમાં કહેવાયેલ ગુજરાતી ગદ્ય-પાઠનું વિવેચન કરીએ
છીએ–
-