________________
૧૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ શ્રમણોપાસકનું નામ ઉપાસકદસા નામક સાતમાં આગમ સૂત્રમાં બીજા અધ્યયનમાં વિસ્તૃત કથા સહિત અંકિત થયેલું છે.
ચંપા નામક નગરીમાં કામદેવ નામે ગાથાપતિ થયો. તે અત્યંત સંપત્તિવાનું અને ઋદ્ધિસંપન્ન હતો. અઢાર કરોડ સુવર્ણમુદ્રાઓ અને સાઈઠ હજાર ગાયો આદિ સંપત્તિનો માલિક હતો. અનેક નગરજનો અને રાજા, મંત્રી આદિનો સન્માનનીય પુરુષ હતો. સ્વપરિવારમાં સ્તંભ સમાન હતો.
કોઈ વખતે શ્રમણ ભગવંત મહાવીર ચંપા નગરીએ સમોસર્યા. કામદેવ ગાથાપતિ પણ આ સમાચાર સાંભળી આનંદ શ્રાવકની જેમ ઋદ્ધિ સહિત ભગવંતના દર્શન, વંદન અને ધર્મશ્રવણાર્થે ગયો. ભગવંતની દેશના સાંભળી કામદેવે પણ આનંદ શ્રાવકની માફક વિસ્તારથી શ્રાવકના બાર વ્રતોને સમ્યક્ત્વ સહિત
સ્વીકાર્યા અને તેનું નિરતિચાર પાલન કરવા લાગ્યો. આ રીતે ચૌદ વર્ષ પર્યન્ત શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યા બાદ જ્યેષ્ઠ પુત્રને સર્વ ભાર ભળાવી પૌષધશાળામાં જઈને, એકાકી થઈ અદ્વિતીયપણે ઉપાસના રત થયો.
કોઈ વખતે પૌષધશાળામાં દૃઢપણે પૌષધ પ્રતિમાને વહન કરી રહેલા કામદેવ શ્રાવક પાસે મધ્યરાત્રિએ એક માયાવી મિથ્યાદૃષ્ટિ દેવ પ્રગટ થયો. તેણે ભયંકર, વિકરાળ, જોતાં જ થથરી જવાય તેવા પિશાચનું રૂપ ધારણ કર્યું. (જેના સ્વરૂપનું અતિ વિસ્તૃત વર્ણન ઉપાસકદશા આગમસૂત્રથી જાણવું) તે દેવે અત્યંત કુદ્ધ અને રુષ્ટ થઈને કામદેવ શ્રમણોપાસકને તેના વ્રત-પ્રત્યાખ્યાન આદિનો ભંગ કરવાનું કહ્યું. જો કામદેવ શ્રાવક તેની આજ્ઞાને વશ ન થાય તો મારી નાંખવાની ધમકી આપી. ટુકડે ટુકડા કરી નાંખીશ તેમ કહ્યું. તો પણ તે કામદેવ પોતાના વ્રતમાં દૃઢ રહ્યો, લેશ માત્ર ચલિત ન થયો.
તેને પૌષધવ્રતમાં નિશ્ચલ જાણી, તે પિશાચ રૂ૫ દેવે પોતાનું સ્વરૂપ વધુ વિકરાળ બનાવી, તીક્ષ્ણ ધારવાળી તલવાર બતાવી કામદેવના ટુકડે ટુકડા કરી નાંખવાની બીજી અને ત્રીજી વખત પણ ધમકી આપી. તો પણ કામદેવને નિશ્ચલ જાણી તેની પૌષધાદિ વ્રતની દૃઢતાને ખતમ કરવા માટે કામદેવના શરીરના ટુકડા કર્યા. પછી પિશાચ રૂપનો ત્યાગ કરીને હાથીનું રૂપ વિકુ. હાથી રૂપે સૂંઢથી ઉચકીને કામદેવ શ્રાવકને ફંગોળ્યો, દંતશૂળ વડે પ્રહાર કર્યો તો પણ કામદેવ શુભિત ન થયો, ભયભીત કે ત્રસ્ત ન થતાં નિશ્ચલ રહ્યો.
- ત્યાર પછી તે દેવે હાથીનું રૂપ છોડીને સર્પનું રૂપ ધારણ કર્યું જે મહાકાય, કાજળ જેવો કાળો, મોટી ફણા અને લાલ ચમકતી આંખોવાળો, દુર્દાત અને રોષથી ભરેલો હતો. તે સર્વે કામદેવ શ્રાવકના શરીરને વીંટી દીધું, દાઢો વડે ડંખ માર્યા, અનેક પ્રકારે વિડંબણા પહોંચાડી, તો પણ કામદેવ શ્રાવક નિર્ભય અને સ્થિર રહ્યો, પૌષધ પ્રતિમાંથી લગીર પણ ચલિત ન થયો. તેણે તે તીવ્ર, વિપુલ, અત્યધિક કર્કશ, પ્રગાઢ, અતિ તીવ્ર, પ્રચંડ, દુઃખદાયક અને દુસ્સહ વેદનાને શાંતિથી સહન કરી, ક્ષમા અને તિતિક્ષા પૂર્વક અધ્યાસિત કરી, ત્યારે તે માયાવી દેવે કામદેવને