________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
૧૮૧
સાણંદ - આનંદ, આનંદ શ્રાવક.
ભગવંત મહાવીરના એક લાખ અને ઓગણસાઈઠ હજાર શ્રાવકો હતા. તેમાંના દશ શ્રાવકો-શ્રમણોપાસકની કથા “ઉપાસક દશાંગ" નામના સાતમા આગમ સૂત્રમાં આવે છે. તેમાં પહેલા ઉપાસક તે આ આનંદ શ્રાવક. તેઓ દઢ વ્રતપાલનના કારણે આગમ શાસ્ત્રોના પાને અંકિત થયા હતા.
વાણિજ્યગ્રામ નામે નગર હતું. ત્યાં આનંદ નામે ગાથાપતિ રહેતો હતો. તે અત્યંત ધનિક હતો. ૧૨ કરોડ સુવર્ણનો માલિક હતો અને ૪૦,૦૦૦ ગાયો તેની પાસે હતી. અનેક લોકો અને રાજા, મંત્રી આદિનો માન્ય હતો.
કોઈ વખતે ભગવંત મહાવીર વાણિજ્યગ્રામનગર નજીકના દૂતિપલાશ. ચૈત્યમાં પધાર્યા. આનંદ ગાથાપતિ પણ બધાંની સાથે ભગવંતના દર્શન વંદન અને ધર્મ શ્રવણ અર્થે નીકળ્યો. ભગવંતની ધર્મ દેશના શ્રવણ કર્યા બાદ આનંદ ગાથાપતિએ બાર પ્રકારનો શ્રાવક ધર્મ દેઢ શ્રદ્ધાથી અને વિધિપૂર્વક સ્વીકાર કર્યો - અંગીકાર કર્યો.
(* આનંદ ગાથાપતિએ સ્વીકારેલ વ્રતોનું વર્ણન ઘણું જ વિસ્તારથી અને સુંદર રીતે ઉપાસકદસા આગમમાં વર્ણવાયેલ છે.)
સમ્યક્ત્વ યુક્ત બાર વ્રતોને અંગીકાર કર્યા પછી આનંદ શ્રાવકે તે વ્રતોનું નિરતિચાર પરિપાલન કર્યું. તેની પત્ની શિવાનંદાને પણ બોધ પમાડીને શ્રમણ ભગવંત મહાવીર પાસે બાર વ્રત અંગીકાર કરાવ્યા. એ રીતે આનંદ શ્રાવકને દૃઢતાથી વ્રત પરિપાલન કરતા ચૌદ વર્ષ પસાર થયા. પછી સમગ્ર પરિવાર અને નગરના અગ્રણીઓની મધ્યે પોતાના પુત્રને સર્વ કાર્યભાર સોંપીને પૌષધશાળામાં જઈને રહ્યા. ત્યાં તેણે શ્રાવકની અગિયાર પડિમાનું યથા વિધિ, યથા સૂત્ર સમ્યક્ પ્રકારે પાલન કર્યું, આરાધન કર્યું.
છેલ્લે જ્યારે આનંદ શ્રાવકનું શરીર શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિપિંજર માત્ર થઈ ગયું, તેના શરીરની નાડીઓ દેખાવા લાગી ત્યારે ભોજન-પાનનું પ્રત્યાખ્યાન કરી અનશન અંગીકાર કર્યું, તેના પ્રભાવે તેને વિપુલ એવું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવંત મહાવીરે પણ તેની શ્રાવકધર્મ સાધનાની પ્રશંસા કરી. વીશ વર્ષનો શ્રમણોપાસક પર્યાય પાલન કરીને છેલ્લે એક માસનું અનશન અને સંલેખના કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિમાં લીન બની તે મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ સૌધર્મ કલ્પમાં સૌધર્માવલંસક મહાવિમાનમાં ઇશાન ખૂણામાં સ્થિત અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમનું આયુ પૂર્ણ કરીને મહાવિદેહે ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષે જશે.
• વાઘેલા ૨ - અને “કામદેવ" શ્રાવક
(પૌષધ વ્રતની દૃઢતા અને ભગવંતે કરેલી પ્રશંસા એ બંને બાબતોને આવરી લેતું - પ્રસ્તુત કરતું એવું આ કથાનક છે.)
ભગવંત મહાવીરના દશ મહાન્ ઉપાસકોમાં ખ્યાતિ પામેલ એવા આ કામદેવ