________________
૧૮૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ ગયો. બધું જ તેલ ઢોળાઈ ગયું. છતાં સુલતાને જરા પણ ગ્લાનિ ન થઈ, ગ્લાનિ રહિત એવી તેણી ફરી બીજી તેલની કૂપક લેવા ઘરમાં ગઈ, તેની પાસે હજી બીજા બે શીશા હતા. નિર્ચન્થની અપૂર્વ ભક્તિનો અવસર તેણી જવા દેવા માંગતી ન હતી, પરંતુ બીજી તેલની કૂપક લાવી, તે પણ ભાંગી ગઈ અને બધું જ તેલ ઢોળાઈ ગયું. બે લાખ સુવર્ણમુદ્રાનું તેલ નાશ પામ્યું, તો પણ નિર્ગસ્થ મુનિની ભક્તિ રૂપ દઢ શ્રદ્ધાયુક્ત તેલની ત્રીજી કૂપક લેવા તેણી ઘરમાં ગઈ સાધુને વહોરાવવાના ભક્તિપૂર્વક ત્રીજી કૂપક લાવી તે પણ પડીને ભાગી ગઈ.
આ રીતે પોતાના પુત્રની પ્રાપ્તિ અર્થે તૈયાર કરાયેલ અને ત્રણ લાખ સુવર્ણ મુદ્રાથી પકાવાયેલ બધું જ તેલ ઢોળાઈને વ્યર્થ ગયું. ત્યારે પણ સુલતાને આવું મહામૂલ્ય તેલ ઢોળાઈ જવાની કિંચિત્ પણ ગ્લાનિ ન થઈ, પરંતુ સાધુ ભગવંતને ખપ હતો, તેવી વસ્તુ ઘરમાં હોવા છતાં આપી ન શકી તે વાતે તેણી અત્યંત વ્યથિત થઈ ગઈ. તેણીની આંખમાં દુઃખ અને શોકથી અશ્રુ આવી ગયાં કે અરેરે! આજે હું ગ્લાન સાધુના લાભથી વંચિત રહી. ત્યારે દેવે મૂળ સ્વરૂપ પ્રગટ કરી સુલસાના સમ્યકત્વ વ્રતની દઢતાની પ્રશંસા કરી અને બત્રીશ ગુટિકા આપી, જે ક્રમે ક્રમે ખાવાથી બત્રીશ પુત્રોને જન્મ આપી શકે.
૦ સુલતાની જિનપ્રણિત ધર્મમાં શ્રદ્ધા –
સુલતાના સમ્યક્ત્વની કસોટી કરવા આવેલા દેવે જ્યારે તેણીના દૃઢ સમ્યક્ત્વ વ્રતથી પ્રભાવિત થઈ તેણીને બત્રીશ ગુટિકા આપી ત્યારે ક્રમે-ક્રમે એકએક ગુટિકા ખાવા કહેલું. પરંતુ સુલતાને મનમાં એવો વિચાર આવ્યો કે હું કેટલો કાળ આવું અશુચિ મર્દનાદિ કરીશ? તેના કરતાં બત્રીશ ગુટિકા એક સાથે લઈ લઉં તો સર્વ ગુણસંપન્ન એવો બત્રીસ લક્ષણા એક સુંદર પુત્રને જન્મ આપું. એમ વિચારી તે બત્રીશ ગુટિકા એક સાથે ખાઈ ગઈ, દેવયોગે તેણીના ગર્ભમાં એક સાથે બત્રીશ પુત્રો ઉત્પન્ન થયા. તેણીને ગર્ભની અસહ્ય પીડા થવા લાગી, ત્યારે દેવે આવીને તે પીડાનું નિવારણ તો કર્યું, પણ કહ્યું કે તારા આ બધાં પુત્રો સમાન આયુષ્યવાળા થશે અને એક સાથે મરણ પામશે.
પ્રસવ કાળે તેણીને બત્રીશ પુત્રો જખ્યા. શ્રેણિકની સદશ વયવાળા આ બધાં પુત્રો મોટા થયા. દેવદત્તા પુત્રો રૂપે ખ્યાતિ પામ્યા. બધાં એકબીજાથી અવિરહિતપણે રહેવા લાગ્યા. શ્રેણિક રાજાના સુભટો બન્યા. જ્યારે શ્રેણિક રાજા ચલ્લણાને ભગાડીને વૈશાલીથી આવતા હતા, ત્યારે આ બત્રીશે ભાઈઓ એક સાથે મૃત્યુ પામ્યા. તે જાણી રાજા શ્રેણિક અત્યંત વ્યથિત થઈ ગયા. આવા સમયે પણ સુલસા શ્રાવિકાએ વૈર્ય ન ગુમાવ્યું. અશુભ કર્મનો વિપાક એમ વિચારી જિનપ્રણિત ધર્મમાં દઢ શ્રદ્ધાવાન્ એવા તેણી સમ્યક્ત્વ વ્રતમાં નિશ્ચલ રહ્યા. તેથી જ ભગવંતે તેણીના દૃઢ વ્રતપણાને પ્રશંસ્યુ છે.
દઢ સમ્યક્ત્વધારી સુલસા શ્રાવિકા મૃત્યુ પામી દેવલોકે ગયા. ત્યાંથી ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં તીર્થકર થઈને મોક્ષે જશે.