________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
૧૭૯ વ્રતમાં નિશ્ચલ રહી, પણ બ્રહ્માના દર્શને ન ગઈ. બીજે દિવસે અંબડે વિષ્ણુનું રૂપ વિકવ્યું, એ જ રીતે ત્રીજે દિવસે અંબડે મહેશનું રૂપ વિકુવ્યું. રાજગૃહીના અનેક લોકો તેનાથી પ્રભાવિત થઈને દર્શનાર્થે ગયા ન ગઈ એક સુલસીશ્રાવિકા, સુલતા તો અરિહંત દેવ પરત્વેની દૃઢ શ્રદ્ધાવાનું શ્રાવિકા હતી. તેથી તેણી અહંદુભક્તિમાં જ મગ્ન રહી.
છેવટે અંબડે તીર્થંકરનું રૂપ ધારણ કર્યું. સમોસરણ આદિ ઋદ્ધિનું યત્ કિંચિત્ પ્રદર્શન કર્યું. તો પણ સુલસા શ્રાવિકાને તેની કોઈ અસર ન થઈ. તેણીએ વિચાર્યું કે ભગવંત મહાવીર ભરત ક્ષેત્રની આ ચોવીસીના અંતિમ તીર્થકર છે, તેના સિવાય બીજા કોઈ તીર્થંકર હોઈ ન શકે, માટે નક્કી આ કોઈ માયાવી છે અને જો શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા હોય તો મારી રોમરાજી વિકસ્વર થયા વિના રહે નહીં, માટે તેણી ત્યાં ગઈ નહીં.
આ રીતે સુલસા શ્રાવિકાની સમ્યકત્વ વ્રતમાં દૃઢતા જાણી અંબઇ ઘણો પ્રસન્ન થયો, પોતાના મૂળ રૂપે સુલસા શ્રાવિકાને ઘેર ગયો. શ્રમણ ભગવંત મહાવીરે કહેલ ધર્મલાભ સંદેશ તેણીને આપ્યો. તેથી હર્ષિત થયેલી સુલસા શ્રાવિકા પોતાના સમ્યક્ત્વમાં સવિશેષ દઢ બન્યા.
૦ નિગ્રન્થ ગુરુ પરત્વે સુલસાની દૃઢ ભક્તિ
કોઈ વખતે નાગ સારથીએ સુલતાને કહ્યું કે તું પુત્રના વિષયમાં કેમ કંઈ પ્રયત્ન કરતી નથી ? સુલતાએ કહ્યું કે, આપણા તેવા શુભ કર્મો હશે તો અવશ્ય સંતાન થશે. તો પણ નાગસારથીએ કોઈ વૈદ્યના કહેવાથી ત્રણ લાખ સુવર્ણની મુદ્રા ખર્ચીને લક્ષપાક તેલની ત્રણ કૂપક તૈયારી કરાવી શીશા ભર્યા.
કોઈ વખતે ઇન્દ્ર દેવાર્ષદામાં સુલતાના સમ્યકત્વ વ્રતની દૃઢતા અને નિશ્ચલતાની પ્રશંસા કરી કે મેરૂ પર્વત કદાચ ચલાયમાન થાય, પણ નાગસારથીની પત્ની સુલસા શ્રાવિકાને કોઈ દેવ પણ ચલિત કરવા સમર્થ નથી. તે સાંભળીને કોઈ દેવે સુંદર શરીરવાળા સાધુનું (કોઈ કહે છે બે સાધુઓનું) રૂપ ધારણ કર્યું. સુલતાને ત્યાં ધર્મલાભ આપી, તેના ગૃહ પ્રવેશ કર્યો. સુલતાએ નિર્ગસ્થ મુનિના આગમનને જાણીને ઉભા થઈને વંદના કરીને પૂછયું કે હે ભગવંત ! આપના આગમનનું પ્રયોજન જણાવો અર્થાત્ આપને જે ખપ હોય તે કહો
તે વખતે તે નિર્ગસ્થ મુનિએ જણાવ્યું કે, અમારા ગચ્છના કેટલાંક બીમાર સાધુઓ માટે લક્ષપાક તેલની આવશ્યકતા છે, જો તેનો યોગ હોય તો અમારે તેનો ખપ છે. લાખ લાખ સુવર્ણ મુદ્રાથી તૈયાર થયેલ અને પુત્ર પ્રાપ્તિના ઉપાય રૂપે વૈદ્યના કહેવાથી તૈયાર થયેલ એવું તેલ હોવા છતાં નિર્ગસ્થ પરત્વેની દૃઢ ભક્તિથી સુલતા આ યાચના સાંભળી અત્યંત હર્ષિત થઈ, તેલ લેવાને ઘરમાં ગઈ. જતાજતા નિર્ગસ્થ મુનિને કહ્યું કે, હું આપને હમણાં જ આ તેલ વહોરાવું , મારા માટે જ આ તેલ તૈયાર થયેલ છે, તેથી પ્રાસુક અને નિર્દોષ છે, આપને કલ્પે તેવું જ છે. પરંતુ હજી તેણી તેલ લઈને બહાર આવી ત્યાં તેલની કૂપક (શીશો) પડીને ભાંગી