________________
૧૭૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
પણ ડગ્યા નહીં તે.
આ રીતે પહેલી ગાથામાં પૌષધ પ્રતિમાને અખંડિતપણે પાલન કરનારને ધન્યવાદ આપ્યા પછી હવે બીજી ગાથામાં દૃઢવ્રતધારી એવા શ્રાવક-શ્રાવિકાની પ્રશંસા ભગવંત મહાવીરે કરી તેના ત્રણ દૃષ્ટાંતો આપેલા છે
• થx સનાળા (તઓ) ધન્ય છે, ગ્લાધનીય છે - પ્રશંસનીય છે.
– આ પદો દઢ વ્રતને ધારણ કરનારાને માટે વપરાયા છે. દૃઢ વ્રતને ધારણ કરનારાઓ ધન્ય છે - ધન્યવાદને પાત્ર છે તથા આવા વ્રતધારીઓ ખરેખર પ્રશંસનીય છે - વખાણવા યોગ્ય છે.
• મુનીસા - સુલસા, ભગવંત મહાવીરની પરમ શ્રાવિકા.
ભગવંત મહાવીરના ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓમાં સુલસા (અને રેવતી) મુખ્ય શ્રાવિકા હતા. આ શ્રાવિકા આવતી ચોવીસીમાં સોળમાં તીર્થકર રૂપે ભરત ક્ષેત્રમાં જન્મ લેશે. ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી તીર્થકર સિદ્ધ થશે. (ઠાણાંગ સૂત્ર-૮૭૦ અને સમવાયાંગ સૂત્ર-૩૫૭, ૩૬૨માં આ ઉલ્લેખ છે.)
હવે આચારાંગ ચૂર્ણિ, ઠાણાંગ વૃત્તિ, પન્નવણાવૃત્તિ, નિશીથભાષ્યની ચૂર્ણિ, વ્યવહારભાષ્ય વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ અને ચૂર્ણિ તેમજ દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ તથા ગ્રંથોને આધારે સુલસા શ્રાવિકાની દૃઢઘર્મીતા અહીં રજૂ કરેલ છે.
રાજગૃહી નગરીના નાગસારથીની પત્ની સુલસા સમ્યકૃત્વમાં અતિ દેઢ હતી. તેથી અરિહંત દેવ, નિર્ચન્થ ગુરુ અને જિનપ્રણિત ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવતી હતી. તેની શ્રદ્ધાની કસોટીમાં તેણી દૃઢતાથી પાર પામી હતી. તેણીની દેવ-ગુરુ ધર્મની શ્રદ્ધાનો એક-એક પ્રસંગ અત્રે રજૂ કરેલ છે–
૦ અરિહંત દેવ પરત્વેની સુલસાની દૃઢ શ્રદ્ધા :
અંબઇ નામનો એક પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરના દર્શન કરીને રાજગૃહી તરફ જવાને નીકળેલો. તે વખતે ભાવિ લાભનું કારણ જાણીને અંબઇને શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું કે, હે અંબઇ જો તમે રાજગૃહી નગરીએ જતા હો તો ત્યાં રહેલા સુલસા શ્રાવિકાને મારો ધર્મલાભ સંદેશ આપશો. આ સાંભળીને અંબSને વિચાર આવ્યો કે રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિક છે, જે ભગવંતના પરમભક્ત છે, અભયકુમાર પણ અત્યંત ધર્મી જીવ છે, બીજા પણ અનેક શ્રદ્ધાળુ જન છે, છતાં ભગવંત મહાવીરે સુલસા શ્રાવિકાને જ ધર્મલાભ કહેવડાવ્યો, તેથી તેણી દૃઢ સમ્યકત્વ વ્રતધારી હોવી જોઈએ તેમ જણાય છે. માટે તેની કસોટી કરવી.
આ પ્રમાણે વિચારી અબડે રાજગૃહી નગરી જઈને વિવિધ રૂપો વિફર્વી સુલતાના સમ્યક્ત્વની કસોટી કરી. (ગ્રંથકારો અહીં જણાવે છે કે–) અંબડે પહેલા બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને નગરના પૂર્વ દરવાજે બ્રહ્મા જેવી અદ્ધિ વિફર્વી ત્યાં
સ્થાન ગ્રહણ કર્યું. હજારો નર-નારી રાજગૃહીથી નીકળી તેનાં દર્શન કરવાને પહોંચ્યા, પણ સુલસા શ્રાવિકાને તે વાતનું લેશમાત્ર કુતૂહલ ન થયું. તે પોતાના