________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
૧૭૭ “પૌષધપ્રતિમા” એક ભેદ છે. આ અગિયાર પ્રતિમાં આ પ્રમાણે છે
(૧) પ્રતિમા પહેલી – શંકા, કાંસાદિ પાંચે અતિચાર રહિત સમ્યકત્વ નામક પહેલી પ્રતિમા એક માસ પર્યત ધારણ કરવી.
(૨) પ્રતિમા બીજી - પહેલી પ્રતિમા સહિત બાર વ્રતના પાલનરૂપ બીજી પ્રતિમાને બે માસ સુધી ધારણ કરવી.
(3) પ્રતિમા ત્રીજી - પહેલી બંને પ્રતિમા સહિત સામાયિક નામની ત્રીજી પ્રતિમાને ત્રણ માસ સુધી ધારણ કરવી.
(૪) પ્રતિમા ચોથી - પૂર્વોક્ત ત્રણે પ્રતિમાના પાલન સહ ચાર માસ પર્યન્ત આઠમ, ચૌદમ, પૂનમ અને અમાસે પૌષધ કરવા રૂપ ચોથી પૌષધ પ્રતિમા વડેવી.
(૫) પ્રતિમા પાંચમી - ઉપરોક્ત પૌષધ પ્રતિમા ધારણ કરવાની સાથેસાથે પર્વદિનોમાં રાત્રિના ચારે પ્રહર કાયોત્સર્ગ રહી, પાંચ માસ પર્યન્ત પાંચમી પ્રતિમા વહન કરવી.
(૬) પ્રતિમા છઠી – છ માસ પર્યન્ત અતિચાર દોષ રહિત બ્રહ્મચર્યનું પાલન કરવા રૂપ છઠી પ્રતિમા વહન કરવી.
(૭) પ્રતિમા સાતમી - સચિત્તનું વર્જન કરવા રૂપ સાતમી પ્રતિમાને સાત માસ પર્યન્ત વહન કરવી.
(૮) આઠમી પ્રતિમા :- આઠ માસ પર્યન્ત સ્વયં સમગ્ર આરંભ ન કરવા રૂપ આઠમી આરંભ ત્યાગ રૂપ પ્રતિમા ધારણ કરવી.
(૯) નવમી પ્રતિમા - નવ માસ પર્યન્ત સ્વયં તો સર્વ આરંભ ન જ કરે, પણ સેવક આદિ દ્વારા પણ કંઈ આરંભ ન કરાવે.
(૧૦) દશમી પ્રતિમા :- પોતા નિમિત્તે તૈયાર થયેલ ભોજન ન કરવા રૂપ દશમી પ્રતિમાને દશ માસ સુધી ધારણ કરે.
(૧૧) અગિયારમી પ્રતિમા :- આ પ્રતિમાની વિધિ આ પ્રમાણે છે– અસ્ત્રાથી મુંડન કરાવવું કે લોચ કરાવીને સાધુ માફક વિચરવું. – “પ્રતિમા પ્રપન્નસ્ય શ્રાવકસ્ય ભિક્ષાં દેહિ” એમ કહી ભિક્ષા માંગે. - આ રીતે અગિયારમી પ્રતિમા અગિયાર માસ સુધી વહન કરવી.
૦ આ અગિયારે પ્રતિમાના પાલનમાં પૂર્વ-પૂર્વની પ્રતિમાઓનું પાલન સાથે સાથે કરવું, તેમજ સર્વે પ્રતિમાનું પાલન નિરતિચારપણે કરવું.
૦ ઉપરોક્ત અગિયાર પ્રતિમામાં ચોથી અને પાંચમી પ્રતિમા પૌષધવત'ને આશ્રીને કહેવાયેલી છે. પછીની પ્રતિમામાં તો તેનો સમાવેશ થાય જ.
• ૩રર્વારિક ગતેિ વિ - જીવનના અંત પર્યન્ત (આ પૌષધ પ્રતિમા) અખંડિત રહી અર્થાત્ ખંડિત ન થઈ.
૦ સ્ક્વડન - અખંડિત રહી, ખંડિત ન થઈ. જે (પ્રતિજ્ઞા) ખંડિત નથી થઈ તેને “અખંડિતા" કહે છે.
૦ નીવિત - જીવનના અંત પર્યન્ત, મરણાંત કષ્ટ આવે છતે લગીર માત્ર [4|12|