________________
૧૭૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ તે દાસીએ બીજા પ્રહરે પણ તેલ પૂર્ય, મધ્યરાત્રિએ ફરી તેલ પૂર્ય અને દીવો પ્રજ્વલિત રાખ્યો, ત્રીજા પ્રહરે પણ તેલ પૂર્યું એમ કરતા આખી રાત્રિપર્યત તે દીવાને દાસીએ જલતો રાખ્યો.
રાજાએ તો અભિગ્રહ કરેલો હતો, તેથી આખી રાત્રિ કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહ્યા પણ પ્રતિમા પારી નહીં. સવાર થયું, ત્યાં સુધીમાં તેના બંને પગો લોહીથી ભરાઈ ગયા. શરીર સુકુમાલ હોવાથી તે વેદના સહન ન કરી શક્યા. વેદનાથી અભિભૂત થઈને તેઓ ઢળી પડ્યા, મૃત્યુ પામ્યા, દેવલોકે ગયા.
• સુવંસનો - સુદર્શન શ્રેષ્ઠી - પૌષધવ્રતની દઢતાનું દૃષ્ટાંત છે.
| ( આ દૃષ્ટાંત સૂત્ર-પર “પોસહ પ્રતિજ્ઞા” સૂત્રમાં “બંભર્ચર-પોસહ”ના વિવેચનમાં આપેલું છે, ત્યાં જોવું)
- ઘન્નો - આ શબ્દનો અર્થ “ધન્ય છે" એ પ્રમાણે કરીએ તો - સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસ અને સુદર્શનને ધન્ય છે. કેમકે તેઓની “પૌષધ પ્રતિજ્ઞા" જીવનના અંતઃપર્યન્ત અખંડિત રહી હતી.
– આ શબ્દનો અર્થ “ધન નામનો શ્રાવક પણ થઈ શકે છે. (પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થમાં “ધન્નો' પદનો અર્થ “ધન-શ્રાવક' કર્યો છે.) ધન-ધનેશ્વર નામથી શ્રાદ્ધવિધિમાં એક કથા છે, જે કથા પૌષધવતની દઢતા અનુસંધાને છે.
ધન્યપુરમાં ધનેશ્વર નામે એક શેઠ હતો. તે પરમ શ્રાવક હતો. તેને ધનશ્રી નામે પત્ની હતી, ધનસાર નામે પુત્ર હતો. કુટુંબ સહિત તે દર પખવાડિયે વિશેષ આરંભ વર્જવા વગેરે નિયમ પાળતો હતો. અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમા એ તિથિઓને વિશે પરિપૂર્ણ પૌષધ કરતો હતો. તે યથાવિધિ પૌષધની પરિપાલના કરતો હતો. કોઈ વખતે ધન શ્રેષ્ઠીએ આઠમનો પૌષધ કરેલો હતો. રાત્રિએ શૂન્યગૃહમાં પ્રતિમા અંગીકાર કરીને રહેલો. સૌધર્મેન્દ્રએ તેની ધર્મની દૃઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાષ્ટિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવે શેઠના મિત્રનું રૂપ લીધું અને સૌનેયાનો નિધિ પ્રગટ કર્યો. પછી શેઠની પત્નીનું રૂપ લઈ આલિંગનાદિ કર્યા, પછી મધ્યરાત્રિએ સૂર્યોદયની વિક્ર્વણા કરીને શેઠના સ્ત્રી-પુત્ર આદિ પ્રગટ કરી શેઠને પારણું કરવા વિનંતી કરી. પણ સ્વાધ્યાયના અભ્યાસી ધન શ્રેષ્ઠીને ખ્યાલ હતો કે હજી મધ્યરાત્રિ છે. તેથી દેવે પિશાચના રૂપે ધનશેઠને પ્રતિકુળ ઉપસર્ગો શરૂ કર્યા. ધનશેઠની ચામડી ઉતારવી, તાડના કરવી, ઉછાળવો, શિલા પર પછાડવો, સમુદ્રમાં ફેંકવો ઇત્યાદિ ઘણાં પ્રાણાંત ઉપસર્ગો કર્યા, તો પણ “ધન’ શેઠ ધર્મધ્યાનથી ચલિત ન થયો. ત્યારે દેવતાએ પ્રસન્ન થઈ તેને ત્યાં સોનૈયા અને રત્નોની વૃષ્ટિ કરી.
• સહ-હિના - પૌષધ પ્રતિમા, પૌષધની પ્રતિજ્ઞા વિશેષ
- પ્રવચન સારોદ્ધાર કાર-૬૭માં કહ્યું છે કે, પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ, માસિકી વગેરે અભિગ્રહના પ્રકારો.
- શ્રાવકની પડિમાઓના અગિયાર ભેદો શાસ્ત્રકારે કહ્યા છે તેમાં