________________
પોસહ-પારણ-સૂત્ર-વિવેચન
૧૭૫
(આ કથા આગમમાં આ રીતે છે, બીજા આગમમાં બીજી રીતે છે તે આ પ્રમાણે--)
ભગવંત અરિષ્ટનેમિ પાસે વ્રતોનો સ્વીકાર કર્યા પછી પર્વ તિથિ-દિવસોમાં રમશાન, શૂન્યગૃહો આદિમાં અતિ વૈરાગ્યથી પૌષધ પ્રતિમાનો સ્વીકાર કરીને રહેતો હતો. કોઈ વખતે સાગરચંદ્ર એકાંતમાં કાયોત્સર્ગ પ્રતિમાએ રહેલા હતા. ત્યારે નભસેને પોતાનું વૈર સંભારીને કહ્યું કે, મારી પત્ની થનાર એવી કમલામેલાને ઉપાડી જવાનું ફળ લેતો જા. એ પ્રમાણે કહીને સાગરચંદ્રના મસ્તકે માટીનો પિંડ સ્થાપ્યો. તેમાં ધગધગતા લાલચોળ અંગારા ભર્યા. ત્યારે જે અસહ્ય વેદના થઈ અને મસ્તક ફાટવા લાગ્યું, તેને સાગચંદ્રએ સમભાવપૂર્વક સહન કર્યું. પોતાના જ કર્મનું ફળ છે, તેમ માનીને ભોગવવા લાગ્યો. મન, વચન, કાયાથી લેશમાત્ર ચલિત ન થયા. અપરાધ કરનાર નભસેન પરત્વે લેશમાત્ર રોષભાવ ન રાખ્યો. પોતાના આત્માને ભાવિત કરતા અને પૌષધપ્રતિમાનું અખંડપણે પાલન કરતો સાગરચંદ્ર મૃત્યુ પામી દેવલોકે ગયો.
૦ મો - કામદેવ કામદેવ શ્રાવક. | ( ‘કામો' શબ્દથી કામદેવ શ્રાવક અર્થ કર્યો છે અને બીજી ગાથામાં પણ કામદેવ' શબ્દ આવે છે. ત્યાં પણ કામદેવ શ્રાવક અર્થ છે. એક જ સૂત્રમાં એક જ પાત્રનું નામ બે વખત કેમ છે ? તે નક્કી થઈ શક્યું નથી. બીજો કોઈ કામદેવ પૌષધદ્રત સંબંધમાં હોય તેવું અમારી જાણમાં નથી. આ વિષયમાં સત્ય શું ? તે બહુશ્રુત જાણે. અમે બીજી ગાથાના વિવેચનમાં આ કથા આપી છે. તેમાં કામદેવ શ્રાવકે ભયંકર ઉપસર્ગમાં પણ પૌષધપ્રતિમાનું દઢપણે પાલન કર્યું તે વાત અને ભગવંતે તેની દઢતાની પ્રશંસા કરી તે વાત - એ બંને વાતોનું નિરૂપણ કર્યું છે. જેથી પહેલી અને બીજી બંને ગાથાનો ભાવ જળવાઈ રહે.)
• સંવહિંસો - ચંદ્રાવતંસ, ચંદ્રાવતંસ રાજા.
(ચંદ્રાવતંસ રાજાની કથામાં - આવશ્યક સૂત્ર નામના આગમ મુજબ તેઓ પૌષધ પ્રતિમાએ સ્થિત હતા અને અભિગ્રહ પ્રતિમામાં જ મૃત્યુ પામ્યા તેવું વિધાન છે. જ્યારે ઉત્તરાધ્યયન વૃત્તિમાં ચંદ્રાવતંસક રાજાએ દીક્ષા લીધી અને મોક્ષે ગયા તેવું વિધાન છે. તેથી અમે અહીં “પૌષધસૂત્ર'ના અનુસંધાને આવશ્યકવૃત્તિ મુજબની કથાને પ્રાધાન્ય આપી રજૂ કરેલ છે.)
સાકેતનગરમાં ચંદ્રાવતંસ નામે રાજા હતો. તે જીવ-અજીવ આદિ તત્ત્વનો જ્ઞાતા એવો શ્રાવક હતો. તેઓ પૌષધવ્રત અંગીકાર કરીને કાયોત્સર્ગ પ્રતિમા ધ્યાન કરતા હતા. કોઈ વખતે તેણે અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી વાસગૃહમાં દીપ જલતો રહે ત્યાં સુધી હું આ પ્રતિજ્ઞા પારીશ નહીં. દીવો જ્યારે બળી રહેવા આવ્યો ત્યારે તે વખતે વાસગૃહની શય્યાપાલિકા એવી દાસીએ વિચાર્યું કે સ્વામી દુઃખમાં અંધકારમાં રહી શકશે નહીં. રાજા ધર્મધ્યાનમાં છે, અંધકારમાં કંઈ પ્રવેશે નહીં માટે દાસીએ દીવામાં તેલ પૂર્યું. ફરી દીવામાં તેલ ખૂટ્સ ફરી દીવામાં તેલ પૂર્ય. એ રીતે