________________
૧૭૪
– શબ્દજ્ઞાન :સાગરચંદો સાગરચંદ્ર રાજર્ષિ ચંદવર્ડિસો - ચંદ્રાવતંસ રાજા ધન્નો - ધન્ય છે
પોસહ પડિમા - પૌષધની પ્રતિજ્ઞા જીવિઅંતે - જીવનના અંતપર્યન્ત ધન્ય છે
ધન્ના
સુલસા - સુલસા શ્રાવિકા કામદેવા - કામદેવ શ્રાવક
પસંસઈ - પ્રશંસા કરે છે
-
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
કામો કામદેવ શ્રાવક સુદંસણો - સુદર્શન શ્રેષ્ઠી જેસિં - જેઓની, જેમની અખંડિઆ - અખંડિત રહી વિ - (અપિ), પણ સલાહણિજા - પ્રશંસનીય છે આનંદ શ્રાવક
–
આણંદ જાસ જેમનાં
ભયવં
ભગવાન
દૃઢયાં - ઢવ્રતપણાને મહાવીરો - ભગવંત મહાવીર મિચ્છા મિ દુક્કડં - મારું દુષ્કૃત્ મિથ્યા થાઓ - (તેની માફી માંગુ છું)
# વિવેચન :
-
-
W
પૌષધ પારતી વખતે આ સૂત્ર બોલાતું હોવાથી તેને પોસહ પારણ સૂત્ર અથવા પૌષધ પારવાનું સૂત્ર કહેવામાં આવે છે. જેમ સામાયિક પારતી વખતે “સામાઇય વયજુત્તો'' નામક ‘સામાયિક પારણ' સૂત્ર બોલાય છે, તેમ પૌષધ પારતી વખતે આ ‘પોસહ-પારણ'' સૂત્ર બોલાય છે.
આ સૂત્રની પહેલી ગાથામાં પૌષધ વ્રતધારીના દૃષ્ટાંત છે, કે જેમણે જીવનના અંતપર્યન્ત આ પૌષધપ્રતિમાનું દૃઢપણે પાલન કર્યું અને બીજી ગાથામાં ભગવંતે જેના વ્રતની પ્રશંસા કરી તેવા દૃષ્ટાંતો મૂકેલા છે. જેનું વર્ણન કરીએ છીએ– ૦ સાગરચંવો - સાગરચંદ્ર, સાગરચંદ્ર રાજર્ષિ.
(આગમોમાં આ કથા-મરણ સમાધિ, બૃહત્કલ્પભાષ્ય-૧૭૨ની વૃત્તિ, આવશ્યક નિર્યુક્તિ-૧૩૪ની હારિભદ્રીય વૃત્તિ, મલયગિરિવૃત્તિ અને ચૂર્ણિમાં મળે છે.)
દ્વારાવતીના રાજા બલદેવનો નિષધ નામે પુત્ર હતો. નિષધની પત્ની પ્રભાવતી હતી અને સાગરચંદ્ર તેમનો પુત્ર હતો. આ સાગરચંદ્રના લગ્ન કમલામેલા સાથે થયા હતા. મૂળ તો કમલામેલા ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનને વરાવેલી હતી. પણ શાંબકુમારની મદદથી સાગરચંદ્રએ પોતાના પરત્વે આસક્ત થયેલી કમલામેલાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કર્યા હતા.
કોઈ વખતે દ્વારકાનગરીએ ભગવંત અરિષ્ટનેમિ સમોસર્યા. ત્યારે સાગરચંદ્ર કમલામેલાની સાથે ભગવંત અરિષ્ટનેમિ સમીપે ધર્મશ્રવણ કરીને શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. પછી સાગરચંદ્ર શ્રાવક આઠમ-ચૌદશે શૂન્ય ગૃહો કે શ્મશાનમાં જઈને એકરાત્રિકી પ્રતિમા ધારણ કરીને પૌષધવ્રત યુક્ત રહેતો હતો. નભસેને તાંબાની સોયો ઘડાવી. શૂન્યગૃહમાં કોઈ વખતે પૌષધપ્રતિમા સ્થિત એવા સાગરચંદ્રની વીશે આંગળીઓના નખોમાં તે સોયો ઘુસાડી દીધી. તેને સમ્યક્ પ્રકારે સહન કરતા વેદનાભિભૂત થઈને કાલધર્મ પામી સાગરચંદ્ર દેવલોકે ઉત્પન્ન થયા.