________________
પોસહ-પારણ-સૂત્ર
૧૭૩
-સૂત્ર-૫૩ પોસહ-પારણ-સૂત્ર
પૌષધ પારવાનું સૂત્ર
- સૂત્ર-વિષય :
પૌષધ પારતી વખતે બોલાતા આ સૂત્રમાં-આપણને વારંવાર પૌષધ કરવાની ભાવના થાય તે માટે દૃષ્ટાંત રૂપ એવા પાત્રોના નામ આપેલા છે, ભગવંતે પણ તેમની પ્રશંસા કરી છે, તેવું કથન છે અને પૌષધ વ્રત પાલન કરતા થયેલી ભૂલો કે લાગેલ દોષોની માફી માંગવામાં આવી છે.
સૂત્ર-મૂળ :સાગરચંદો કામો, ચંદવડિંસો સુદંસણો ધન્નો; જેસિ પોસહ-પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ. ૧ ધન્ના સલાહણિજૂજા, સુલાસા આણંદ કામદેવાય; જાસ પસંસઈ ભયd, દઢવ્વયત્ત મહાવરો. ૨
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. આ પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
સૂત્ર-અર્થ :
સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક રાજા અને સુદર્શનને ધન્ય છે. જેઓની પૌષધની પ્રતિમા (પ્રતિજ્ઞા-વિશેષ) જીવનના અંત સુધી અખંડિત રહી અર્થાત્ મરણાંત કષ્ટ આવવા છતાં પણ પ્રતિજ્ઞા ખંડિત ન કરી.
૧ ભગવંત મહાવીરે જેમના વતની ઢતાને વખાણી છે, તે સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ વગેરે ધન્ય અને પ્રશંસનીય છે.
પૌષધનું વ્રત મેં વિધિપૂર્વક લીધું - ગ્રહણ કર્યું છે. વિધિપૂર્વક પાર્યું છે આ પ્રમાણે વિધિ કરતાં - વિધિ સાચવવા છતાં - જે કાંઈ અવિધિ થઈ હોય તે (અવિધિ) સંબંધી મનથી, વચનથી અને કાયાથી કરાયેલું મારું તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ.
પૌષધની પરિપાલના કરતી વેળાએ, પૌષધ સંબંધી જે અઢાર પ્રકારના દોષો કહેવાયા છે, તે પૈકીનો જે કોઈ દોષ લાગ્યો હોય તે સંબંધી મારું સર્વ દુષ્કૃત મન, વચન, કાયાએ કરી મિથ્યા થાઓ.