________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
આ સૂત્રનો ક્રિયામાં ઉપયોગ–
જે રીતે સામાયિક વ્રત સ્વીકારવું હોય ત્યારે વિધિપૂર્વક ‘‘કરેમિભંતે'' ઉચ્ચરવામાં આવે છે, તેમ ‘પૌષધ વ્રત'' અંગીકાર કરવા કે ‘પૌષધ' વિષયક પ્રત્યાખ્યાન કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે.
૧૭૨
—
પૌષધવ્રતનું પાલન —–
શ્રાવકોએ આ વ્રત ગ્રહણ કર્યા પછી તેના વિશુદ્ધ પાલન માટે ગ્રહણ કરેલા પ્રતિજ્ઞાના વિધિ અને બહુમાનપૂર્વક પાલન કરવા ઉપરાંત, તે પૌષધવ્રતમાં અતિચાર ન લાગે તે પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. આ વ્રતના પાંચ અતિચારોનું વર્ણનવિવેચનપૂર્વક સૂત્ર-૩૫ વંદિત્તુસૂત્રની ગાથા-૨૯માં જોવું. પૌષધવ્રતનું માહાત્મ્ય :
– સંબોધ પ્રકરણમાં શ્રાવકના વ્રતાધિકારની ગાથા-૧૩૦માં જણાવ્યું છે– “જે મણિજડીત સુવર્ણના પગથીયાવાળું હજાર સ્તંભયુક્ત અને સોનાના નળીયાવાળું જિનમંદિર કરાવે તેના કરતાં પણ તપયુક્ત સંયમ અર્થાત્ પૌષધવ્રત વિશેષ ફળદાયી છે.
-
આ જ સંબોધ પ્રકરણની ગાથા-૧૩૪માં પૌષધનું ફળ કહ્યું છે— ‘૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ અને સાત નવમાંશ (૨૭, ૭૭, ૭૭, ૭૭૭ અને ૭/૯) પલ્યોપમ જેટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો પૌષધ કરનારને બંધાય છે.
જો કે આ તો પૌષધનું અનંતર ફળ છે, પરંપર ફળ મોક્ષ પ્રાપ્તિ છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ-૩ની ગાથા-૧૧ની ટીકામાં કહે છે કે જિનમત-જૈનદર્શન અનુસાર મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિરૂપ પ્રશસ્ત
યોગ સર્વ પર્વકાલમાં સેવવાનો છે, પણ આઠમ અને ચૌદશે તો નિયમા પૌષધ કરવો જોઈએ.
----
= સૂત્ર-નોંધ :
આ સૂત્ર આર્ષ પ્રાકૃત ભાષામાં રચાયેલ છે.
આ સૂત્રની યોજના આવશ્યસૂત્ર અધ્યયન-૧ના ‘કરેમિભંતે’’ સૂત્ર પરથી થયેલ છે. આવશ્યકસૂત્રના અધ્યયન-૬માં ચાર ભેદોનું પણ કથન છે.
-
—
X—