________________
પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર-વિવેચન
૧૭૧
– મારું ક્રિયાપદનો અર્થ-નિંદા કરવી, જુગુપ્સા કરવી, વખોડવું છે, પણ અહીં આ ક્રિયાપદ ગુરુની સમક્ષ પોતાના દોષોની કબૂલાત કરવાના અર્થમાં વપરાયેલો છે. આવશ્યક નિર્યુક્તિમાં “ગર્ણા'નો અર્થ કરતા કહ્યું છે કે
- ગર્ણા પણ સ્પષ્ટતયા એક પ્રકારે “નિંદા' જ છે. પણ તેનો વ્યવહાર પોતાના દોષો બીજા સમક્ષ પ્રગટ કરવાના અર્થમાં થાય છે. અહીં પર' કે “બીજા' શબ્બી મુખ્યતયા ‘ગુરુ મહારાજ' અર્થ ગ્રહણ કરવાનો છે.
( ‘ગર્તા શબ્દના વિશેષ વિવેચન માટે સૂત્ર-૯ “કરેમિ ભંતે” અને સૂત્ર૩૫ “વંદિતુ” સૂત્રોનું વિવેચન જોવું.)
પાનં વોસિરામિ - આત્માને વોસિરાવું છું, કષાયાત્માને ત્યજુ છું. – આત્માના જુદી જુદી અપેક્ષાએ આઠ ભેદો કહ્યા છે – (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) યોગાત્મા, (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા અને (૮) વીર્યાત્મા. આ આઠ પ્રકારમાંથી અહીં કષાયાત્મા'નો ત્યાગ કરવાનું કે વોસિરાવવાનું વિધાન કરાયેલ છે.
– કષાયાત્મા એટલે ક્રોધાદિ કષાયયુક્ત આત્મા. આવો કષાયાત્મા સકષાયી જીવને હોય છે. ઉપરાંત કષાયી અને ક્ષીણકષાયીને કષાયાત્મા હોતો નથી. આ કષાયાત્મા'નો ત્યાગ કરવાનું કારણ એ છે કે, તે સંસાર વૃદ્ધિના કારણરૂપ છે. આત્માની જે સ્થિતિમાં કષાયો ઉદ્દભવે છે, તે સ્થિતિ “સાવદ્યયોગ' વાળી છે, માટે તે ત્યાજ્ય છે - ત્યાગ કરવા યોગ્ય છે.
– યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ કહ્યું છે કે, “આત્માને એટલે અતીતકાળમાં સાવદ્યયોગમાં પ્રવર્તનાર આત્માને. (વોસિરામિ એટલે) વોસિરાવું છું, ત્યાગ કરું છું, તદ્દન છોડી દઉં છું.
( “અધ્ધાણં વોસિરામિ” શબ્દોના વિશેષ અર્થ માટે સૂત્ર-૭ “અન્નત્થ', સૂત્ર-૯ “કરેમિ ભંતે" સૂત્ર-૨૯ “વાંદણા” સૂત્રનું વિવેચન જોવું. . વિશેષ કથન :
આ સૂત્રને “પોસહપ્રતિજ્ઞા કે “પૌષધ લેવાનું સૂત્ર કહેવામાં આવે છે. શ્રાવકના બાર વ્રતોમાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનો સમાવેશ થાય છે. તેમાં શિક્ષાવ્રતોના ચાર ભેદ છે - સામાયિક, દેશાવકાસિક, પૌષધ અને અતિથિ સંવિભાગ. તેમાંના ત્રીજા શિક્ષાવત પૌષધ'ને ગ્રહણ કરવાનું આ સૂત્ર છે. એ જ રીતે શ્રાવકની અગિયાર પડિયા (પ્રતિજ્ઞા વિશેષ)માં પણ પાંચમી પ્રતિમા પર્વતિથિએ પૌષધ કરવા અંગે છે. આ પૌષધ વ્રત કે પૌષધ પ્રતિમા અંગીકાર કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. સાધુ જીવન કે સમતામય જીવન કેળવવું તે.
આ વ્રતની પરિપાલનાના વિષયમાં જૈનશાસનમાં અનેક દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. ઉપાસક દસા' નામક આગમમાં દશ ઉપાસકોના ચારિત્રમાં આ “પૌષધ' વ્રતની પરિપાલના અને દૃઢતાના વિષયમાં પ્રશસ્ય વર્ણન છે. તે દૃષ્ટાંતોને હવે પછીના “પૌષધ પારવાના” સૂત્રમાં વર્ણવેલ છે.