________________
૧૭૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
કરાવું નહીં એ બે પ્રકારે અને મન, વચન, કાયા વડે એ ત્રણ પ્રકારે.
– આ સમગ્ર રાજ્યમાં ત્રણ કરણ અને બે ક્રિયાથી છ ભેદો થાય છે. (૧) મનથી (સાવદ્ય કે અશુભ વિચારણા) હું કરીશ નહીં - કરાવીશ નહીં. (૨) વચનથી (સાવદ્ય કે અશુભ વચન) હું બોલીશ નહીં - બોલાવીશ નહીં. (૩) કાયાથી (સાવદ્ય કે અશુભ પ્રવૃત્તિ) હું કરીશ નહીં - કરાવીશ નહીં. – 'દુવિહં' શબ્દનો સંબંધ કરું નહીં અને કરાવું નહીં સાથે છે. – ‘તિવિહં' શબ્દનો સંબંધ મન, વચન, કાયા એ ત્રણ કરણ સાથે છે.
( "દુવિર્ડથી લઈને ‘ન કારવેમિ' પદો સુધી પ્રત્યેક પદોનું, પદના સંબંધોનું, પદ ક્રમ આગળ પાછળ કરવાના કારણોનું વિવેચન સૂત્ર-૯ ‘કરેમિભંતે'માં જોવું.
• તરસ સંતે ! તે સાવદ્ય યોગોનું હે ભગવન્! ૦ તલ્સ - તેનું, તે સાવદ્ય યોગો કે અશુભ પ્રવૃત્તિઓનું.
– ‘પોસહ પ્રતિજ્ઞા' સૂત્રમાં સાવદ્યયોગ કે અશુભ પ્રવૃત્તિઓ એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. આ “સાવજજોગ" પદ સૂત્ર-૯ “કરેમિભંતે'માં જ પ્રયોજાયેલું છે. તે અહીં ‘અધ્યાહાર'રૂપે સ્વીકૃતુ કરેલ છે.
– વિશેષથી એમ કહી શકાય કે, અહીં (૧) આહાર ત્યાગ, (૨) શરીર સત્કાર ત્યાગ, (૩) બ્રહ્મચર્ય પાલન (અબ્રહ્મના આચારણનો ત્યાગ), (૪) કુત્સિત વ્યાપારનો ત્યાગ, એ ચાર પ્રતિજ્ઞા કરાયેલ છે. તેથી ‘તમ્સ' શબ્દનો સંબંધ આ પ્રતિજ્ઞા સાથે જોડીએ તો – આ ચારમાંથી કોઈ પણ પ્રવૃત્તિનું સેવનઅતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર સ્વરૂપે થયેલું હોય તેનું - એવો અર્થ પણ થઈ શકે.
૦ મંતે - હે ભગવન્! હે પૂજ્ય! (આ પદનો અર્થ પૂર્વે કર્યો છે.)
- અતિત, વર્તમાન અને અનાગત કાળ એ ત્રણે કાળ સંબંધી ‘આલોચના' જુદા જુદા પદોથી કરવા માટે અહીં પુનઃ “ભંતે' શબ્દ પ્રયોજોલ છે.
• પશ્ચિમનામ - હું પ્રતિક્રમણ કરું છું, નિવત્ છું, પાછો ફરું છું.
. (આ પદનું વિવેચન સૂત્ર-૫ ‘ઇરિયાવહી” અને સૂત્ર-૯ ‘કરેમિભંતે'માં જોવું.)
– આહાર આદિ ચારે પ્રત્યાખ્યાનના વિષયમાં મેં ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય કે મારાથી અલના થઈ હોય તો તેનાથી હું પાછો ફરું છું - નિવત્ છું.
- નિંદ્રામાં - આત્મસાક્ષીએ નિંદુ છું, મનથી ખોટું માનું છું.
– નિંદા શબ્દનો અર્થ આવશ્યક નિર્યુક્તિમાં કર્યો છે - “પોતાના આચરણનો પશ્ચાત્તાપ તે નિંદા કહેવાય છે.”
– કોઈ ભૂલ કે ખલનાને અંતરથી ખોટી માનવી, તેના માટે મનમાં ખેદ ધારણ કરવો અને ફરી તેમ ન કરવાની બુદ્ધિ ધારણ કરવી તે જ સાચી નિંદા છે.
(આ પદનું વિશેષ વિવેચન-સૂત્ર-૯ “કરેમિભંતે” અને સૂત્ર-૩૫ “વંદિg” એ બંને સૂત્રોના વિવેચનમાં જોવું.)
• નમિ - ગચ્છું , પ્રગટપણે નિંદુ છું, ગુરુ સાક્ષીએ ગહ કરું છું.