________________
પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર-વિવેચન
૧૬૯
૦ હીરત્ત - અહોરાત્ર અર્થાત્ દિવસ અને રાત્રિ પર્યન્તનો કાળ.
- આ પ્રકારના પૌષધને આઠ પ્રહરનો કે આખા દિવસનો પૌષધ કહેવાય છે. તેમાં આજનું રાત્રિ પ્રતિક્રમણ, પૌષધની બધી દૈનિક ક્રિયાઓ પછી સંધ્યાકાલીન પ્રતિક્રમણ, રાત્રિના સંથારા પોરિસિ અને પ્રાતઃકાળે રાત્રિ પ્રતિક્રમણ બાદ પૌષધની પડિલેહણ-દેવવંદનાદિ સર્વ ક્રિયા કરીને પૌષધ પારી શકાય છે.
૦ શેવદિવસ પહોરd - (આ ત્રીજો પ્રકાર લેખિતરૂપે પ્રતિજ્ઞા સૂત્રમાં ભલે નોંધાયેલો નથી, પણ વ્યવહારમાં આ રીતે પૌષધ પ્રતિજ્ઞા હાલ થાય છે ખરી.)
આ પ્રકારનો પૌષધ કરનારને વર્તમાન સામાચારી એવી છે કે દિવસના કોઈ તપ કરેલ હોય. જેમકે આયંબિલ, એકાસણું, ઉપવાસ, નિવિ, સાંજના સંધ્યાકાળની પૂર્વે પૌષધવ્રત અંગીકાર કરે (પૌષધ લે) પછી પડિલેહણ, દેવવંદન, જિનદર્શન આદિ સર્વે ક્રિયા કરે, રાત્રિ પૌષધવ્રતમાં પસાર કરે અને સવારે “અહોરાત્ર' પૌષધ માફક બધી ક્રિયા કરી, પૌષધ પારે – તેને “શેષદિવસ - (અહોરાં કે) રત્ત પૌષધ પ્રત્યાખ્યાન અથવા શેષદિવસ-રાત્રિ પર્યન્તની પૌષધ કાળ મર્યાદા કહે છે.
શ્રાવકના બાર વ્રતમાંનું અગિયારમું વ્રત પૌષધ છે, જે ચાર શિક્ષાવ્રતોમાં ત્રીજું શિક્ષાવ્રત પણ કહેવાય છે. તેના ચાર પ્રકારો બતાવ્યા. આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે, જેઓ ચાર પ્રકારે કે ચારમાંથી કોઈપણ એક પ્રકારે પૌષધને “દેશથી ગ્રહણ કરે છે, તેને માટે સામાયિકનું પ્રત્યાખ્યાન વૈકલ્પિક હોય છે, જ્યારે ‘સર્વથી પૌષધ ગ્રહણ કરનાર માટે સામાયિકનું પ્રત્યાખ્યાન આવશ્યક છે. જો આવું પ્રત્યાખ્યાન ન કરે તો અનુષ્ઠાનનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી.
આવશ્યક ચૂર્ણિની વાતમાંથી એવું ફલિત થાય છે કે :(૧) આ પૌષધ વ્રત ચારમાંથી કોઈપણ એક ભેદે પણ ગ્રહણ થઈ શકે છે.
(૨) દેશથી પૌષધવત ગ્રહણ કરનારને સામાયિક વ્રતનો સ્વીકાર સ્વૈચ્છિક છે.
પરંતુ વર્તમાન સામાચારી મુજબ આ વ્યવહાર બંધ થયેલો છે. ચારે પ્રકારના પૌષધનો સ્વીકાર સાથે જ કરવાનો છે, સામાયિક વ્રત પણ સાથે અંગીકાર કરવાનું જ છે, વળી દિવસના પૌષધમાં જ માત્ર “આહાર પૌષધ' દેશથી થઈ શકે છે. બાકી ચારે પ્રકારનો પૌષધ સર્વથા જ કરવાનો છે.
૦ પન્નુવાસન - પર્યપાસના કરું, એવું, આરાધના કરું.
–– “પરિ + ઉપ + આસમાંથી “પર્યપાસ' શબ્દ બન્યો છે. “પર્યપામ્' એટલે ઉપાસના કરવી, સેવા કરવી. અહીં તેનું પહેલો પુરુષ એકવચનનું રૂપ છે ઉપજુવાસામિ'.
– “પરિ + ઉપ' એ ‘આસુ ક્રિયાપદના અર્થમાં વિશેષતા કે વધારો બતાવે છે. ‘આસુ ક્રિયાપદનો અર્થ છે - “બેસવું' તેથી વધારે વખત બેસવું, નિશ્ચલ રહેવું, વિશેષ પ્રકારે બેસી રહેવું, ઉપાસના કરવી ઇત્યાદિ અર્થોમાં તે વપરાય છે.
• સુવિહં તિi માં વાથી ર મ ર મ - કરું નહીં–