________________
૧૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
કરાય છે.
• ત્રિદં પસદં રામ - ચાર પ્રકારના પૌષધને વિશે હું સ્થિર થાઉ છું.
૦ વલ્વિયં - ચાર પ્રકારના. ઉપરોક્ત જે (૧) આહાર, (૨) શરીર સત્કાર, (૩) બ્રહ્મચર્ય અને (૪) અવ્યાપાર કહ્યા તે ચાર પ્રકાર
૦ પોસહં - પૌષધ, પૌષધ વ્રત. (જેની વ્યાખ્યા પૂર્વે અપાઈ છે.) ૦ ટાઈમ - રહું છું, સ્થિર થાઉ છું, આરાધના સ્થિત છું.
– જો કે વર્તમાન પ્રણાલિ અને આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે – એક માત્ર આહારપૌષધમાં જ સર્વથી કે દેશથી પ્રત્યાખ્યાનની છૂટ છે. બાકીના ત્રણે અર્થાત્ શરીર સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધમાં તો સર્વથી જ પ્રત્યાખ્યાન કરવાનું છે, તેમાં દેશથી પ્રત્યાખ્યાનની કોઈ છૂટ લેવાતી નથી. તેથી આ પ્રતિજ્ઞા સૂત્ર મુજબ હું ચારે પ્રકારના પ્રત્યાખ્યાનમાં સ્થિર થાઉં છું.
– વળી આ ચારે પ્રત્યાખ્યાન હાલ એક સાથે જ કરાવાય છે.
– બીજું, હવે પછી સૂત્રમાં પૌષધના કાળનું કથન આવે છે. જેમકે દિવસનો, રાત્રિનો ઇત્યાદિ. તેના અનુસંધાને એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે, ચાર પ્રકારના પૌષધમાં (૧) શરીર સત્કાર, (૨) બ્રહ્મચર્ય, (૩) અવ્યાપાર. આ ત્રણ પૌષધ તો રાત્રિ કે દિવસના સર્વથા પ્રત્યાખ્યાન થકી જ થાય છે, પણ ‘આહાર પૌષધ' છે તે માત્ર દિવસના પૌષધમાં જ સર્વથી કે દેશથી એમ બે પ્રકારે છે, જો રાત્રિનો જ પૌષધ હોય તો રાત્રિભોજન ત્યાગ ફરજિયાત હોવાથી રાત્રિપૌષધમાં ‘આહાર ત્યાગરૂપ પોસડ' સર્વથી કરવાનો હોય છે.
• નવ દિવ ૩રરત્ત પન્નુવામિ - દિવસ પર્યત કાળ કે અહોરાત્ર પર્યત કાળ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી, હું આ પૌષધવતને સેવીશ-આરાધીશ.
૦ નાવ એટલે જ્યાં સુધી. આ પદ દ્વારા પૌષધવત’ આરાધનાનો સમય કે કાળ મર્યાદાનું નિર્ધારણ કરાયેલ છે.
– જેમ રેમિ ભંતે સૂત્ર-૯માં ‘ના’ શબ્દ વપરાયેલ છે, તે રીતે જ અહીં પણ પૌષધ પ્રતિજ્ઞા માટે કાળમર્યાદા સૂચવવા આ શબ્દ મૂક્યો છે. જે પૌષધ કેટલી કાય મર્યાદા માટે ગ્રહણ કરવાનો છે તે જણાવે છે. જેમ - “કરેમિ ભંતે સામાઇયે" સૂત્રમાં નાવ પછી “નિયમ' શબ્દ વપરાય છે તેમાં પણ પૌષધ અંગીકાર કર્યો હોય તો ‘નાવ’ પછી ‘પોસહં' શબ્દ બોલવાનો હોય છે. તેનો અર્થ છે - જ્યાં સુધી “હું પૌષધની આરાધના કરું ત્યાં સુધી'' સામાયિક વ્રતને સેવીશ.
પણ પૌષધવ્રતની આરાધના કજ્યાં સુધી કરવાની ? તે કહે છે– ૦ વિવ - દિવસ પૂરો થાય ત્યાં સુધી.
પૌષધ પ્રતિજ્ઞાની કાળમર્યાદાનો આ એક ભેદ છે. તેમાં દિવસના ચાર પ્રહરનો પૌષધ ગણાય છે, વાસ્તવમાં તે રાઈ પ્રતિક્રમણથી સંધ્યાકાળના દેવસિ પ્રતિક્રમણ સુધીનો કાળ ગણાય છે. સંધ્યાકાલીન પ્રતિક્રમણ બાદ પૌષધ પારી શકાય છે.