________________
પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર-વિવેચન
૧૬૭ ચલાયમાન કરી શકો તો હું માનું કે તમે શક્તિશાળી છો - સમર્થ છો.” અભયા રાણીએ સુંદર અવસર સાધ્યો, ગામ આખું ઉત્સવ મનાવવા બહાર ગયું છે, ત્યારે દાસી દ્વારા રથમાં સુદર્શનશેઠને ઉપાડીને સીધા રાજમહેલમાં લાવવામાં આવ્યા. સુદર્શન તો પૌષધમાં દૃઢ બની ધ્યાનસ્થ જ છે.
અભયા રાણીએ સુદર્શનને ચલિત કરવા ઘણી ચેષ્ટાઓ કરી, બંભચેર પૌષધને સર્વથા સ્વીકારનાર સુદર્શન જ્યારે ચલિત ન જ થયા ત્યારે રાણીએ ધમકી આપી કે હવે જો મારી સાથે તમે ભોગ નહીં ભોગવો તો હું રાજાને ફરિયાદ કરીશ કે ધર્મના બહાને આ શેઠ મારા પર કુદૃષ્ટિ કરવા જ ગામમાં રહ્યા હતા. છતાં આ બધું જ નિષ્ફળ ગયું. કેમકે સુદર્શન તો બંભચેર પોસડમાં મક્કમ અને સ્થિર હતા.
અભયારાણીએ છેવટે વેર લેવા શેઠ પર જૂઠું કલંક ચડાવ્યું. આ પાપી શેઠ મારી લાજ લેવા જ રાજમહેલમાં ઘુસ્યો હતો. રાજાએ સુદર્શન શેઠને શૂળીએ ચડાવવા હુકમ કર્યો. હવે શેઠે જો ખુલાસો કર્યો હોત કે રાણી ખુદ જ મારી સાથે દુરાચાર ખેલવા માંગતી હતી, હું તો ધર્મધ્યાનમાં જ રહેતો હતો તો રાજા અને પ્રજા બધાં જ માની જાત. પણ સુદર્શન શ્રેષ્ઠી ઉપસર્ગ આવેલો માનીને મૌન રહ્યા. પૌષધમાં સ્થિર જ રહ્યા. સભા આખી સ્તબ્ધ બની ગઈ. કોઈને હોશ ન રહ્યા. સ્થિર હતા માત્ર સુદર્શન શેઠ જ.
આ જ કારણે પૌષધ પાળતી વખતે સૂત્રમાં “સુદર્શન'નું નામ મૂકાયું છે. આવા નિશ્ચલ વ્રતધારીને દેવકૃપા પણ થઈ, ઉપસર્ગ મૂક્ત પણ થયા, કીર્તિ ગાજી.
વ્યાવાર પોસહં - અવ્યાપારનો ત્યાગરૂપ પૌષધ. - અવ્યાપાર'ની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “ન વ્યાપાર તે અવ્યાપાર'.
– “ન' એવો જે અવ્યય વ્યાખ્યામાં મૂકાયો છે, તે નિષેધાત્મક રૂપે નથી મૂક્યો પણ કુત્સિત વ્યાપાર કે સાવદ્યવ્યાપારના નિષેધના અર્થમાં પ્રયોજાયેલ છે. તેથી આવી કુત્સિત પ્રવૃત્તિના ત્યાગરૂપ જે પૌષધ તે અવ્યાપારપૌષધ કહેવાય છે.
- જો કે અવ્યાપાર પૌષધના પણ બે ભેદ કહ્યા છે - દેશથી અને સર્વથી,
– દેશથી એટલે અમુક કુત્સિત વ્યાપારનો ત્યાગ કરવો અને અમુક વ્યાપારનો ત્યાગ ન કરવો તેને દેશ અવ્યાપાર પૌષધ' કહેવામાં આવે છે.
- સર્વથી એટલે સર્વ પ્રકારના કુત્સિત વ્યાપારનો ત્યાગ કરવો તે. તેને સર્વ અવ્યાપાર પૌષધ કહેવામાં આવે છે.
– આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ પણ આ વાતને જણાવતા કહ્યું છે કે
– અવ્યાપાર પૌષધ બે પ્રકારે થાય છે - દેશથી અને સર્વથી. દેશ અવ્વાવાર પોસહમાં “અમુક વ્યાપાર નહીં કરું' એવું પ્રત્યાખ્યાન કરાય છે, જ્યારે સર્વ અવ્વાવાર પોસહમાં હળ નહીં હાંકું, ગાડું નહીં ચલાવું, ઘર સંબંધી કોઈ કામ નહીં કરું વગેરે સર્વ સાવદ્ય વ્યાપારોના ત્યાગનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે.
૦ વર્તમાન સામાચારી મુજબ “અવ્યાપાર પૌષધ'નું ગ્રહણ સર્વથી જ