________________
૧૬૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ (જો કે વર્તમાન સામાચારી મુજબ ઓછામાં ઓછું એકાસણું કરાય છે.) સર્વમાં ચારે આહારનાં અહોરાત્ર-પર્યત પચ્ચકખાણ કરવામાં આવે છે. • સરર-સઢિાર-પોલાદંતવ્યો - શરીર સત્કારનો સર્વથા ત્યાગ કરવો. - શરીરનો સત્કાર કરવા સંબંધી પૌષધ તે શરીર સત્કાર પૌષધ. ૦ સરીર એટલે કાયા, દેહ, શરીર.
૦ સાર એટલે સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, ગંધ, પુષ્પ, વિશિષ્ટ વસ્ત્ર, અલંકાર આદિ ધારણ કરવા દ્વારા શરીરને શણગારીત કરવું તે.
– શરીર સત્કાર પૌષધ પણ બે પ્રકારે કહેવાયો છે. દેશથી, સર્વથી.
– દેશથી - સ્નાનાદિ અમુક પ્રકારનો શરીર સત્કાર ન કરવો તેને દેશથી શરીર સત્કાર પૌષધ કહેવામાં આવે છે.
– સર્વથી - સર્વ પ્રકારે શરીરના સત્કારનો ત્યાગ કરવો તેને સર્વથી - શરીર સત્કાર પૌષધ કહેવામાં આવે છે.
– આવશ્યક ચૂર્ણિમાં આ વિષયમાં જણાવેલું છે કે
શરીર પૌષધ એ જ્ઞાન, ઉદ્વર્તન, વર્ણક-પીઠી ચોળવી કે રંગ વડે શરીર પર કંઈ ચીંતરામણ કરવું, વિલેપન, પુષ્પ, ગંધ, તંબોલ અને વસ્ત્ર-આમરણના ત્યાગ રૂપ છે. તે પણ દેશથી અને સર્વથી-એમ બે પ્રકારે છે.
દેશથી એટલે અમુક શરીર સત્કાર કરીશ અને અમુક શરીર સત્કાર નહીં કરું તેવું પ્રત્યાખ્યાન કરવું તે દેશથી શરીર સત્કાર પૌષધ.
સર્વથી એટલે અહોરાત્ર પર્યન્ત સર્વ શરીર સત્કારનો ત્યાગ કરવો તે.
( જો કે વર્તમાન સામાચારીમાં દેશથી શરીર સત્કાર પૌષધનો નિષેધ છે. ઉલટું કિંચિત પણ શરીર સત્કારને પૌષધનો દોષ કહેલો છે.)
• સંમર સહં - બ્રહ્મચર્ય પૌષધ, બ્રહ્મચર્ય પાલન રૂપ પૌષધ. – બ્રહ્મચર્ય પાલનરૂપ પૌષધ પણ બે પ્રકારે કહ્યો છે. દેશથી અને સર્વથી.
– દેશથી બ્રહ્મચર્ય એટલે દિવસે અથવા રાત્રે કેટલીક છૂટ રાખીને બાકીનો સમય બ્રહ્મચર્યનું પાલન કરવું તે. દેશથી બ્રહ્મચર્ય પૌષધ કહ્યો.
- સર્વથી બ્રહ્મચર્ય એટલે સવશે બ્રહ્મચર્યનું પાલન કરવું તે સર્વ બ્રહ્મચર્ય પૌષધ કહેવાય છે.
– આવશ્યક ચૂર્ણિકાર આ વિષયમાં જણાવે છે કે :
બ્રહ્મચર્ય પૌષધ દેશથી અને સર્વથી બંને પ્રકારે થાય છે. જેમાં દેશબંભયેર પોસહમાં દિવસે કે રાત્રે એક વાર - બે વાર એવી છૂટ હોય છે, જ્યારે સર્વબંલચેર પોસડમાં અહોરાત્ર-પર્યત બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.
૦ વર્તમાન સામાચારીમાં આ પ્રમાણે સર્વ બંભએરપોસહ જ થાય છે. ૦ લઘદૃષ્ટાંત :
સુદર્શન શેઠ પૌષધવત ગ્રહણ કરીને ધ્યાનમાં ઉભા છે. અભયારાણીને પુરોહિતમિત્ર પત્ની કપીલાએ પડકાર ફેકેલો છે. “તમે સુદર્શન શેઠને ચારિત્રમાંથી