________________
૧૬૫
પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર-વિવેચન
– ભગવદ્ એટલે હે પૂજ્ય ! ગુરુને આશ્રીને આ અર્થ સમજવો. ૦ પૉસ - પૌષધને - જે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ કહેવાય. - શ્રી હરિભદ્રસૂરિજીએ દશમાં પંચાશકમાં પૌષધ વિશે કહ્યું છે કે
“જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં શ્રી જિનેશ્વર દેવોએ કહેલા આહાર ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પૌષધ' કહેવાય છે.
– ઉપાસક દશાંગ સૂત્રમાં આ વ્રતનું નામ ‘પોસહોવવાસ' કરેલ છે. જેનો અર્થ છે “પૌષધોપવાસ" ભગવતી સૂત્રમાં પણ આ જ નામે ઓળખાવેલ છે.
– પૌષધ એ શ્રાવકના બાર વ્રતોમાં અગિયારમું વ્રત છે. – પૌષધ એ સાધુ જીવનનો અભ્યાસ હોવાથી તેને શિક્ષાવત' પણ કહે છે.
– મૂળ શબ્દ ઉપવસથ છે. તેનો અર્થ – “સમીપે વસવું પૌષધમાં ગુરુ સમીપે રહીને સાધુજીવનની તાલીમ લેવાની હોવાથી આ અર્થ યોગ્ય છે.
ઉપવસથ નો ઉપવાસ' એવો અર્થ રૂઢ થયો. તેમાં વ નો ૩ થતા “ઉપોસથ' શબ્દ બન્યો છે. “ઉ' ઉડી જતાં “પોસથ' શબ્દ બન્યો. “થ'નો 'ડ' થયો એટલે પોસહ' શબ્દ બન્યો. તેને પૌષધ' કહે છે.
૦ પોષધોપવાસ-ચાર પ્રકારનો છે. જે હવે સૂત્રમાં જણાવે છે
આવશ્યક સૂત્ર અધ્યયન-૬માં પણ કહ્યું છે કે, પૌષધોપવાસ ચાર પ્રકારનો કહેવાયો છે. તે આ પ્રમાણે – (૧) આહારપૌષધ, (૨) શરીરસત્કાર પૌષધ, (૩) બ્રહ્મચર્ય પૌષધ અને (૪) અવ્યાપાર પૌષધ.
“આહાર-તનુ-સત્કારડબ્રહ્મ સાવદ્ય કર્માણમ્
ત્યાગઃ પર્વ-ચતુષ્ટયાં તદ્વિદુ: પૌષધવ્રતમ્” • મહાર-પસિહં - આહારનો ત્યાગ કરવો તે.
– આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે, “આહાર' શબ્દ જાણીતો છે, તે વિષયનો કે તે નિમિત્તે જે પૌષધ કરાય છે, તેને આહાર પૌષધ કહેવાય છે.
• તો સંવ - દેશથી-સર્વથી, અમુક અંશે અથવા સવાશે - આહાર પૌષધનો સ્વીકાર બે રીતે થઈ શકે છે - દેશથી, સર્વથી,
– દેશથી આહાર પૌષધ – એટલે પૌષધ વ્રત ગ્રહણ કર્યા પછી કે ગ્રહણ કરવું હોય તે દિવસે તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ કે એકાસણું રૂપ તપ કરવું પણ ચારે પ્રકારના આહારનો ત્યાગ ન કરવો તે.
– સર્વથી આહાર પૌષધ એટલે પૌષધવત ગ્રહણ કરે ત્યારે સવાશે આહારત્યાગ અર્થાત્ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી ચોવિહારો ઉપવાસ કરવો તે.
– આવશ્યક ચૂર્ણિમાં આ બાબતમાં જણાવે છે કે“આહાર પૌષધ બે પ્રકારે થાય છે. દેશથી અને સર્વથી. -
‘દેશ'માં અમુક વિગઈનો ત્યાગ કરવામાં આવે છે, આયંબિલ કરાય છે, એકાસણું કરવામાં આવે છે અથવા બિયાસણું કરવામાં આવે છે.