________________
૧૬૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
– અને હવે - અશુભ પ્રવૃત્તિ કરનારા મારા કષાયાત્માનો ત્યાગ કરું છું.
1 શબ્દજ્ઞાન :કરેમિ - કરું છું, સ્વીકારું છું ભંતે - હે ભદંત !, હે પૂજ્ય ! પોસહં - પૌષધને, પૌષધવ્રતને આહાર પોસહં -આહાર ત્યાગ પૌષધ દેસઓ - દેશથી, અમુક અંશે સવ્વઓ - સર્વથી, સર્વાશે સરીરસક્કાર પોસહં - શરીર સત્કારના ત્યાગરૂપ પૌષધ બભચેર પોસહં - બ્રહ્મચર્ય પૌષધ અવ્વાવાર પોસહ - અવ્યાપાર પૌષધ ચઉવિહં - ચાર પ્રકારના
પોસહં - પૌષધવ્રતમાં ઠામિ - સ્થિર થાઉં છું
જાવ - યાવતું, ત્યાં સુધી દિવસ - દિવસ પર્યન્ત
અહોરાં - દિવસ અને રાત સુધી પજ્વાસામિ - સેવું, આરાધું દુવિહે - બે પ્રકારે તિવિહં - ત્રણ કરણથી
મણેણં - મન વડે વાયાએ - વાણી વડે
કાએણે - કાયા વડે ન કરેમિ - કરું નહીં
ન કારવેમિ - કરાવું નહીં તસ્સ - તે સંબંધી-સાવદ્યયોગનું ભંતે હે ભદંત !, હે પૂજ્ય ! પરિક્રમામિ - પ્રતિક્રમું છું નિંદામિ - નિંદા કરું છું ગરિફામિ - ગર્તા કરું છું
અપ્પાë - કષાયાત્માને વોસિરામિ - વોસિરાવું છું, ત્યાગ કરું છું
- વિવેચન :
– આ સૂત્ર વડે પૌષધની પ્રતિજ્ઞા લેવાય છે, તેથી પૌષધ સૂત્ર, પૌષધ લેવાનું સૂત્ર કે પૌષધ પચ્ચક્ખાણ સૂત્ર કહે છે.
– આ સૂત્રની પ્રતિજ્ઞા “સામાયિક સૂત્ર-કરેમિભંતે' જેવી છે, ઘણાં પદો તે પ્રમાણે જ છે, માટે સૂત્ર-૯ કરેમિ ભંતે સૂત્રનું વિવેચન પણ ખાસ જોવું.
• વેજીમ મતે પસદં - હે ભગવંત ! હું પૌષધ વ્રતને કરું છું. ૦ રામ - હું કરું છું, હું ગ્રહણ કરું છું, હું સ્વીકાર કરું છું. ૦ મંતે - હે ભદંત !, હે ભવાંત !, હે ભગવંત ! હે ભયાત ! હે પૂજ્ય !
– આ પદ ગુરુના આમંત્રણ રૂપ છે, કારણ કે આવશ્યકાદિ સર્વ ધર્માનુષ્ઠાનની માફક પૌષધવત પણ ગુરુની આજ્ઞાપૂર્વક કરવાનું હોય છે.
– ભદંત - “મટું ક્રિયાપદ કલ્યાણ અને સુખના અર્થમાં છે. તેના પરથી ભદંત' શબ્દ બન્યો છે તેનો અર્થ કલ્યાણવાનું અથવા સુખવાનું થાય છે.
– ભવાંત - એટલે ભવનો અંત કરનાર. - ભયાત - એટલે ભયનો કે ત્રાસનો અંત કરનાર, - આ વિશે વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૩૪૪૯ માં કહ્યું છે કે
“જે નારક આદિ ભવનો અંત કરે તે ભવાંત' કહેવાય છે અને જે ત્રાસ કે કોઈપણ પ્રકારના ભયનો અંત કરે છે તે ભયાત કહેવાય છે.