________________
પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર
૧૬ ૩
સૂત્ર-પર, - 'પોસહ-પ્રતિજ્ઞા' સૂત્ર
પૌષધ લેવાનું સૂત્ર
v સૂત્ર-વિષય :
આ સૂત્રમાં પૌષધનું પ્રત્યાખ્યાન કે પ્રતિજ્ઞા છે, તેમાં ચાર પ્રકારના પૌષધનું પ્રત્યાખ્યાન કરાય છે, તે કઈ રીતે કરવું ? તે કહ્યું છે.
- સૂત્ર-મૂળ :કરેમિ ભંતે ! પોસહં, આહાર-પોસહં દેસઓ સવ્વઓ, સરીર-સક્કાર-પોસહં સવ્વઓ, બંભર્ચર-પોસહં સવ્વઓ, અવ્વાવાર-પોસહં સવઓ, ચઉવિહં પોસહં ઠામ, જાવ-દિવસ (જાવ-અહોરાં) પજુવાસામિ, દુવિહં તિવિહેણ, મણેણં વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્ય ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિરામિ, અખ્ખાણ વોસિરામિ. - સૂત્ર-અર્થ :હે ભદંત ! (હે પૂજ્ય !) હું પૌષધ કરું છું. તેમાં - આહાર પૌષધ દેશ'થી કે ‘સર્વથી કરું છું, શરીર સત્કાર પૌષધ “સર્વથી કરું છું, બ્રહ્મચર્ય પૌષધ “સર્વથી કરું છું, અવ્યાપાર પૌષધ “સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના પૌષધમાં હું સ્થિર થાઉ છું.
દિવસ, અહોરાત્ર (કે રાત્રિપર્યન્ત) હું આ પ્રતિજ્ઞાની પÚપાસના કરું - આરાધના કે સેવના કરું, ત્યાં સુધી
મન, વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરું નહીં - કરાવું નહીં.
હે ભગવંત ! અત્યાર સુધી થયેલ તે પ્રકારની અશુભ પ્રવૃત્તિથી હું નિવૃત્ત થાઉં છું. (તે પ્રવૃત્તિને પ્રતિક્રમું છું).
તેવી અશુભ પ્રવૃત્તિઓની હું નિંદા કરું છું (તેને ખોટી ગણું છું) – તેવી ભૂલોનો આપની (ગુરુની) સમક્ષ એકરાર કરું છું.