________________
૧૬૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
વિશે પૂર્વે પણ નોંધ કરી છે. લઘુક્ષેત્ર સમાસમાં પણ આ મતભેદ નોંધાયો છે.) ત્રણે લોકમાં રહેલા એવા ૮,૫૬,૯૭,૪૮૬ શાશ્વત મહામંદિરોને ત્રણે કાળે નમસ્કાર કરું છું. (તીર્કાલોકમાં સકલતીર્થમાં ૩૨૫૯ જિનાલયો કહ્યા છે જ્યારે અહીં-૪૬૩ જિનાલયો કહ્યા છે તેથી ૨૭૯૬ જિનાલય સંખ્યા ઓછી થશે. તેથી ત્રણેલોકના જિનાલયની જે સંખ્યા અહીં બતાવી તેમાં પણ ફેરફાર આવે છે.)
(૨) શાશ્વતા ચૈત્યો અને બિંબ સંખ્યા સંબંધે શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ પ્રાકૃત ભાષામાં ‘સાતવઘેય-થવ' ની રચના કરી છે. આ સ્તવમાં જણાવ્યા મુજબ સ્તવનાનો ભાવાર્થ આ પ્રમાણે છે–
શ્રી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ જિનેશ્વરોને નમસ્કાર કરીને શાશ્વત જિનમંદિરોની સંખ્યાનું હું કીર્તન કરીશ.
જ્યોતિષ અને વ્યંતરમાં અસંખ્ય જિનમંદિરો છે. સાતક્રોડ બોતેર લાખ જિનમંદિરો ભવનપતિના ભવનોમાં છે, ચોર્યાશી લાખ, સતાણું હજાર ને ત્રેવીશ જિનમંદિરો ઉર્ધ્વલોકમાં છે.
• એ પ્રમાણે બત્રીશોને ઓગણસાઠ જિનમંદિરો તિર્થાલોકમાં છે.
-
-
1
ત્રણે લોકમાં રહેલા કુલ આઠ કરોડ, સતાવન લાખ, બસો બ્યાશી શાશ્વતા જિનમંદિરોને હું નમસ્કાર કરું છું.
તેર અબજ, નેવ્યાશી કરોડ, સાઈઠ લાખ શાશ્વતા જિનબિંબો ભવનપતિમાં છે, ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસો વીશ શાશ્વતા જિનબિંબો તીર્કાલોકમાં છે અને એક અબજ, બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાલીશ હજાર, સાતસોને સાઈઠ શાશ્વતા જિનબિંબો વૈમાનિકમાં છે.
-
-
ત્રણે લોકમાં રહેલા પંદર અબજ, બેંતાલીશ કરોડ, અટ્ઠાવન લાખ, છત્રીશ હજાર અને એંશી શાશ્વતા જિનબિંબોને હું નમસ્કાર કરું છું.
તથા ભરત ચક્રવર્તીએ આદિ બીજાઓએ પણ જે તીર્થો અહીં કર્યા છે અને દેવેન્દ્ર મુનીન્દ્ર જેમની સ્તુતિ કરી છે, તે સકલ તીર્થો ભવ્યજીવોને મોક્ષ સુખ આપનારા બનો.
૦ ‘નંદીશ્વરદ્વીપ'ની પૂજામાં, શાશ્વતા-અશાશ્વતા જિનોના ચૈત્યવંદનોમાં ઇત્યાદિ પદ્ય રચનાઓમાં પણ આવી તીર્થવંદના જોવા મળે છે.
# સૂત્ર-નોંધ :
આ સૂત્ર ગુજરાતી પદ્યમાં છે, તે ‘ચોપાઈ’રૂપે છે.
આ સૂત્રની રચના જીવવિજયજીએ પ્રાચીન તીર્થવંદના ગાથાઓને આધારે
-
કરેલી હોવાનું અનુમાન થઈ શકે છે. બીજું કોઈ આધારસ્થાન મળતું નથી.
ભાવવાહી સ્વરે આ સૂત્ર બોલાય તો સાર્થક બને.
-
-X—-X—