________________
સકલ-તીર્થ-વંદના-વિશેષકથન
૧૬૧
રાત્રિ પ્રતિક્રમણમાં છટ્ઠા આવશ્યક પછી આ સૂત્ર બોલાય છે અને તીર્થ વંદના પૂર્વક નવકારસી આદિ પચ્ચક્ખાણ વર્તમાનકાળે ગ્રહણ કરાય છે. * વિશેષ કથન :
જીવવિજયજી મહારાજાસાહેબ કે જેઓએ પત્રવણા સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જીવવિચારના બાલાવબોધોની રચના કરી છે. કર્મગ્રંથો પર પણ ગુજરાતીમાં ટબ્બાઓ રચેલા છે, કોઈ કોઈ સજ્ઝાય આદિની રચના પણ કરેલ છે. તેમણે આ ‘‘સકલતીર્થ વંદના' સૂત્રની રચના કરેલી છે. આવી જ બે રચના અત્રે નોંધીએ(૧) સંવત ૧૩૫૮ માં લખાયેલ કોઈ પ્રતિમાં ‘સર્વતીર્થ વંદના' છે. જેનો ઉલ્લેખ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ભાગ-૧ પૃ. ૮૮ થી નોંધાયેલ છે. આ ‘સર્વ તીર્થ વંદના'નો ભાવાનુવાદ અહીં રજૂ કરેલ છે.
- પહેલા અતીત, અનાગત, વર્તમાન એ ત્રણ ચોવીસીના બોંતેર તીર્થંકરોને ત્રિકાળ નમસ્કાર કરું છું કેમકે તેઓ સર્વ પાપનો ક્ષય કરનારા છે.
ત્યાર પછી પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ ત્રણે ક્ષેત્ર મળીને ઉત્કૃષ્ટ કાલે વિચરતા એવા ૧૭૦ જિનોને નમસ્કાર થાઓ.
ત્યાર પછી પહેલા સૌધર્મ દેવલોકમાં બત્રીશ લાખ, બીજા ઇશાન દેવલોકમાં અઠ્ઠાવીશ લાખ, ત્રીજા સનકુમાર દેવલોકમાં બાર લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ, પાંચમાં બ્રહ્મદેવલોકમાં ચાર લાખ, છટ્ઠા લાંતક દેવલોકમાં પચાશ હજાર, સાતમા શુક્ર દેવલોકમાં ચાલીશ હજાર, આઠમાં સહસ્રાર દેવલોકમાં છ હજાર, નવમા આનત દેવલોકમાં બસો, દશમાં પ્રાણત દેવલોકમાં બસો, અગિયારમાં આરણ દેવલોકમાં દોઢસો, બારમા અચ્યુત દેવલોકમાં દોઢસો (જિન મંદિર કહ્યા છે, તેની સ્તવના કરું છું.)
-
અને (તેમજ) નીચેની ત્રૈવેયકત્રિકમાં ૧૧૧, મધ્ય ચૈવેયકત્રિકમાં ૧૦૭ અને ઉપરના ત્રૈવેયકત્રિકમાં ૧૦૦ (જિન મંદિર કહ્યા છે, તેની સ્તવના કરું છું) – પાંચે અનુત્તરમાં એક-એક એવા પાંચ (જિનમંદિરની સ્તવના કરું છું) આ પ્રમાણે સ્વર્ગલોકમાં ૮૪,૯૭,૦૨૩ જિનભુવનને વંદુ છું.
– ત્યારપછી ભુવનપતિ મધ્યે અસુરકુમારના ભવનોમાં ૬૪ લાખ ઇત્યાદિ (પૂર્વે કોષ્ટકમાં બતાવ્યા મુજબ) બધાં ભવનપતિમાં થઈને કુલ સાત ક્રોડ બોંતેર લાખ જિનમંદિરો પાતાળ લોકમાં છે, તેની સ્તવના કરું છું.
હવે મનુષ્ય લોકમાં (આવેલા શાશ્વતા જિનાલયોને કહે છે–) નંદીશ્વરદ્વીપે-૫૨, કુંડલદ્વીપે-૪, રુચકદ્વીપે-૪, માનુષોત્તર પર્વત-૪, ઇક્ષુકાર પર્વત-૪, પાંચ મેરુ પર્વત-૮૫, ગજદંત પર્વત-૨૦, કુરુ પર્વત-૧૦, વર્ષધર પર્વત૩૦, વક્ષસ્કાર પર્વતે-૮૦, વૈતાઢ્ય પર્વત-૧૭૦ એ પ્રમાણે-૪૬૩ જિનાલયો તીર્થાલોકમાં આવેલા છે (જો કે સ્તવન કર્તાએ મનુષ્ય લોકમાં આવેલા છે તેમ આ સ્તવનમાં લખ્યું છે.)
અહીં ૪૬૩ એવો અંક છે, સકલતીર્થમાં ૩૨૫૯ત્નો અંક છે. આ મતભેદ
-
4 11