________________
૧૬૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
પંચતીર્થીમાં આ તીર્થનું ઘણું જ માહાત્મ્ય વર્તતું હતું.
(૯) અંતરીક્ષ તીર્થ :- મહારાષ્ટ્રમાં આકોલા પાસે સીરપુર-બાલાપુર ગામની નજીક આ તીર્થ આવેલું છે, ત્યાં પાર્શ્વનાથ ભગવંત મૂળનાયક છે. અંતરીક્ષ-પાર્શ્વનાથની પ્રતિમાજી અત્યંત ચમત્કારી છે. પ્રતિમા એક સમયે ગાદીથી અદ્ધર રહેતી હોવાની પ્રસિદ્ધ છે. દિગંબરો પણ આ તીર્થમાં ઘણી શ્રદ્ધા ધરાવે છે. (૧૦) વરકાણા તીર્થ :- રાજસ્થાનમાં આ તીર્થ આવેલું છે, ત્યાં પાર્શ્વનાથ ભગવંત મૂળનાયકરૂપે બિરાજમાન છે. નાની મારવાડની પંચતીર્થી કરતા ભાવિકો આજે પણ આ ભવ્ય તીર્થના દર્શન-પૂજનાર્થે આવે છે.
(૧૧) જીરાવલા તીર્થ :- આ તીર્થ પણ રાજસ્થાનમાં જ આવેલું છે. પાલનપુર અને ડીસા બંને સ્થળેથી આ તીર્થે જવાય છે, ત્યાંથી આબુ તીર્થે જઈ શકાય છે. આ તીર્થમાં મૂળનાયક ભગવંત પાર્શ્વનાથ જ છે. આ તીર્થને ‘‘જીરાઉલા’' નામે પ્રાચીન સાહિત્યમાં ઓળખાવાયેલ છે. ‘જીરાઉલા પાર્શ્વનાથ''નો મંત્ર પણ પ્રસિદ્ધ છે.
(૧૨) સ્તંભનતીર્થ :- ‘થંભણ’ શબ્દથી ઓળખાતું આ તીર્થ વર્તમાનમાં ખંભાત નગરે પ્રસિદ્ધ છે. ત્યાં સ્તંભન પાર્શ્વનાથ મૂળનાયક રૂપે બિરાજે છે. આ પ્રતિમા નવાંગી ટીકાકાર અભયદેવસૂરિની સાધનાના ફળરૂપે પ્રાપ્ત થયાનું પ્રસિદ્ધ છે. ખંભાત તીર્થે અનેક જિનાલયો વિદ્યમાન છે, તો પણ સ્તંભન પાર્શ્વનાથના દર્શનપૂજનાર્થે ભાવિકો અવશ્ય જાય છે.
૦ સાધુ વંદના :- સકલતીર્થ વંદનાની અંતિમ બે ગાથાઓમાં સાધુવંદના કરાયેલી છે. સાધુઓ પણ જંગમ તીર્થ-સમાન છે, તેથી સ્થાવર તીર્થોની સાથે જંગમ તીર્થ રૂપ વંદના કરવા માટે અહીં સાધુ વંદના કરાયેલ છે.
સાધુના પર્યાયરૂપ એવા ‘અણગાર’ શબ્દને અહીં પ્રયોજીને સાધુનું સ્વરૂપ રજૂ કરતા તેની જે વિશેષતા બતાવી છે તે આ પ્રમાણે છે–
(૧) અઢીદ્વીપમાં રહેલા
(૨) ૧૮૦૦૦ શીલાંગના ધારક (૪) પંચ સમિતિથી યુક્ત (૬) બાહ્ય અત્યંતર તપ કર્તા
(૩) પંચમહાવ્રત-પાલક
(૫) પંચાચાર પાળતા-પળાવતા, (૭) ગુણોરૂપી રત્નોની માળાને ધારણ કરનારા
=
આવું જ ગુણવર્ણન પૂર્વે પણ પ્રતિક્રમણ સૂત્રોમાં આવેલ છે. જેમકે– - ‘“અડ્ડાઇજજેસુ’' સૂત્ર-૪૫માં પણ – (૧) અઢીદ્વીપમાં રહેલ, (૨) પંચ મહાવ્રત ધારક, (૩) ૧૮,૦૦૦ શીલના અંગોના ધારક વિશેષણો આવેલ છે. સૂત્ર-૨ “પંચિંદિય''માં (૧) પંચાચાર પાલના, (૨) પાંચ સમિતિયુક્ત વિશેષણો તેમના ૩૬-ગુણોના વર્ણનમાં આવેલા જ છે.
સૂત્ર-૧૬ ‘‘જાવંત’' અને સૂત્ર-૧ “નવકારમંત્રમાં પણ સાધુનું વિવેચન છે. આ બધાં સૂત્રોમાં સાધુપદનું વિવેચન જોવું. ૦ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :