________________
સકલ-તીર્થ-વંદના-વિવેચન
૧૫૯ જઈ શકે. આવી જ વાત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દશમાં પર્વમાં - નવમાં સર્ગમાં પણ હેમચંદ્રાચાર્યજીએ જણાવેલી છે.
આ તીર્થે ચોવીશ તીર્થકરોની પ્રતિમાઓને ભરત ચક્રવર્તીએ સ્થાપીને “અષ્ટાપદ તીર્થ” બનાવ્યું. આ જ વાત સૂત્ર-૨૩ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રની ગાથા-પાંચના વિવેચનમાં પણ બતાવી છે. ભરતચક્રવર્તીએ સિંનિષદ્યા પ્રાસાદમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વ દિશામાં બે જિનબિંબો સ્થાપેલા છે, એ રીતે અષ્ટાપદ તીર્થ બનેલું છે.
(૩) વિમલાચલ :- આ સિદ્ધાચલ કે શત્રુંજય તીર્થનું અપર નામ છે. જ્યાં આદિ દેવ ભગવંત ઋષભદેવ મૂળનાયક રૂપે બિરાજમાન છે. સૌરાષ્ટ્રમાં પાલિતાણા પાસે આવેલ આ તીર્થ “શત્રુંજય ગિરિરાજ' નામે પ્રસિદ્ધ છે. ત્યાં અનેક આત્માઓ મોક્ષે ગયેલા છે. આ જ તીર્થનો ઉલ્લેખ “નાયાધમકહા' આગમમાં ‘પંડરીકગિરિ' નામે પણ થયેલો છે. બીજા આગમોમાં પણ આ તીર્થનો ઉલ્લેખ આવે છે. એકવીશ નામથી આ તીર્થ પ્રસિદ્ધ થયેલ છે. હાલમાં ત્યાં નવ ટૂંકો આવેલી છે. અત્યંત પવિત્ર એવું આ તીર્થ છે.
(૪) ગિરનાર :- સૌરાષ્ટ્રમાં જૂનાગઢ નજીક આવેલો આ ગિરનાર પર્વત આગમોમાં “ઉજ્જયંતગિરિ' અથવા “રૈવતગિરિ' નામથી પ્રસિદ્ધ છે. ત્યાં ભગવંત અરિષ્ટનેમિ મૂળનાયક છે. (જુઓ સૂત્ર-૧૧ “જગચિંતામણિ” ગાથા-૩ “ઉન્જિતિ પહુનેમિજિણ”) અહીં ભગવંત અરિષ્ટનેમિના દીક્ષા, નાણ અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકો થયા છે. (જુઓ સૂત્ર-૨૩ “સિદ્ધાણંબુદ્ધાણં” ગાથા-૪). અતિ પ્રાચીન એવા આ તીર્થનો મહિમા આજે પણ એટલો જ સ્વીકૃત્ છે.
(૫) આબુ તીર્થ :- આ તીર્થ રાજસ્થાનમાં આવેલું છે. વર્તમાન કાળે જે પાંચ ભવ્ય જિનાલયો એક સ્થાને આવેલા છે તે આબુ પાસેના દેલવાડા નામના તીર્થ નામે પ્રસિદ્ધ તીર્થમાં છે. સ્તવનાદિમાં આબુ તીર્થે આદિનાથ અને નેમિનાથ પ્રભુના ઉલ્લેખ પણ જોવા મળે છે.
(૬) શંખેશ્વર :- ગુજરાતમાં વિરમગામથી નજીક આવેલું આ તીર્થ છે. ત્યાં પાર્શ્વનાથ ભગવંત મૂળનાયક છે. આ તીર્થનો અનેરો મહિમા છે. મૂળનાયકજીની પ્રતિમા પણ અત્યંત પ્રાચીન હોવાનો કથામાં ઉલ્લેખ મળે છે. અનેક લોકો આજે પણ આ સ્થળે અઠમ તપ કરવા, જાપ કરવા કે દર્શન-પૂજાર્થે આવે છે.
(૭) કેસરિયાજી તીર્થ :- રાજસ્થાનમાં ઉદયપુરથી થોડે દૂર આવેલું આ તીર્થ છે. ત્યાં ભગવંત ઋષભદેવ મૂળનાયક રૂપે બિરાજમાન છે. આ તીર્થને ‘કેસરાજી' તીર્થ પણ કહે છે અને ધુલવાજી એવું નામ પણ જોવા મળે છે. જૈનો સિવાય જૈનેતરો પણ અહીં અત્યંત શ્રદ્ધા ધરાવે છે.
(૮) તારંગા તીર્થ :- તારંગાજી તીર્થ ગુજરાતમાં આવેલું છે, તારંગાહિલ સ્ટેશનેથી ત્યાં જવાય છે, આ તીર્થમાં મૂળનાયક “અજિતનાથ ભગવંત’ છે. લાકડાની નકૂશી આદિ વિશેષતાઓથી આ જિનાલયની રચના થયેલી છે. એક વખતે