________________
સકલ-તીર્થ-વંદના-વિવેચન
ગાથા-૧૦ના ઉત્તરાર્ધમાં શાશ્વત જિનનો નામોલ્લેખ બતાવે છે. (૮) ગાથા-૧૧, ૧૨માં મનુષ્યલોકમાં રહેલાં કેટલાક તીર્થો અને ત્યાં રહેલ અરિહંત પરમાત્માની નામથી કે સંખ્યાથી વંદના કરાયેલ છે.
(૯) ગાથા-૧૩ના પૂર્વાર્ધમાં મનુષ્યલોકમાં રહેલા કોઈ પણ ગામ, નગર, પાટણ આદિ સ્થળોમાં રહેલા જિનચૈત્યો (પ્રતિમાજી)ને વંદના કરી છે. (૧૦) ગાથા-૧૩ના ઉત્તરાર્ધમાં વિહરમાન જિન અને સિદ્ધ ભગવંતો
વાંદ્યા છે.
(૧૧) ગાથા-૧૪ અને ગાથા-૧૫ના પૂર્વાર્ધમાં સાધુ ભગવંતનું સ્વરૂપ જણાવીને અઢીદ્વીપમાં રહેલા સર્વે સાધુઓને વંદના કરી છે.
૧૫૫
(૧૨) ગાથા-૧૫ના ઉત્તરાર્ધમાં “સકલતીર્થ'ના રચયિતાનું નામ અને ભવસમુદ્રને પાર પામવાની પ્રાર્થના કરાયેલ છે.
૦ આ વિભાગીકરણને સંક્ષેપમાં રજૂ કરીએ તો
થકી–
--
(૧) ઉર્ધ્વલોક, અધોલોક, તિર્ક્યુલોકમાં રહેલા શાશ્વત જિનાલયો અને શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યા જણાવી, સર્વેને વંદના કરવામાં આવી છે. (૨) મનુષ્યલોકમાં રહેલા કેટલાંક તીર્થો અને સર્વે અશાશ્વત જિનાલયો તથા તેમાં રહેલી જિનપ્રતિમાજીને વંદના કરવામાં આવી છે.
વંદના છે.
આ તીર્થવંદના સૂત્ર
(૩) વીહરમાન વીસે તીર્થંકર પરમાત્માને વંદના કરાઈ છે. (૪) અઢીદ્વીપમાં રહેલા સર્વે સાધુઓને વંદના કરાઈ છે. ૦ સકલતીર્થ વંદના સાથે સંબંધ ધરાવતા સૂત્રો :
(૧) સૂત્ર-૧૧ ‘‘જગચિંતામણિ''ના ગાથા-૩માં મનુષ્યલોકના અશાશ્વતા તીર્થો તથા સર્વે તીર્થંકરોની વંદના છે, ત્રણે લોકના શાશ્વત ચૈત્યો અને શાશ્વત પ્રતિમાની સંખ્યાની ગણના આ સૂત્રની ગાથા-૪ અને ૫ માં જણાવેલી છે.
(૨) સૂત્ર-૧૨ ‘જંકિંચિ''માં ત્રણે લોકના જિનબિંબોને વંદના કરી છે. (૩) સૂત્ર-૧૪ ‘‘જાવંતિ''માં ત્રણે લોકના જિનચૈત્યો (પ્રતિમા)ની
-
(૪) સૂત્ર-૧૫ ‘‘જાવંત’'માં પંદર કર્મભૂમિઓના સાધુની વંદના છે. (૫) જાવંતિ અને જાવંતનો ઉલ્લેખ સૂત્ર-૩૫ ‘વંદિત્તુ''ની ૪૩ અને ૪૪મી ગાથા સ્વરૂપે પણ થયો છે ત્યાં પણ ચૈત્ય અને સાધુ વંદના છે. (૬) સૂત્ર-૪૫ ‘‘અઢાઇજ઼ેસુ''માં સાધુ ભગવંતના ગુણ વર્ણન સહિત તેમને વંદના કરી છે. જે આ ‘તીર્થવંદના' સૂત્રની ગાથા-૧૪ જેવી જ છે.
એ રીતે આ બધાં સૂત્રોનું વિવેચન પણ આ સૂત્ર સાથે સરખાવવું.