________________
૧૫૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
આચારને પોતે પાલન કરનાર અને બીજા પાસે પાલન કરાવનારા અને (૫) બાહ્ય અને અત્યંતર તપમાં ઉદ્યમવંત એવા જે અણગાર (સાધુઓ) છે, તેવા ગુણોરૂપી રત્નની માળાને ધારણ કરનારા સર્વે મુનિઓને હું વંદના કરું છું.
– જીવ (આ સૂત્રના કર્તા એવા શ્રી જીવવિજયજી મહારાજ) કહે છે કે, નિત્ય પ્રાતઃ કાળમાં ઉઠીને આ બધાનું કીર્તન કરતાં-કરતાં હું ભવરૂપી સમુદ્રને તરું - (એવી ભાવના ભાવું છું - પ્રાર્થના કરું છું.)
પ શબ્દજ્ઞાન :આ સૂત્ર ગુજરાતી ભાષામાં રચાયેલું છે, તેથી શબ્દાર્થ આપેલ નથી.
વિવેચન :
જીવવિજયજી મહારાજે અઢારમી સદીના અંતે અથવા ઓગણીસમી સદીના આરંભે આ સૂત્રની રચના કરેલી છે. તેમાં રહેલી ગાથાઓનું વિષય મુજબ વિભાગીકરણ કરવું હોય તો આ રીતે કરી શકાય છે–
(૧) ઉર્ધ્વલોકના શાશ્વત ચૈત્યોની સંખ્યાગાથા ૧ થી ૪ અને ૫ ના પૂર્વાર્ધમાં ઉર્ધ્વલોકની ચૈત્યસંખ્યા કહી છે. (૨) ગાથા-પના ઉત્તરાર્ધમાં ઉર્વલોકના જિનાલયનું માપ કહ્યું છે. (૩) ઉર્ધ્વલોકની જિનબિંબ સંખ્યાગાથા-૬ અને ૭ના પૂર્વાર્ધમાં ઉર્ધ્વલોકની જિનબિંબ સંખ્યા કહી છે. (૪) અધોલોકમાં ભવનપતિમાં જિન ચૈત્ય અને જિન બિંબ સંખ્યા :
ગાથા-૭નો ઉત્તરાર્ધ અને ગાથા-૮માં અધોલોકમાં રહેલા ભવનપતિના આવાસોમાં સ્થિત જિનાલય તથા તેમાં રહેલ જિનપ્રતિમાની સંખ્યા કહે છે.
(૫) તીછલોકમાં શાશ્વત ચૈત્યો અને શાશ્વત પ્રતિમાની સંખ્યા
ગાથા-૯ભાં તીર્થાલોકમાં રહેલા શાશ્વત જિનાલયો અને તે જિનાલયોમાં રહેલ શાશ્વત પ્રતિમાજીની સંખ્યાનો નિર્દેશ છે. (જો કે આ સંખ્યા વિશે અને ચૈત્યો વિશે આગમોમાં વર્તમાનકાળે ઉલ્લેખ પામેલી સંખ્યા ઘણી ઓછી છે, લઘુક્ષેત્રસમાસમાં આ મતભેદનો નિર્દેશ પણ શ્રી રત્નશેખરસૂરિજીએ કરેલો છે - તે માત્ર જાણ ખાતર. બીજું અહીં ‘શાશ્વત’ શબ્દનો નિર્દેશ પણ સકારણ છે, કેમકે મનુષ્યલોકમાં અશાશ્વત, જિનાલયો અને જિનપ્રતિમાઓ પણ અનેક છે, વળી તે વધ-ઘટ પણ પામે છે, તેથી તેની ગણના કરવી શક્ય નથી.)
(૬) ગાથા-૧૦ના પૂર્વાર્ધમાં વ્યંતર, જ્યોતિષીમાં રહેલા શાશ્વતા જિનની વંદના કરી છે. (ગ્રંથોમાં, દેવેન્દ્રસૂરિ રચિત “શાશ્વત ચૈત્યસ્તવ'માં અને ગુજરાતી પદ્યરચનાઓમાં વ્યંતર અને જ્યોતિષીમાં અસંખ્યાત જિનમંદિર અને જિનબિંબ કહેલા છે. વળી અહીં પણ ‘શાશ્વત’ શબ્દ સાર્થક છે. કેમકે જેમ “શંખેશ્વર પાર્શ્વનાથ'ની પ્રતિમાજી અર્ધાલોકમાંથી પ્રાપ્ત થયાની કથા આવે છે, તેમ અન્ય પણ અશાશ્વત પ્રતિમા સંભવે છે, કે જેનો અહીં સમાવેશ કરાયેલ નથી.)