________________
સકલ-તીર્થ-વંદના-અર્થ
૩૮,૭૬૦ બંને મળીને ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ જિન પ્રતિમા.) તે સર્વેને સંભારીને હું પ્રણામ કરું છું - નમસ્કાર કરું છું.
(૭-૮) ભવનપતિના આવાસોમાં સાત કરોડ અને બોંતેર લાખ (૭,૭૨,૦૦,૦૦૦) જિનાલયો શાસ્ત્રમાં કહેલા છે. આ પ્રત્યેક ચૈત્યમાં એકસો અને એંશી (૧૮૦) જિનપ્રતિમાજી છે. તેથી બધાં મળીને (૭,૭૨,૦૦,૦૦૦ × ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦) તેર અબજ, નેવ્યાશી કરોડ અને સાઈઠ લાખ જિન પ્રતિમાઓ છે. આ સર્વે જિનપ્રતિમાજીને હું બે હાથ જોડીને વંદના કરું છું.
૧૮૦ =
(૯) તિર્મુલોકમાં ત્રણ હજાર બસો ને ઓગણસાઠ (૩૨૫૯) શાશ્વતા ચૈત્યો હોવાનો પણ પાઠ મળે છે. આ શાશ્વત ચૈત્યોમાં (૩૧૯૯ ચૈત્યો, પ્રત્યેક ૧૨૦ જિન પ્રતિમાવાળા અને ૬૦ ચૈત્યો, પ્રત્યેક-૧૨૪ જિન પ્રતિમાવાળા છે. તેથી ૩૧૯૯ × ૧૨૦ = ૩,૮૩,૮૮૦ અને ૬૦ × ૧૨૪ = ૭૪૪૦ મળીને) ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસો વીશ (૩,૯૧,૩૨૦) જિન પ્રતિમાઓ છે, તેને હું વંદના કરું છું.
(૧૦) વ્યંતર અને જ્યોતિષી દેવોના નિવાસમાં રહેલા (અસંખ્યાત) જિનપ્રતિમાઓને પણ હું વંદના કરું છું.
– ગુણોની શ્રેણિથી ભરેલા એવા ચાર શાશ્વત જિનબિંબોના નામ છે(૧) ઋષભ, (૨) ચંદ્રાનન, (૩) વારિષણ, (૪) વર્તમાન. (૧૧) સંમેત શિખર ઉપર વીશ તીર્થંકરોની પ્રતિમાઓ છે તેને વંદુ છું. અષ્ટાપદ તીર્થ ઉપર ચોવીશ તીર્થંકરોની પ્રતિમાઓ છે તેને વંદુ છું. વિમલાચલ એટલે શત્રુંજય, ગઢ ગિરનાર એટલે રૈવતગિરિ અને આબુ એ ત્રણે તીર્થો ઉપર રહેલ ભવ્ય જિનપ્રતિમાઓને હું વંદના કરું છું. (૧૨) શંખેશ્વર તીર્થે રહેલ ભગવંત પાર્શ્વનાથ આદિ જિનબિંબોને વંદુ છું. – કેશરિયાજી તીર્થે રહેલ ભગવંત ઋષભદેવ આદિ જિનબિંબોને વંદુ છું. તારંગા તીર્થે રહેલ ભગવંત અજિતનાથને હું જુહારુ છું - વંદુ છું. અંતરીક્ષ તીર્થે પાર્શ્વનાથ, વરકાણા તીથૅ પાર્શ્વનાથ, જીરાવલા
-
-
૧૫૩
તીર્થે પાર્શ્વનાથ, સ્તંભન તીર્થે પાર્શ્વનાથ સ્વામી રહેલા છે. તે સર્વેને હું વંદના
કરું છું.
(૧૩) આ બધાં તીર્થો ઉપરાંત જુદા જુદા ગામોમાં, નગરોમાં, પુરોમાં અને પાટણોમાં ગુણના ગૃહરૂપ જે-જે જિનવરના ચૈત્યો છે, ઉપલક્ષણથી ત્યાં જે-જે જિન પ્રતિમાજીઓ રહેલા છે, તે સર્વેની હું વંદના કરું છું.
-
વળી વિહરમાન એવા વીસે જિનેશ્વરોને હું વંદના કરું છું.
આજ સુધીમાં થઈ ગયેલા અનંતા સિદ્ધોને રોજ નમસ્કાર કરું છું. (૧૪-૧૫) અઢીદ્વીપમાં રહેલા – (૧) અઢાર હજાર શીલાંગરથને ધારણ
કરનારા, (૨) પાંચ મહાવ્રતના પાલનકર્તા, (૩) પાંચ સમિતિથી યુક્ત, (૪) પાંચ
-