________________
૧૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
૧ર
૧૩
૧૫
અંતરિકૂખ વરકારો પાસ, જીરાઉલો ને થંભણ પાસ. ગામ નગર પુર પાટણ જેઠ, જિનવર-ચૈત્ય નમું ગુણ-ગેહ; વિહરમાન વંદું જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશા-દિશ. અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ સીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર.
૧૪ બાહ્ય અવ્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણ-મણિ-માલ; નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવ-સાયર તરું.
સૂત્ર-અર્થ :- (સૂત્ર-સાર રૂપે). (૧) બધાં તીર્થોને હું બે હાથ જોડીને વંદના કરું છું. કેમકે જિનવરપરમાત્માના નામથી કરોડો મંગલ પ્રવર્તે છે.
હું નિશદિન (રાત-દિવસ, હંમેશાં) જિનવર-પરમાત્માના ચૈત્યોને નમસ્કાર કરું છું - (તે આ પ્રમાણે–).
પહેલા સ્વર્ગે રહેલાં બત્રીસ લાખ જિનભવનને હું વંદના કરું છું. (૨) બીજા સ્વર્ગમાં રહેલા અઠાવીસ લાખ જિનભવનને હું વંદના કરું છું,
ત્રીજા સ્વર્ગમાં રહેલા બાર લાખ જિનભવનને હું વંદના કરું છું, ચોથા સ્વર્ગમાં રહેલા આઠ લાખ જિનભવનને હું વંદના કરું છું,
પાંચમાં સ્વર્ગમાં રહેલા ચાર લાખ જિનભવનને હું વંદના કરું છું. (૩) છઠા સ્વર્ગમાં રહેલા પચાસ હજાર જિનભવનને હું વંદના કરું છું.
સાતમા સ્વર્ગમાં રહેલા ચાલીશ હજાર જિનભવનને હું વંદના કરું છું. આઠમા સ્વર્ગમાં રહેલા છ હજાર જિનભવનને હું વંદના કરું છું.
નવમા-દશમાં સ્વર્ગમાં રહેલા ચારસો જિનભવનને હું વંદના કરું છું. (૪) અગિયારમા-બારમાં સ્વર્ગમાં રહેલા ત્રણસો જિનભવનને હું વંદના
કરું છું. નવ રૈવેયકમાં રહેલા ત્રણસો અઢાર જિનભવનને હું વંદના કરું છું.
પાંચ અનુત્તરમાં રહેલાં પાંચ જિનભવનને હું વંદના કરું છું. (૪-૫) આ રીતે ઉર્ધ્વલોક-દેવલોકમાં ચોર્યાશી લાખ, સત્તાણુ હજાર અને ત્રેવીશ (૮૪,૯૭,૦૨૩) જિન ભવનોનો અધિકાર શાસ્ત્રમાં કહેલો છે. તે સર્વે જિન ભવનોને હું વંદના કરું છું.
આ જિનભવનો સો યોજન લાંબા છે, પચાશ યોજન ઊંચા છે અને બહોંતેર યોજના પહોળા છે. તેમ શાસ્ત્રોમાં કહ્યું છે.
(૬-૭) આ દરેક જિનભવનમાં સભા સહિત ૧૮૦ જિનપ્રતિમાજી છે.
– આ રીતે (૮૪,૯૬,૭૦૦ ચૈત્યો x ૧૮૦ પ્રતિમા અને ૩૨૩ ચૈત્યો x ૧૨૦ પ્રતિમા = ) એક અબજ, બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાલીશ હજાર સાતસો સાઈઠ (૧,૫૨,૯૪,૪૪,૭૬૦) વિશાળ અરિહંત-જિન પ્રતિમાઓ છે. (૮૪,૯૬,૭૦૦ x ૧૮૦ = ૧,પર,૯૪,૦૬,૦૦૦ અને ૩૨૩ x ૧૨૦ =