________________
સકલ-તીર્થ-વંદના
૧૫૧
સૂત્ર-૫૧
સકલ-તીર્થ-વંદના
- સૂત્ર-વિષય :
આ તીર્થનંદના સૂત્ર છે. તેમાં ત્રણ લોકમાં રહેલા શાશ્વતા-અશાશ્વતા ચૈત્યો (જિનાલયો) તથા તેમાં રહેલી પ્રતિમાઓ (જિનબિંબો)ની સંખ્યા દર્શાવી જિનચૈત્યો તથા જિનબિંબોને વંદના કરાયેલ છે. તદુપરાંત સાધુ વંદના કરી છે.
- સૂત્ર-મૂળ :સકલ તીર્થ વંદુ કર જોડ, જિનવર-નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર-ચૈત્ય નમું નિશદિશ. બીજે લાખ અઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદુ લાખ જ ચાર. છઠે સ્વર્ગ સહસ પચાસ, સાતમે ચાલીશ સહસપ્રાસાદ; આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. અગ્યાર-બારમે ત્રણસેં સાર, નવ વૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. સહસ સત્તાણું વેવીશ સાર, જિનવર-ભવન તણો અધિકાર; લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બોંતેર ધાર. એકસો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ. સાતમેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત કોડને બહોંતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકશો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ. બત્રીસેં ને ઓગણ સાઠ, તિર્થાલોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વિશ તે બિંબ જુહાર. વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તે; ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્તમાન નામે ગુણ એણ. સંમેત શિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર;